આ 2 સ્ત્રીઓ તરફ જોવા માત્રથી જ નરકમાં જાય છે પુરુષ.

Astrology

મિત્રો, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે પણ પુરુષ સ્ત્રીઓને આ બે અવસ્થામાં જોવે છે તેનુ નરકમાં જવાનું નિશ્ચિત થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં જન્મથી લઈને મૃત્યુ સુધી મનુષ્યએ કરવાના વિવિધ કર્મો વિશે સચોટ ઉલ્લેખ કરેલો છે. જેવા કર્મો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને કયા કર્મોથી નર્કની પ્રાપ્તિ થાય છે તે પણ આપણે શાસ્ત્રો દ્વારા જાણી શકીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એક સ્ત્રી સાક્ષાત દેવીનું સ્વરૂપ હોય છે પછી ભલે તે કોઈ બહેનના સ્વરૂપમાં હોય પત્નીના સ્વરૂપમાં હોય માતાના સ્વરૂપમાં હોય કે દીકરીના સ્વરૂપમાં હોય .શાસ્ત્રોમાં જણાવ્યું છે કે પોતાની પત્ની સિવાય બીજાની પત્ની ઉપર કદી પણ ખરાબ નજરથી જોવું જોઈએ નહીં.

પુરાણોમાં જણાવાયું છે કોઈ પણ પુરુષ સદાય ચરિત્રહિન સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ પુરુષ એ સવારે ઉઠીને કદી પણ ચરિત્રહીન વ્યક્તિના દર્શન ન કરવાં જોઈએ અન્યથા તેમના જીવનમાં હંમેશા દુર્ભાગ્ય બનેલું રહેશે. ચરિત્રહીન સ્ત્રીનું શરીર પાપથી ભરેલું હોય છે આવા પાપી મનુષ્યના દર્શન માત્ર કરવાથી જ વ્યક્તિ સ્વયં પાપનો ભાગીદાર બની જતો હોય છે. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ સ્ત્રી સ્નાન કરી રહી હોય જ્યારે કોઈપણ પુરુષે સ્ત્રીને આવી સ્થિતિમાં જ જોવી જોઈએ નહીં. જો કોઈ પુરુષ કોઈ અન્ય પુરુષની પત્ની ને સંતાઈને સ્નાન કરતાં જુએ છે એ પુરુષ પાપનો ભાગીદાર બની જાય છે. પારકી સ્ત્રીને નગ્ન અવસ્થામાં સ્નાન કરતા જોવાની ઈચ્છા રાખવાવાળા પુરુષના બધા જ પુણ્ય કર્મ નષ્ટ થઈ જાય છે અને એ જ કારણે આવા પુરુષને નરકમાં સ્થાન મળે છે. એટલા માટે કોઇપણ સ્ત્રી નદી ,તળાવ કે ઘરના બાથરૂમમાં સ્નાન કરી રહી હોય તો તેની સંતાઈ ને જોવા ની ભૂલ કદી ન કરવી જોઈએ.

ચરિત્રહીન અને નીચ પુરુષો પરસ્ત્રીઓને ગંદી નજરથી જોતા હોય છે જેથી તેમના હૃદયમાં રહેલી આધ્યાત્મિક શક્તિ નષ્ટ થઈ જાય છે અને આવો વ્યક્તિ પાપી બની જાય છે. નવજાત શિશુને તેની માતા તેને દૂધ પીવડાવે છે. તે એક સ્ત્રી દ્વારા કરવામાં આવતું એક મહાન કામ છે. એક સ્ત્રીને દિવસમાં ઘણીવાર પોતાના બાળકને સ્તનપાન કરાવવું પડતું હોય છે. એટલા માટે સ્ત્રીઓએ ઘણીવાર મજબૂરીમાં સાર્વજનિક સ્થાનો ઉપર અથવા તો કોઈ અન્યના ઘરે પણ બાળકને સ્તનપાન કરાવે છે આવી સ્થિતિમાં જો કોઈ પુરુષ તે સ્ત્રી તરફ ગંદી નજરથી જુએ છે એવા પુરુષના બધા જ પુણ્ય કર્મો એ સમયે જ નષ્ટ થઈ જાય છે અને એ પુરુષ નરકની યાતનાઓનો અધિકારી બની જાય છે. જે પુરુષ સ્તનપાન કરાવતી મહિલાઓ પર ખરાબ નજર રાખે છે એવા પુરુષને નરકમાં જ જવું પડે છે. એટલા માટે ભૂલથી પણ કોઈ પણ સ્ત્રીને અથવા તો બીજાની પત્નીને પોતાના બાળકને સ્તનપાન કરાવતી વખતે જો ભૂલથી પણ નજર પડી જાય તો મનમાં ખરાબ વિચાર કરવો જોઈએ નહીં અન્યથા અનર્થ થઇ શકે છે. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *