પત્નીની આ 5 ભુલો પતિને બનાવી દે છે ભિખારી.

Astrology

મિત્રો, એવી માન્યતા છે કે સ્ત્રી ઈચ્છે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને નરક પણ બનાવી શકે છે. કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ઘરની લક્ષ્મી સ્ત્રી હોય છે. જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે ઘર ઘર નથી હોતું. ઘરની સુખ સમૃદ્ધિ સ્ત્રી સાથે જોડાયેલી હોય છે. પરંતુ જાણતા-અજાણતા ઘરની સ્ત્રીઓ માટે ઘણી એવી ભૂલો થઇ જતી હોય છે જેનાથી ઘરમાં સુખ શાંતિ દૂર થઈ જાય છે. તેમની કેટલીક ભૂલોને કારણે ઘરની આર્થિક સ્થિતિ સંકટમાં આવી જાય છે અને ઘરમાં બધું જ અસ્ત-વ્યસ્ત થઇ જાય છે. જેમ પતિના ખરાબ કર્મ પત્નીને ભોગવવા પડે છે તેમ પત્ની જો પોતાના કર્તવ્યો આવે તો તેના ખરાબ ફળ પતીને ભોગવવા પડે છે.

પત્નીની સૌથી પહેલી અને મોટી ભૂલ એ છે કે જો તે સવારે મોડી ઊઠે તો તે ઘરની બરબાદી નું કારણ બની શકે છે. દરેક સ્ત્રીએ સવારે વહેલા ઊઠી જવું જોઈએ. જે સ્ત્રી રાત્રે મોડા સુધી જાગે અને સવારે મોડા સુધી ઊંઘી છે તેવી સ્ત્રીઓ પર માતા લક્ષ્મી નારાજ રહે છે. મોડા ઉઠવા વાળી સ્ત્રીની આર્થિક સ્થિતિ ધીરે ધીરે નબળી પડવા લાગે છે. અને તેનો પતિ કંગાળ બની જાય છે. વારંવાર ગુસ્સો કરવો એ પત્નીની બીજી ભૂલ છે. સ્ત્રી હંમેશા શાંત સ્વભાવ રાખવો જોઈએ. જે સ્ત્રી હંમેશા લોકો સાથે કડવી વાણીમાં વાત કરતી હોય, ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાનું વાતાવરણ રાખતી હોય તેવી સ્ત્રી ના ઘરે માતા લક્ષ્મી કદાપિ વાસ કરતા નથી. સ્ત્રીના આ કર્મનું ફળ ઘન પરિવારના બધા સભ્યોએ ભોગવવું પડે છે. તેના આવા સ્વભાવથી ઘરનું વાતાવરણ નકારાત્મક બને છે જેથી ઘરની સ્ત્રી હંમેશા પ્રેમપૂર્વક વ્યવહાર રાખવો જોઈએ.

જે ઘરમાં સ્ત્રીઓ સાફ-સફાઈ રાખતી નથી તેવા ઘરમાં પણ ધનની દેવી માતા લક્ષ્મી ટકતા નથી. માતા લક્ષ્મીની એવા ઘરમાં જ પ્રવેશ કરી છે જે ઘરમાં સાફ-સફાઈ અને શુદ્ધ વાતાવરણ હોય, ઘણીવાર ભોજન કર્યા બાદ ઘરમાં એંઠા વાસણોનો ઢગલો પડી રહેતો હોય છે ઘરમાં ગંદકી ભરાઈ જાય છે આવા ઘરમાં તો દેવી માતા લક્ષ્મી કદાપિ પ્રવેશ નથી કરતા. આવા ઘરમાં હંમેશા ગરીબી રહે છે. આવી સ્ત્રીનો પતિ ભિખારી બની જાય છે. એટલા માટે ઘરમાં હંમેશા સફાઈ રાખવી જોઈએ અમે ભોજન બાદ વાસણો હંમેશા સ્વચ્છ કરીને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવા જોઈએ.

ઘણીવાર ઘરની સ્ત્રીઓ પોતાની સહેલીઓ અને આડોશી પાડોશીને પોતાના સુહાગની વસ્તુઓ જેમકે મંગળસૂત્ર, બંગડી,પાયલ અને સિંદૂર જેવી વસ્તુઓ આપી દેતી હોય છે. આ બધી વસ્તુ બીજાને આપવી ખૂબ જ અશુભ હોય છે. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈને સામેવાળા વ્યક્તિ ના ઘરે ચાલી જાય છે. ઘરની સ્ત્રીઓએ કદી પણ સાવરણીને પગ વડે લાત મારવી ન જોઈએ. જે ઘરમાં સ્ત્રીઓ સાવરણીને પગ અડાડે છે કે ઠોકર મારે છે ક્યાં કદી પણ માતા લક્ષ્મી નો વાસ નથી હોતો. ઘરમાં આવું કરે છે તે ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે. સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સાવરણી હંમેશા એવી જગ્યા પર રાખો જ્યા કોઈની નજર ન પડે. આ પાંચ ભૂલો કરવાથી ઘરની દરેક સ્ત્રીએ હંમેશા બચવું જોઈએ.જય માં લક્ષ્મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *