મિત્રો, આમ જોવા જઈએ તો વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે પરંતુ આ વૃક્ષોનું ખોટી જગ્યાએ હોવું અને વૃક્ષભેદ કહેવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર ઉપર વૃક્ષ હોવુ વૃક્ષ ભેદ ઉત્પન્ન કરે છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર અમુક પ્રકારના વૃક્ષ હોવાથી ઘરના વ્યક્તિઓને ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેવી જ રીતે મુખ્ય દ્વારની સામે કુવો,થાંભલો ,મંદિર હોય તો તે દ્વાર માટે શુભ માનવામાં નથી આવતું.
સૌથી મહત્વની વાત એ ઘરના સામે પલાશનું ઝાડ હોય તો ઘરનો માલિક સદાય પરાજિત થાય છે. જો પ્રવેશદ્વારની સામે આંબલીનું વૃક્ષ હોય તો ઘરના સદસ્યનું અકાળ મૃત્યુ થઇ શકે છે. ઘરની સામે રહેલું પીપળાનું વૃક્ષ પણ ભૂતપ્રેતની પીડા ઉત્પન્ન કરે છે. એટલે ઘરના મુખ્ય દ્વારની સામે પીપળાનું વૃક્ષ કદી પણ ન હોવું જોઈએ. ઘરની છત પર જો કોઈ વૃક્ષ નો પડછાયો પડતો હોય તો તે ઘર પર નિંદ્રા દેવી નુ શાસન આવે છે. ઘરમાં તમોગુણ , અસ્થિ પીડા અને પિત્તનું કષ્ટ, સંધિવા જેવી ભયંકર બીમારીઓ ઘર કરી જાય છે.
આંગણામાં રહેલા દૂધવાળા વૃક્ષો ઘરનો નાશ કરે છે. કેળા,બદામ,ખજૂર, આંબો,દ્રાક્ષ વગેરે વૃક્ષો પણ ઘરના આંગણામાં વાવવા જોઇએ . પીપળાનું અને ચંદનનું વૃક્ષ આંગણામાં લગાવી શકાય છે પરંતુ પ્રવેશ દ્વારની સામે ન હોવું જોઈએ. તુલસીનો છોડ ઘરની પ્રવેશદ્વારમાં અવશ્ય હોવો જોઈએ. વડનું વૃક્ષ પણ ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે ન હોવું જોઈએ કારણ કે તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે જેથી ઘરને નુકસાન થઈ શકે છે.
ઘરના મુખ્ય દ્વારની સામે આ બધી ચીજ-વસ્તુઓ અવરોધનું કામ કરે છે આપણા વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વારની સામે આ બધી વસ્તુઓ હોવી અયોગ્ય માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વારની સામે જમીનમાં દાટેલો ખીલ્લો પણ અશુભ માનવામાં આવે છે. વિદ્યુત કે ટેલિફોનના થાંભલાનું ઘરના મુખ્ય દ્વારની સામે ન હોવા જોઈએ તેનાથી ઘણા બધા પ્રકારના રોગોનો સામનો કરવો પડી શકે છે. મિત્રો ઘરના પ્રવેશદ્વારની સામે આ બધા પ્રકારના વૃક્ષો અને આ ચીજ વસ્તુઓ કદી પણ ન હોવી જોઈએ.