જ્યારે બ્રહ્મા કરી રહ્યા હતા સ્ત્રીની રચના ત્યારે બની હતી આ વિચિત્ર ઘટના.

Astrology

મિત્રો, ભગવાનને જ્યારે સ્ત્રીની રચના કરતી વખતે છ દિવસો વીતી ગયા હતા છતાં સ્ત્રીની રચના હજુ અધૂરી હતી. આ જોઈને દેવતાઓએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન સ્ત્રીની રચના કરવામાં તમને આટલો સમય કેમ લાગી રહ્યો છે. ત્યારે ભગવાને જવાબ આપ્યો કે શું તમે તેના બધા ગુણ જોયા છે? આ મારી રચના છે જે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશે. જેથી ભલે ગમે તેવી હશે મારી આ રચના સૌને ખુશ રાખશે. પોતાના પરિવાર અને બાળકોને ખૂબ જ પ્રેમ આપશે. બીમારીમાં પણ કલાકો સુધી કામ કરવાની ક્ષમતા હશે. ભગવાન ની વાતો સાંભળીને દેવદૂત આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાને કહ્યું કે સ્ત્રી મારી સૌથી અદભુત રચના કહેવાશે.

આ સાંભળીને જ્યારે દેવદૂતોએ ભગવાનની આ રચનાને નજીક જઈને હાથ લગાવ્યો અને કહ્યું કે પ્રભુ તમારી આ રચના તો ખૂબ જ નાજુક છે. ત્યારે ભગવાને હસીને કહ્યું કે આ બહારથી નાજુક જરૂર છે પરંતુ અંદરથી એટલી જ મજબૂત છે અર્થાત્ આ કોમળ છે પરંતુ કમજોર નથી. આ સાંભળીને દેવદૂત ભગવાનની આ રચના વિશે વધુ જાણવા માટે ઉત્સુક બની ગયા. દેવદૂતો એ ભગવાન ને પૂછ્યું કે શું સ્ત્રીઓમાં વિચારવાની ક્ષમતા હશે? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે એ વિચારવાની સાથે દરેક સમસ્યાનો સામનો કરવાની પણ ક્ષમતા હશે.

દેવદૂતોએ જ્યારે સ્ત્રીની પાસે જઈને તેના ગાલને હાથ લગાવ્યો હતો ત્યારે તેમણે કંઈક પાણી જેવું મહેસૂસ થયું હતું. તેમણે ભગવાનને પુછ્યું કે હે ભગવાન તેના ગાલ પર આ પાણી જેવું શું છે? ત્યારે ભગવાને કહ્યું કે આ તેના આંસુ છે. અવાજ સાંભળીને દેવદૂત હેરાન થઈ ગયો અને પૂછ્યું આંસુ શાના માટે? ત્યારે ભગવાને કહ્યું કે જ્યારે તે કમજોર પડી જશે ત્યારે તેની બધી જ પીડા આંસુ સાથે વહાવી દેશે અને તે ફરીથી મજબૂત બની જશે. પોતાના દુઃખને ભુલાવવાનો આ તેના પાસે સૌથી સારો રસ્તો હશે અને આ જ તેની તાકાત હશે. ભગવાને કહ્યું કે આ સ્ત્રી રૂપરચના હંમેશા તેના પરિવારની હિંમત બનશે અને દરેક પરિસ્થિતિમાં નિશ્ચય રહીને નિર્ણય કરશે.

દેવદૂતએ ભગવાને કહ્યું કે તમારી આ રચના સંપૂર્ણ છે ત્યારે ભગવાને કહ્યું કે આમાં હજુ એક ઉણપ છે. તેણે તેની ઊણપ એ છે કે તે પોતાનું જ મહત્વ ભૂલી જશે કે તે કેટલીક ખાસ છે. ભગવાનની આ વાત સાંભળીને તમે પણ જાણી ગયા છો કે એક સ્ત્રીમાં આટલા બધા ગુણો કેમ છે કારણ કે તે ભગવાનની ખાસ રચના છે. પછી તે કોઈની મા હોય, બહેન હોય કે પત્ની હોય તેનું દરેક રૂપ પરિપૂર્ણ છે. એટલા માટે જ તમે પણ ભગવાનની બનાવેલી આ રચનાને જાણો અને સ્ત્રીનું સન્માન કરો. આ વાતને દરેક દુનિયાની દરેક સ્ત્રી સુધી પહોંચાડો અને સાચા અર્થમાં તેનું સન્માન કરો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *