આ મંત્રની સ્તુતિ મહાદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદ તેમજ યજુર્વેદમાં ભગવાન શંકરની સ્તુતિમાં લખાયેલું છે. આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળા સાથે કરવો જોઈએ. આ મંત્રનો જાઓ કરવાથી તમારી દરેક પ્રકારની સમસ્યા તેમજ રોગ પણ દૂર થાય છે. સાથે જ અકાળ મૃત્યુનો ડર પણ દૂર થઇ જાય છે. તો ચાલો જાણીયે મહામૃત્યુંજય મંત્રના જાપ વિશે.
“ૐ ત્ર્યમ્બકં યજામહે| સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્। ઉર્વારૂકમિવ બન્ધનામ્। મૃત્યો ર્મુક્ષીયમામૃતાત્। આ મંત્રનો અર્થ એમ થાય છે કે અમારા જીવનને સુ-સુગંધીત કરનાર. અમને પોષણ આપનાર હે પરમ પરમાત્મા, હે ત્રિલોચન। અમે સદાને માટે તને ભજતા રહીશું. જે પ્રમાણે પૂર્ણ પરિપક્વ થયેલી કાકડી આપોઆપ તેના વેલાથી છૂટી પડે છે, તેમજ અમરત્ત્વની પ્રાપ્તિ માટે અમને પૂરું આયુષ્ય ભોગવવા દઇને મૃત્યુનાં બંધનમાંથી મુક્ત કરી દો.
મહામૃત્યુંજય મંત્રએ એક શ્લોક છે. તેનું વર્ણન ઋગ્વેદમા કરવામાં આવ્યું છે. ઋગ્વેદમા આ મંત્રને ખુબ જ શક્તિશાળી બતાવવામાં આવ્યો છે. આ મંત્રનો જાપ કરવામાં આવે તો આપણે ભગવાન શિવજી પાસેથી એક સારા તેમજ સ્વાસ્થ્ય જીવનની કામના કરી શકીયે છીએ. વેદોમાં પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈપણ પ્રકારનો રોગ થાય છે અને તે સમયે જો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો તે રોગમાંથી હમેશમાંથી છૂટકારો મળી શકે છે. આ ઉપરાંત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી નાડી દોષ, ગર્ભનાશ, માંગલિક દોષ, કાલસર્પ દોષ, રોગ, દુ:સ્વપ્ન, સંતાનબાધા તેમજ ભૂત-પ્રેત દોષ જેવા ઘણા બધા દોષોનો નાશ થાય છે. તેમજ જો ધનહાનિ થઇ રહી હોય તો આ મંત્રના જાપથી બધું જ દૂર થાય છે.