મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં દરેક મનુષ્યના મૃત્યુ બાદ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ મિત્રો ગર્ભવતી સ્ત્રીઓની અંતિમ સંસ્કારની વિધિ અલગ હોય છે.મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં દરેક મનુષ્યના મૃત્યુ બાદ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ મિત્રો ગર્ભવતી સ્ત્રીઓની અંતિમ સંસ્કારની વિધિ અલગ હોય છે. જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તેના શરીરમાં એક નહીં પરંતુ બે આત્માઓનો વાસ હોય છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રીનું મૃત્યુ થઈ જાય તો સૌથી પહેલા સ્ત્રી ના પેટ માંથી બાળકને કાઢી લેવું જોઈએ. કારણ કે બની શકે છે સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું હોય પરંતુ સ્ત્રીના પેટમાં બાળક જીવિત હોય. અને જો બાળક પણ મૃત હોય તો તેનો અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવી છે તેના વિશે આપણે જાણીશુ.
ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર જો કોઈ સ્ત્રી ગર્ભવતી મૃત્યુ પામે ત્યારે એક સ્ત્રીના અંતિમ સંસ્કારમાં જે વિધિ કરવામાં આવે છે તે તમામ વિધિપૂર્વક તેનો અંતિમ સંસ્કાર કરવો જોઈએ. કોઈપણ સ્ત્રીના મૃત્યુ પછી શૈયાદાન, વૃષોત્સગાર્દી, પરદાન, મહાદાન અને ગૌદાન વગેરે ક્રિયા કરવી અનિવાર્ય છે. ગરુડ પુરાણમાં એ પણ લખવામાં આવ્યું છે કે જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીના પતિનું મૃત્યુ થાય છે તેવી પરિસ્થિતિમાં તે સ્ત્રીએ સંયમ અને ધૈર્ય રાખવું જોઈએ. નવજાત બાળકનું મૃત્યુ બાદ તેને અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતો પરંતુ તેને દફનાવવામાં આવે છે. બાળકના મોઢામાં તુલસીના પાનની સાથે ચાંદી અને સોનાનો સિક્કો મૂકવામાં આવી છે. પછી તેને સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને પછી યોગ્ય જગ્યાએ દફનાવવામાં આવે છે.
આ વિધિ નવજાત બાળકથી લઈને 27 મહિના સુધીના બાળકોનું મૃત્યુ થાય તો કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને આ ઉંમર પછી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આ ઉંમર પહેલા બાળકોને અગ્નિથી પવિત્ર થવાની કોઈ જરૂર હોતી નથી. આ અવસ્થા પહેલા બાળકો પાપ રહિત હોય છે. 27 મહિના પછી જો કોઈ બાળકનું મૃત્યુ થાય તો તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાનું મૃત્યુ થાય અને તેના ગર્ભમાંથી જ મૃત બાળક નીકળે તો આવા બાળકને ગંગામાં વહાવી દેવાની વાત આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે. ગરુડ પુરાણ અનુસાર ગર્ભમાં જો કોઈ બાળકનું મૃત્યુ થાય તો કોઈપણ પ્રકારની ક્રિયા કરવામાં નથી આવતી પરંતુ વિશેષ રૂપથી દૂધનું દાન કરવામાં આવે છે.
ત્રણ વર્ષ સુધીના બાળકના મૃત્યુ થવા પર પાણીથી ભરેલા ઘડાનું દાન કરવામાં આવે છે અને ખીરનું દાન પણ કરવામાં આવે છે. પાંચ વર્ષની ઉંમર વાળા બાળકનું મૃત્યુ થવા પર ખીર અને ગોળના દસ પિંડદાન કરવાનુ આપણા શાસ્ત્રોમાં સૂચન કરેલું છે. ઉપનયન સંસ્કાર કરેલા પાંચથી દસ વર્ષના બાળકનું મૃત્યુ થાય તો તે ઉંમરના બાળકોની સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ આવા બાળકના મૃત્યુ પર અગિયારમું અને બારમાની વિધિ કરવી જોઈએ. મૃત બાળકના પિતા જીવિત હોય તો તેનુ સપિંડન નથી કરવામાં આવતુ. બારમાના દિવસે ફક્ત તેનું એકોદ્રષ્ટિ શ્રાધ કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ