આ ફળનો 1 ટુકડો કિસ્મત બદલી દેશે, પૈસા ગણતા થાકી જશો, આવી રીતે કરો પ્રયોગ.

Astrology

મિત્રો, તમે ગુલર એટલે કે ઉમ્બરાનુ વૃક્ષ અવશ્ય જોયું હશે. આ વૃક્ષને ભગવાન નરસિંહજીનું વરદાન પ્રાપ્ત થયેલું છે. આ વૃક્ષની પ્રત્યેક દાળી પર ભગવાન લક્ષ્મી સ્વયં બિરાજમાન હોય છે. અમાવસ્યાના દિવસે આનું એક ફળ રંકને પણ રાજા બનાવી શકે છે. તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જેને ગુલરનું ફૂલ જોઈ લીધું તેનો ભાગ્ય જ ખુલી ગયું. આ વૃક્ષને ભગવાન નરસિંહજીનું વરદાન પ્રાપ્ત થયેલું છે. આ વૃક્ષ પર ભગવાન નરસિંહજીનો વરદાન કેમ છે અને આ વૃક્ષ કેમ ગરીબી દૂર કરે છે તેના વિશે પહેલા આપણે જાણીએ.

ભગવાન વિષ્ણુએ જ્યારે નરસિંહનો અવતાર ધારણ કર્યો. અને તેમને ભક્ત પ્રહ્લાદના પિતા હિરણ્યકશિપુ નો વધ કર્યો હતો. ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને અંધકાર પર પ્રકાશની જીત માટે તથા અસત્ય પર સત્યની જીત માટે ભગવાન નરસિંહજીએ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. હિરણ્યકશિપુને કોઈપણ હથિયાર વડે ન મરવાનું વરદાન પ્રાપ્ત થયેલું હતું એટલા માટે ભગવાન નરસિંહજીએ તેનો વધ પોતાના લાંબા નખ વડે કર્યો. નખ વડે હિરણ્યકશિપુનો વધ કરવાને લીધે તેમના નખમા ખંજવાળ થવા લાગી. ભગવાન નરસિંહ પોતાના નખની ખંજવાળ દૂર કરવા માટે ઉપચાર શોધવા લાગ્યા. તેમને રસ્તામાં ગુલરનું( ઉમ્બરાનુ )વૃક્ષ મળ્યું. પોતાની ખંજવાળ મટાડવા માટે ભગવાન નરસિંહજીએ પોતાનો હાથ તથા નખ ગુલર વૃક્ષ ઉપર દબાવી દીધા.

આ રીતે તેમના નખની ખંજવાળ શાંત થઈ ગઈ. પરંતુ ગુલર વૃક્ષ ખૂબ જ દર્દથી બોલવા લાગ્યું કે પ્રભુ તમે તમારી ખંજવાળ શાંત કરી દીધી પરંતુ મારા શરીર ઉપર ઘા કરી દીધા. અને આ અસુરનું લોહી મને અપવિત્ર કરી દેશે. કૃપા કરીને મને આ દર્દમાંથી મુક્તિ આપો. ભગવાન નરસિંહજીએ પ્રસન્ન થઈને ગુલર વૃક્ષ અને આશીર્વાદ આપ્યા કે તુ હંમેશા બીજાના દુઃખ દર્દ દૂર કરીશ સાથે સાથે એ પણ આશીર્વાદ આપ્યા કે હું હંમેશા લક્ષ્મી સહિત તારા વૃક્ષ ઉપર નિવાસ કરીશ. તે દિવસથી ભગવાન નરસિંહ અને માતા લક્ષ્મી ગુલર વૃક્ષ પર બિરાજમાન છે. સાથે ભગવાન નરસિંહે એક બીજા પણ આશીર્વાદ આપ્યા કે ગુલર વૃક્ષના નીચેથી કોઈ સ્મશાન યાત્રા લઈને જશે તો તે વ્યક્તિના બધા જ પુણ્ય ગુલર વૃક્ષને મળી જશે.

આપણે આ વૃક્ષના કેટલાંક ચમત્કારિક ઉપાય વિશે જાણીશું. લાલ કાગળ ઉપર ગુલર વૃક્ષના દુધથી જો અમાવસ્યા ના દિવસે જો સ્વસ્તિક બનાવીને ઘરમાં રાખવામાં આવે તો તે વ્યક્તિ ખૂબ જ ધનવાન બની જાય છે. આ કાગળ ધન પેટીમાં રાખી દેવામાં આવે તો ઘર અન્ન અને ધનથી ભરાઈ જાય છે. સાંજના સમયે જ્યારે થોડો સૂર્ય દેખાતો હોય એટલે કે આથમતા દિવસે ગુલરનું પાકેલું ફળ લાવીને ઘરના મંદિરમાં, કબાટમાં કે ધનની પેટીમાં, ચોખા દાળમાં રાખી દેવામાં આવે તો ઘરમાં કદી પણ ધનની કમી નહી આવે.

ઓફિસ કે દુકાનમાં લાલ રંગની ચુંદડીમાં આ વૃક્ષનું એક ફળ બાંધીને રાખવાથી કાર્યમાં પ્રગતિ થાય છે, નફામાં વૃઘ્ધિ થાય છે અને ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થાય છે. ઘરમાં જો આ વૃક્ષના ફળને ચૂંદડીમાં બાંધીને રાખવામાં આવે તો ઘર અન્ન ધનથી હંમેશા ભરાયેલું રહે છે. કારણ કે આ વૃક્ષની ભગવાન નરસિંહના આશીર્વાદ છે કે તે દરેક લોકોની દરિદ્રતા અને ગરીબી દૂર કરશે. આ પ્રયોગ અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *