મિત્રો, કેટલાક લોકો પૂછે છે કે કેવી રીતે અમે ભગવાન સાથે પોતાની જાતને જોડી શકીએ? તેમની ભક્તિ કરીએ? પ્રાર્થના કેવી રીતે કરીએ? તો ભગવાનની ભક્તિ કરવા માટે ઘર છોડવું જરૂરી છે તે પછી આખો દિવસ બેસીને ધ્યાન અને ભજન કરવું જરૂરી છે? ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું છે કે ભક્ત ત્રણ પ્રકારના હોય છે. જેને જિંદગીમાં એકવાર પણ ભગવાનને યાદ કર્યા છે તે પણ ભક્ત છે. જે રોજ યાદ કરે છે તે પણ ભક્ત છે. પરંતુ જે સમગ્ર દિવસ ભગવાનની યાદમાં ડૂબેલા રહે છે તે સૌથી શ્રેષ્ઠ ભક્ત છે. મને તમે આખો દિવસ ભગવાનનો જાપ ન કરો, આખો દિવસ ધ્યાન ન કરો, પાંચ કલાક નહીં, બે કલાક નહીં, એક કલાક નહીં ,ફક્ત પાંચ મિનિટ. ઘરે રાત્રે તમે ઊંઘવા લાગો ત્યારે ફક્ત પાંચ મિનિટ દિલથી પરમાત્માને યાદ કરો, પ્રાર્થના કરો કે ધન્યવાદ છે પ્રભુ કે જે કંઈપણ જિંદગીમાં તમે આપ્યું છે તેના માટે ધન્યવાદ છે તમારો.
અને જ્યારે સવારે ઊઠો ફક્ત પાંચ મિનિટ માટે ભગવાનને દિલથી ધન્યવાદ આપો કે એ પરમાત્મા તમે ફરીથી મને એક નવો દિવસ આપ્યો છે મારી જિંદગીમાં, ફરીથી એક મોકો આપ્યો છે કે હું મારી જિંદગીમાં કંઈક કરી શકું. કેટલી બધી ભૂલો થાય છે આપણાથી જીવનમાં. મે રોજ ગુનાહ કરતા હું, હો રોજ બક્ષ દેતા હૈ, મેં આદત સે મજબૂર હુ ઔર વો રહેમત સે મશહૂર હૈ. હૃદય પૂર્વક પાંચ મિનિટ કરેલી તમારી પ્રાર્થના તમારા અંદર એક નવી શક્તિ ભરી દેશે, તમારા અંદર જીતવાની એક નવી તાકાત આવી જશે. દુઃખો સામે લડવાની તમારામાં એક નવી ઉર્જા આવી જશે.
એકવાર ભગવાને નારદજીએ પૂછયું કે તમારો સૌથી મોટો ભક્ત કોણ છે? નારદજીને થયું કે હું આખો દિવસ નારાયણ નારાયણ કરું છું તો ભગવાનનો મારાથી મોટો ભક્ત કોણ હશે? ભગવાને નારદજીને કહ્યું કે એક ખેડૂત છે જે ધરતી પર રહે છે તે મારો સૌથી મોટો ભક્ત છે. નારદજીની સાંભળીને આશ્ચર્ય થયું કે મારાથી મોટો ભક્ત આ વળી કોણ છે? નારદજી ધરતી પર ગયા અને તે ખેડૂત ની દિનચર્યા જોઇ. તે ખેડૂત સવારે એક માળા ભગવાનના નામની જાપ કરીને પોતાનું કામ કરવા માટે ચાલ્યો જતો હતો, ખેતર માંથી પાછા આવીને રાત્રે ઊંઘતી વખતે ભગવાનના નામની ફરીથી એક માળાનો જાપ કરતો હતો. તે આખો દિવસ કોઈ જપ તપ કરતો ન હતો. ઇમાનદારીથી પોતાનું જીવન જીવતો હતો, પોતાનાં માતા-પિતાની સેવા કરતો હતો, પોતાની પત્ની અને બાળકોનું લાલન પાલન કરતો હતો. નારદજીની આશ્ચર્ય થયું કે આ કેવી રીતે સૌથી મોટો ભક્ત હોઈ શકે છે? તે ફરીથી ભગવાન ની પાસે આવ્યો અને ભગવાન પાસે આવીને તેને બધી જ વાત કહી તે તો ફક્ત એક જ માળા જપે છે અને આખો દિવસ ખેતી કરે છે એ તમારો સૌથી મોટો ભક્ત કેવી રીતે હોઈ શકે છે? ભગવાન બોલ્યા ભલે તે ફક્ત એક જ માળા કરે છે પરંતુ એ એક માળામાં તે એક ક્ષણ પણ દુનિયાનો વિચાર નથી કરતો, દુનિયાની વાતો નથી વિચારતો. તે પોતાના કર્તવ્યોમાં પૂરો છે.
જો આપણે પણ ફક્ત પાંચ મિનિટ માટે ભગવાન હૃદયથી બોલાવીએ તો એ ૫ મિનિટની પ્રાર્થનાની અસર આખો દિવસ આપણા જીવન પર રહેશે. પરંતુ યાદ રાખજો એ પાંચ મિનિટમાં એક સેકન્ડ માટે પણ દુનિયાની વાતોનો વિચાર ન કરતા. તે પૂરી પાંચ મિનિટ પરમાત્માને સમર્પિત કરજો. તમારા અત્યારનું જીવન છે તેને તમે નોટિસ કરી લો અને થોડા દિવસ ફક્ત આ પાંચ મિનિટ ભગવાનને પોતાની જિંદગીની આપી જુઓ પછી તમે પોતે આ વાતનો અનુભવ કરી શકશો, જાણી શકશો કે તમારી જિંદગીમાં કેવુ પરિવર્તન આવ્યું છે. જે શક્તિ, જે ઊર્જા મળશે તેને તમે પોતે અનુભવ કરશો.
અરે આપણી તો એટલી તાકાત પણ નથી કે ખુદથી શ્વાસ પણ લઈ શકીએ, આપણી તાકાત નથી કે ધરતીમાંથી આપણે પોતાના ભોજન માટે અન્ન પેદા કરી શકીએ, આપણે તો ફક્ત બીજ વાવીએ છીએ પરંતુ તેમાં ફળ અને ફૂલ કુદરત અને પરમાત્માની શક્તિ પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં પણ આવી ખુશીઓ ના ફળ પ્રાપ્ત થશે જો એમાં પ્રાર્થનાનું બીજ વાવવામાં આવે તો. પ્રાર્થના કેટલો સમય કરો છો એનાથી વધુ મહત્વ છે કે આપણે કેવી રીતે કરીએ છીએ. ખૂબ જ વધારે બુદ્ધિ નથી જોઈતી, એ પ્રાર્થના કરવા માટે વધારે ભણવું ગણવું પડતું નથી બસ સરળ હૃદય જોઈએ.” ચતુરાઈ ચોપટ કરે જ્ઞાની ગોતા ખાય ઔર ભોલે ભાલે ભક્ત કો તો જલ્દી પ્રભુ મિલ જાયે” તો જો ઈમાનદારીથી જો આ પાંચ મિનિટ પ્રાર્થનાના આપણા જીવનમાં જોડી લઈએ તો વિશ્વાસ રાખજો તમે તમારી જિંદગીને કેટલાય ઘણી વધારે ઉત્તમ પ્રાપ્ત કરશો. તમને એક નવી ઊર્જા પ્રાપ્ત થશે અને તમને લાગશે હા ભગવાન છે મારી સાથે દરેક બાબતમાં. ભગવાને અર્જુનને આ વાત કહી હતી કે જો તું સાચા મનથી મારામાં લાગી જઈશ તું તારી દરેક ચિંતા હું કરીશ. તો ફક્ત પાંચ મીનિટ પરમાત્માને આપશો તો આ પાંચ મિનિટ આપણી જિંદગીમાં ચમત્કાર કરી શકે છે. હર હર મહાદેવ