કળિયુગમાં મારી આ વાત અવશ્ય યાદ રાખજો.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ સંસાર જરૂરતના નિયમ પર ચાલે છે. ઠંડીમાં જે સુરજની રાહ જોવામાં આવે છે તેજ સુરજનો ઉનાળામાં ગરમીમાં તિરસ્કાર પણ થાય છે એટલા માટે જીવનમાં તમને કોઈ સારું ખરાબ કહે તો નિરાશ થતા નહીં કારણકે આ દુનિયા જરૂરિયાત મુજબ તમારી કિંમત પણ બદલી નાખે છે. એક વાત યાદ રાખજો કે તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂરત હશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે માણસે કળિયુગમાં જીવતા શીખવું પડશે કારણ કે કળયુગમાં સંબંધો એક રમત બની જશે અને સ્વાર્થ વગર કોઈ પણ સંબંધ ટકશે નહીં. સવારે એકબીજા સાથે જિંદગીભરનો સંબંધ નિભાવવાની સોગંદ લેવાવાળા પણ સાંજ સુધી એકબીજાના લોહીના તરસ્યા બની જાય તો પણ કોઈ આશ્ચર્ય નહીં થાય.

કળિયુગમાં ધર્મ અને ઈશ્વર મજબૂરી કે સંકટના સમયે યાદ આવશે કારણ કે કળિયુગનો ભગવાન ફક્ત પૈસા હશે. સાપ જો ઘરમાં આવી જાય તો લોક દંડા વડે તેને મારી નાખે છે અને એ જ સાપ જો શિવલિંગ ઉપર દેખાઈ જાય તો લોકો હાથ જોડીને દૂધ પીવડાવે છે. લોકો સન્માન તમારું નથી કરતા પરંતુ તમારા સ્થાન અને તમારી સ્થિતિનું કરે છે. સ્થિતિ બદલાતા તમારું સન્માન પણ બદલાય છે એટલા માટે કપરી પરિસ્થિતિમાં તમારું અપમાન થાય તો હેરાન ન હતા તેનો સ્વીકાર કરી લેજો. એક વાત યાદ રાખજો કે આજે લોકો સારા વિચારોને નહીં પરંતુ સારા દેખાવને મહત્વ આપે છે. અને આ યુગમાં ઈજ્જત પૈસાની છે માણસની નહીં.

કળિયુગ ચાલી રહ્યો છે એટલા માટે એ વિચાર તમારા દિલમાંથી કાઢી દો કે કોઈ સ્વાર્થ વગર કોઈ તમારી સાથે સંબંધ રાખશે. આ કળયુગમાં પોતાની પાસે કંઈક એવું બચાવીને રાખો જેનાથી લોકો તમારી સાથે જોડાયેલા રહે. પોતાને ખાલી ન થવા દેતા કારણ કે લોકો ખાલી વસ્તુઓને કચરાના ડબ્બામાં ફેંકી દે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તે મનુષ્ય ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથ જવાનો છે, જે આજે તમારું છે કાલે બીજા કોઈનું થઈ જશે અને પરમ દિવસે બીજા કોઈનુ. તમે જેને પોતાનું સમજી મગન થઈ રહ્યા છો બસ આ પ્રસન્નતા જ તમારા દુઃખોનું કારણ છે. શ્રીકૃષ્ણ કહે છે કે એ વાત સત્ય છે કે ભૂલ માણસને ઘણું બધું શીખવાડે છે પરંતુ એનો મતલબ એ નથી કે મનુષ્ય જિંદગીભર ભૂલો જ કરતો રહે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *