શાસ્ત્રોમાં લખ્યું છે, આવી સ્ત્રીના ઘરે માતા લક્ષ્મી કદી પ્રવેશ નથી કરતા.

Uncategorized

મિત્રો,દરેક સ્ત્રી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રાચીનકાળથી જ ઘરની વહુ-દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે જે ઘરમાં સ્ત્રીનું માન-સન્માન જળવાતું હોય તે ઘરમાં માતા લક્ષ્મી અવશ્ય નિવાસ કરતા હોય છે. પરંતુ ઘણીવાર અજાણતા સ્ત્રીઓથી એવી કેટલીક ભુલો થતી હોય છે જેના કારણે સાક્ષાત માતા લક્ષ્મી આવા ઘરમાંથી વિદાય લઈ લે છે. એવી માન્યતા છે કે એક સ્ત્રી ધારે તો કોઈ ઘર ને સ્વર્ગ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે.

સ્ત્રીએ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે પણ એવા કેટલાક કામ છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જે ઘરની સ્ત્રી ઘરની સાવરણીને પગથી ઠોકર મારે છે ત્યાં લક્ષ્મી માતાનો વાસ થતો નથી અને ગરીબી આવે છે. માનવામાં આવી છે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે સ્ત્રી રાત્રે એંઠા વાસણો મૂકીને સૂઈ જાય છે આવા ઘરમાં પણ લક્ષ્મી કદી આવતી નથી.

જે ઘરની સ્ત્રીઓ ઘરના મુખ્ય દરવાજાને ઠોકર મારીને ખોલે છે અને બંધ કરે છે ત્યાંથી પણ ધનની દેવી માતા લક્ષ્મી વિદાય લઈ લે છે. ઘરની કોઇ મહિલા જો ઘરના ઉંબરા પર બેસીને ભોજન કરે છે તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે. જે ઘરની મહિલાઓ સવારને બદલે સાંજના સમયે કે રાત્રે કચરા પોતું કરે છે આવા ઘરમાં ગરીબી પ્રવેશ કરી છે તેથી આવી આદત તરત જ છોડી દેવી જોઈએ.

જો કોઈ ઘરની મહિલાને સવારે મોડા સુધી ઊંઘવાની ટેવ હોય તો એ ઘર અને પરિવાર માટે અશુભ સાબિત થઈ શકે છે. આવી સ્ત્રીઓ પોતાના પતિ અને ઘર પરિવારની અસફળતાનું કારણ બની શકે છે. જે મહિલાઓ સવારે પોતાનું આંગણું સાફ નથી કરતી આવા ઘરમાં પણ દેવી લક્ષ્મી પ્રવેશ કરતી નથી. સવારે જે ઘરમાં સ્વચ્છતા હોય તેમાં ઘરમાં માતા લક્ષ્મી અવશ્ય પ્રવેશ કરે છે. એક મહિલા સાક્ષાત લક્ષ્મીજી માનવામાં આવે છે પરંતુ આપણા શાસ્ત્રો મુજબ મહિલાઓએ આ કેટલીક બાબતો ધ્યાનમાં પણ રાખવી ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *