ભગવાનની સામે આંસુ કેમ આવે છે?

Astrology

મિત્રો, ભગવાન મંત્રો અને વસ્તુના નહીં પરંતુ ભાવના ભૂખ્યા હોય છે. મનુષ્ય જ્યારે ભાવવિભોર બનીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનની પૂજા કરે છે ત્યારે તેની આત્મા શુદ્ધ બની જાય છે અને તે મનુષ્યની આંખો માંથી આંસુ આવવા લાગે છે. ભગવાનની પૂજાનો મતલબ ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરવાથી નથી થતો પરંતુ પૂજાનો ખરો અર્થ પોતાની જાતને ભગવાન સાથે જોડવાથી મળે છે. પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દેવું એ જ સાચી પૂજા છે. જ્યારે શુદ્ધ મનથી ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે અને ભગવાનનું સ્વરૂપ જ્યારે તમારી બંધ આંખોની સામે આવી જાય છે ત્યારે ભગવાનના આ અદભુત સ્વરૂપને જોઈને ભાવવિભોર બની જવું તે આંખોમાંથી આંસુ આવવાનું એક કારણ હોઇ શકે છે.

બીજું કારણ એ છે કે જો તમે પોતાની જાતને ભગવાન સાથે જોડાયેલા મહેસૂસ કરી રહ્યા છો અથવા કોઈ મુશ્કેલીમાં પોતાના ઇષ્ટદેવને યાદ કરી રહ્યા છો તો એક બાળક જેમ પોતાની માતાને જોઈને રડી પડી છે તેમ આપણે પણ પોતાના ઇષ્ટદેવને જોઈને આંખોમાંથી આંસુ સાથે રડીએ છીએ. એનો અર્થ એ છે કે તમે દરેક સુખ-દુઃખમાં ભગવાનને તમારા સાથી માનો છો અને તમારો આ ભાવ જોઈને ભગવાન પણ તમારી મદદ કરે છે. ભગવાનની પૂજા વખતે આંસુ આવવાના બીજા ઘણા કારણો છે. જ્યારે આપણે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બેસીએ છીએ ત્યારે ભગવાન સાથે આપણું મન ભાવનાઓથી જોડાઈ જાય છે તેવા સમયે આપણી આંખ માંથી આંસુ આવવા લાગે છે. તેનો અર્થ એ થાય છે કે આપણું મન ભગવાન સાથે સંપૂર્ણ શ્રદ્ધાથી જોડાઈ ગયું છે.

ભગવાન સામે આંસુ આવી જવા તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ શુભ સંકેત નો સીધો મતલબ એ થાય છે કે ભગવાન સાથે તમારા મનનું મિલન થઈ ગયું છે અને ભગવાન પર તમારી શ્રદ્ધા હવે અતૂટ બની ગઈ છે. ભગવાન આવા ભક્તોની મદદે અવશ્ય આવે છે. જો ભગવાનની સામે આંસુ આવી જાય તો તેવા ભકતની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણા લોકો ભગવાન પાસે મનોકામના માગવા માટે વિવિધ વસ્તુઓ અર્પણ કરવાનું ભગવાનને કહેતા હોય છે પરંતુ ભગવાન ધન કે કોઈ વસ્તુઓ ના ભૂખ્યા નથી હોતા ભગવાન તમારી શ્રદ્ધા અને ભાવ ના ભૂખ્યા હોય છે. મનમાં લાલચ લઈને ભગવાનની સામે જઇને રડવાથી તેનું કોઈ જ ફળ મળતું નથી. ભગવાન અંતર્યામી હોય છે તેથી ભગવાનને ભૂત, ભવિષ્ય અને વર્તમાન તમામનું જ્ઞાન હોય છે. એટલા માટે જો તમારા મનમાં ભગવાન માટે અતૂટ શ્રદ્ધા હશે અને આ શ્રદ્ધાપૂર્વકના આંસુ જો તમારી આંખમાંથી ભગવાન સામે નીકળી જાય તો ભગવાન અવશ્ય તમારી મનોકામના પૂર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *