આવી સ્ત્રીના ઘરે માતા લક્ષ્મી કદી પણ પ્રવેશ નથી કરતા.

Astrology

મિત્રો, દરેક વ્યક્તિની સુખ સમૃદ્ધિ એવી સ્ત્રી પર નિર્ભર કરે છે જે પોતાના તમામ કર્તવ્ય નિભાવે અને પરિવારના દરેક સભ્યનું ધ્યાન રાખે. કેટલીક એવી બાબતો છે જે સંસારની દરેક સ્ત્રીએ ધ્યાન રાખવી જોઈએ. પ્રાચીનકાળથી જ ઘરની વહુ દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો સ્ત્રી ઈચ્છે તો કોઈપણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે. આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓના એવા કેટલાક કામો વિશે જણાવવામાં આવ્યું છે જેના કારણે ઘરમાં દરિદ્રતા આવે છે અને કેટલીક આદતો એવી પણ હોય છે જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આજે આપણે જાણીશું કે સ્ત્રીઓએ કયા કયા કામો ન કરવા જોઈએ.

જે ઘરની સ્ત્રીઓ સાવરણીને પગથી ઠોકર મારે છે ત્યાં કદી પણ લક્ષ્મીનો વાસ નહીં થાય. આવા ઘરમાં હંમેશા ગરીબી રહેશે. માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘણી સ્ત્રીઓ કડાઈ અને તવા જેવી રસોડાની ચીજ વસ્તુઓ એંઠી રાખીને ચૂલા પર મૂકીને સૂઈ જાય છે તેવા ઘરમાં પણ લક્ષ્મી કદી નથી આવતી અને ગરીબી અને દુઃખનું કારણ બને છે એટલા માટે રાત્રે કદી પણ ચુલા કે સગડી પર એંઠા વાસણો ન રાખવા જોઈએ. જે ઘરની સ્ત્રીઓ દરવાજાને ઠોકર મારીને ખોલે છે કે બંધ કરે છે તેવા ઘરમાંથી પણ ધનની દેવી માતા લક્ષ્મીની નારાજ થઈ જાય છે. જેથી જો તમારા ઘરમાં પણ આવું થાય છે તો તેને તરત રોકી લો. તમારા ઘરની કોઈ સ્ત્રી ઉમરેઠ પર બેસીને ભોજન કરે છે તે ઘરની બરબાદીનું કારણ બને છે.હિન્દુ શાસ્ત્રમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

ઘણીવાર ઘરની સ્ત્રીઓ રાત્રે એંઠા વાસણો મૂકીને જ સૂઇ જાય છે. સ્ત્રીઓની આ ટેવ ગરીબીને આમંત્રણ આપે છે. જોગણી સ્ત્રીઓ આવું કરતી હોય તો તેને તરત જ સમજાવીને રોકી લો. જે ઘરની સ્ત્રીઓ સવાર ની જગ્યાએ સાંજે કે રાત્રે ઘરમાં કચરા પોતું કરે છે તેવા ઘરમાં ગરીબી આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર સાંજના કે રાતના સમયે કદી પણ કચરા પોતું કરવું જોઇએ નહીં. જે ઘરની સ્ત્રીઓએ મોડે સુધી ઊંઘવાની આદત હોય તે ઘર અને પરિવાર માટે અશુભ સાબિત થાય છે. મોડે સુધી ઊંઘવા વાળી સ્ત્રીઓ પોતાના પતિ અને પરિવાર માટે અસફળતાનું કારણ બને છે. જે સ્ત્રીઓ સવારે વહેલા ઊઠીને પોતાના ઘરનું આંગણું સાફ નથી કરતી તેવા ઘરમાં દેવી લક્ષ્મી કદી પણ પ્રવેશ નથી કરતા. ઘરની સ્ત્રીઓએ સવારે ઊઠીને આંગણામાં પાણીનો છંટકાવ કરવો જોઈએ અને ત્યારબાદ આંગણું સાફ કરવું જોઈએ. ત્યારબાદ રંગોળી બનાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું જોઈએ. આ કેટલાક કામો ઘરની સ્ત્રીઓએ ન કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *