તુલસીના પત્તા તોડતી વખતે આ મંત્ર બોલવાથી લાખ ગણું ફળ મળે છે.

Astrology

મિત્રો, તુલસીના પાન તોડતી વખતે, તુલસીને જળ અર્પણ કરતી સમયે તથા ફૂલ અને બિલ્વપત્ર તોડતી વખતે પણ આપણે વિશેષ મંત્રોનો જાપ કરવો જોઈએ જેનાથી આપણને કોઈપણ પ્રકારનું પાપ લાગતું નથી. અને મંત્ર બોલીને તોડેલા તુલસીના પાન પ્રભુને ચઢાવવાથી પૂજાનુ લાખ ગણું ફળ આપણને મળે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનુ ખૂબ જ મહત્વ છે. પુરાણોમાં પણ તુલસીના છોડને દિવ્ય કહેવામાં આવ્યો છે. તુલસીનો છોડ ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય છે. તુલસીપત્ર વિના ભગવાન કૃષ્ણ કોઈપણ પ્રકારનો ભોગ છે સ્વીકાર નથી કરતા. શ્રીકૃષ્ણ કહે છે જે મનુષ્ય તુલસીને નમસ્કાર કરે છે, તુલસીપત્રનું સેવન કરે છે તે તમામ પ્રકારનાં પાપોમાંથી મુક્ત બની જાય છે. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે જેથી તેની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હજારો અમૃતના ઘડા વડે સ્નાન કરાવવા છતાં શ્રી હરિને એટલી તૃપ્તી નથી થતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચઢાવવાથી પ્રાપ્ત કરે છે. દસ હજાર ગાયોનું દાન માનવને જે ફળ પ્રદાન કરે છે તે જ ફળ તુલસીપત્રના દાનથી મેળવી લેવાય છે. જે વ્યક્તિ મૃત્યુ સમયે મુખમાં તુલસીપત્રનું જળ મેળવે છે તે સંપૂર્ણ પાપોમાંથી મુક્ત થઈને શ્રી હરિના ધામમાં જાય છે. આપણે ઘરમાં નિયમિત ભગવાનની પૂજા-અર્ચના વખતે ફૂલ તથા તુલસીપત્ર ભગવાનને અર્પણ કરીએ છીએ. તુલસીના પત્તા તોડતી વખતે કેટલીક સાવધાની પણ રાખવી જોઈએ કારણ કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે પૂર્ણિમા, અમાવસ્યા, દ્વાદશી, રાત્રિના સમયે, હાથ પગ ધોયા વગર કે સ્નાન કર્યા વગર તુલસીના પત્તા તોડવા પાપ માનવામાં આવે છે. જે હાથ પૂજા કરવા માટે તુલસીના પાન તોડી છે તે હાથ ધન્ય બની જાય છે. તુલસીની મંજરી બધા ફૂલો કરતાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંજરી તોડતી વખતે તેમાં તુલસીના પાન હોવા પણ આવશ્યક છે. પૂજા માટે તુલસીના અગ્રભાગનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી પૂજાનું લાખ ગણું ફળ મળે છે. ફુલ તોડતી વખતે જ્યારે પ્રથમ ફુલ તોડો ત્યારે ‘ઓમ વરુણાય નમઃ’ બીજું ફૂલ તોડો ત્યારે “ૐ વ્યોમાય નમઃ” અને ત્રીજું ફુલ ત્યારે “ૐ પૃથ્વિવ્યૈ નમઃ” ના મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ જ તે ફૂલ ભગવાનને ચઢાવવા જોઈએ.

તુલસીને જળ ચડાવતી વખતે આ મંત્રનો ઉચ્ચારણ કરો.”ૐ હ્રીં ક્લીં ઐં વૃંદાવન્યૈ સ્વાહા. તુલસીપત્ર તોડતી વખતે
“તુલસ્યમૃતજન્માસિ સદા ત્વં કેશવપ્રિયા ।
ચિનોમિ કેશવસ્યાર્થે વરદા ભવ શોભને॥

તુલસીના પાન આ મંત્ર બોલીને તોડવાથી કોઈપણ પ્રકારનું પાપ લાગતું નથી. અને આવું તુલસીપત્ર ભગવાનને ચઢાવવાથી પૂજાનુ લાખ ગણું ફળ મળે છે. બિલ્વપત્ર તોડતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.” અમૃતોભ્દવ! શ્રી વૃક્ષ! મહાદેવ પ્રિયઃ સદા।
ગૃહ્મામામિ તવ પત્રાણિ શિવપૂજાર્થમાદરાત॥
આ મંત્રનો જાપ કરીને બિલ્વપત્ર તોડવા જોઈએ. પરંતુ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ચતુર્થી, અષ્ટમી,નવમી, ચતુર્દશી અને અમાવસ્યા તથા સંક્રાંતિ સમય અને સોમવારે બિલ્વપત્ર ન તોડવા જોઈએ. આ પ્રકારે આપણે બિલ્વપત્ર, તુલસીપત્ર તથા ફુલ તોડતી વખતે આ મંત્રોનો જાપ કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *