સાસરીમાં પુરુષોને રહેવાની કેમ મનાઈ છે?

Astrology

મિત્રો, જો તમે એક વિવાહિત પુરુષ છો અને પોતાની સાસરીમાં રહેવાનું વિચારી રહ્યા છો તો આટલું અવશ્ય જાણજો. કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ વિશેષ કાર્ય વખતે તમારી પત્નીના ઘરે એટલે કે સાસરીમાં કેટલાક દિવસો માટે રહેવું જ પડે છે. પરંતુ આમ કરવું તમારા જીવનમાં કેટલુંક પરિવર્તન લાવી શકે છે. તે પરિવર્તન શું છે તેના વિશે આપણે એક કથાના માધ્યમથી સમજીએ. એક ખૂબ મોટા વિદ્વાન હતા, સમગ્ર ગામમાં તેમનું ખૂબ જ નામ હતું પરંતુ તેમના પિતા કદી પણ તેના વખાણ કરતા ન હતા. તેના પિતા હંમેશા તેને એક નાનું બાળક જ સમજતા હતા. આ વાતથી કંટાળીને તેને તેના પિતાને કુહાડીથી કાપી નાખવાનો વિચાર કર્યો. રાત્રે તેના પિતાના રૂમમાં જતા દરવાજા સુધી પહોંચ્યો ત્યારે તેને પોતાની માં નો અવાજ આવ્યો.

માં પિતાને પૂછી રહી હતી કે આપણો પુત્ર વિદ્વાન હોવા છતાં તમે કેમ તેની પ્રશંસા કરતા નથી? પિતા હસતા ચહેરે બોલ્યા, અરે ભાગ્યવાન હું જાણું છું તે ખૂબ જ વિદ્વાન છે પરંતુ હું એવું ઇચ્છતો નથી કે તેના અંદર થોડું પણ આ વાતનું અભિમાન આવી જાય. પરંતુ હા હું તેની પાછળ તેની ખૂબ જ પ્રશંસા કરું છું. આ સાંભળીને તે પિતાના ચરણોમાં પડી ગયો અને માફી માગવા લાગ્યો. અને પોતાની ભૂલ માટે પિતા પાસે સજાની માગણી કરવા લાગ્યો. પહેલા તો પિતાએ તેને સજા આપવાની ના પાડી પણ પુત્રના આગ્રહથી પુત્રને છ મહિના સુધી પોતાની સાસરીમાં રહેવાની સજા આપી. એ જ્ઞાની પુરુષ પોતાની પત્ની સાથે સાસરીમાં રહેવા પહોંચી ગયો.

સાસરીમાં જમાઈને આવેલા જોઈને સૌ ખુશ થઈ ગયા. પહેલા તો એ જ્ઞાની પુરુષ માટે અલગ-અલગ પ્રકારના મિષ્ટાન બનાવવામાં આવ્યા. પરંતુ બીજા દિવસથી પકવાનની સંખ્યામાં ઘટાડો થઈ ગયો. ધીમે ધીમે સમય વીતતો ગયો અને ખાવામાં વાસી રોટલી મળવા લાગી. એટલું જ નહીં પણ તે પુરુષ સાથે સાસરીવાળા ગાયને ચરાવવાનું તથા છાણ ભરાવવા જેવા કામ પણ કરાવવા લાગ્યા. તેની પત્નીને આ બધું પસંદ ન આવ્યુ અને તેના પતિને વાત કરી કે ચાલો આપણે આપણા ઘરે પાછા જઈએ. પરંતુ પિતાના વચનના કારણે તે ઘરે જઈ શક્યો નહીં. એક દિવસ આ વિદ્વાન વ્યક્તિ શ્લોક લખી રહ્યો હતો ત્યારે તેની પત્ની આવી અને બોલી આ શ્લોક લખવાનો કોઈ અર્થ નથી, આ શ્લોકોની કોઈ કિંમત નથી. ત્યારે પતિ બોલ્યો કે મારા શ્લોક ખૂબ જ કીમતી છે. ત્યારે પત્ની તેના શ્લોક લઈને બજારમાં વેચવા ગઈ. પરંતુ બજારમાંથી તે પંડિતના શ્લોક કોઈએ ખરીધ્યા નહીં.

એટલામાં તેની સામે નગરનો રાજા આવ્યો અને આ સ્ત્રીને ગરીબ સમજી આ શ્લોક એક લાખ સ્વર્ણ મુદ્રામાં ખરીદી લીધા. સ્ત્રી પાસે આટલી સ્વર્ણ મુદ્રાઓ જોઈને ઘરે પાછા ફરીથી બધા તે વિદ્વાનની સેવા ચાકરીમાં લાગી ગયા અને છ મહિના પૂરા થતા બંને પતિ-પત્ની પોતાના ઘરે પાછા આવી ગયા. આ કથા પરથી એ સાબિત થાય છે કે આ દુનિયા ધનની સગી છે. અહીંયા કોઈ કોઈનું સન્માન નથી કરતું. આ દુનિયામાં સન્માન થાય છે તો ફક્ત પદ, સંપત્તિ અને તેનાથી થવાવાળા લાભનુ. એટલા માટે જે પતિ એવું સમજે છે કે સાસરીમાં તેમનુ ખૂબ જ આદર સન્માન થઈ રહ્યું છે તો તેમના માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સન્માન પણ થોડા દિવસો માટે જ હોય છે. તે કહાવત તો તમે સાંભળી જ હશે કે દૂરના ઢોલ મધુર લાગે છે. એટલા માટે તમે જેટલી દૂરી બનાવીને રાખશો એટલું જ વધારે સન્માન તમે પ્રાપ્ત કરશો. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *