ઘરના મંદિરમાં આ 3 વસ્તુઓ રાખવી હોય છે અશુભ, પરિવારનો વિનાશ કરી દે છે.

Astrology

મિત્રો, દરેક મનુષ્ય પોતાના ઘરમાં એક નાનકડું મંદિર અવશ્ય બનાવે છે. જેમાં રહેલા ભગવાનની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે. આપણા શાસ્ત્રો મુજબ આપણા ઘરના મંદિરમાં કેટલીક ચીજવસ્તુઓ રાખવી ખૂબ જ શુભ હોય છે તો કેટલીક વસ્તુઓ આપણા પરિવાર માટે ખૂબ જ અશુભ સાબિત થાય છે. આવી ચીજવસ્તુઓ ઘરના મંદિરમાં રાખવાથી પરિવારમાં લડાઈ-ઝઘડા,કલેશ અને નુકસાન જ નુકસાન થાય છે. આજે આપણે એ ચીજવસ્તુઓ વિશે જાણીશું જે આપણા મંદિરમાં હોય તો તેને તરત જ હટાવી દેવી જોઈએ.

આપણા ઘરના મંદિરમાં ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિઓ ન હોવી જોઈએ. આપણા મંદિરમાં ગણેશજીની મૂર્તિ કદી પણ એક,ત્રણ,પાંચ આવી વિષમ સંખ્યામાં ન હોવી જોઈએ. તમારા મંદિરમાં ગણેશજીની ફક્ત બે મૂર્તિઓ રાખવી જોઈએ તેને શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ ભગવાનનું મુખ ઘરની અંદરની દિશા તરફ હોય તેવી રીતે લગાવવી જોઈએ. ઘણા લોકો દરવાજા પર ગણેશજીની તસવીર લગાવતા હોય છે પરંતુ તેમનું મુખ બહારની બાજુ રાખેલું હોય છે જે ખૂબ જ અશુભ છે. બીજી વસ્તુ તૂટેલા ચોખા છે. ઘરના મંદિરમાં કદી પણ તૂટેલા ચોખા ન રાખો.

તેની સાથે જૂના ચડાવેલા ફુલ વધારે સમય સુધી ન રાખો. તે નકારાત્મક ઊર્જા ફેલાવે છે. એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે મંદિરમાં ચઢાવવાના ચોખાનો ઉપયોગ હળદરમાં પલાળ્યા બાદ જ કરવો જોઈએ. તેનુ ખૂબ જ શુભ પરિણામ મળે છે. ત્રીજી વસ્તુ પૂર્વજોના ફોટા છે.જો તમારા ઘરના મંદિરમાં તમે પૂર્વજોના ફોટા રાખેલા છે તો તેને તરત જ હટાવી દેવા જોઇએ. કારણકે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં મૃત પરિજનોના ફોટા રાખવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મૃત પૂર્વજો પૂજનીય તથા સન્માનનીય છે પરંતુ તેમનું સ્થાન દેવતાઓ બરાબર નથી. મૃત પરિજનોના ફોટા મંદિરમાં રાખવાથી મંદિરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને તેના અશુભ પરિણામ આપણે ભોગવવા પડે છે.

કેટલાક લોકો સાધુ-સંતોની મૂર્તિઓ અથવા સાધુ સંતોના ફોટા પણ મંદિરમાં રાખે છે પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ સાધુ-સંત માનતા હોય તો તેમની તસવીર દિવાલ ઉપર લગાવી શકો છો પરંતુ મંદિરમાં ભૂલથી પણ ન મૂકો. ઘરના મંદિરમાં ભૈરવજી ,શનિદેવ અને કાળી માતાની મૂર્તિ પણ કદી રાખવી ન જોઇએ. આપણા ઘરનું મંદિર ઘરનું સૌથી પવિત્ર તથા મહત્વનું સ્થાન છે જ્યાં આપણા ઇષ્ટદેવ ભગવાન બિરાજમાન હોય છે જેથી ઘરના મંદિર બાબતે આ કેટલીક બાબતો આપણે અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *