મિત્રો, આપણે સૌ જાણીએ જ છીએ કે રાવણ એક દાનવ હતો પરંતુ દાનવ હોવાની સાથે તે એક મહાન વિદ્વાન પણ હતો. રાવણ રાવણ સંહિતા નામનો એક ગ્રંથ પણ લખ્યો છે. આ રાવણ સંહિતામાં રાવણે ઘણા મંત્રો લખ્યા છે. રાવણની જ્યોતિષનું પણ ઘણું જ્ઞાન હતું. તંત્ર મંત્ર નો પણ જ્ઞાની હતો. પોતાના તંત્ર મંત્રની તાકાતથી શનિદેવ તથા તમામ ગ્રહોને પોતાના કાબુમાં મેળવી લીધા હતા. દશાનંદ રાવણ એ રાવણ સંહિતામાં એક એવો ચમત્કારિક મંત્રનો ઉલ્લેખ કર્યો છે અને કેટલાક એવા પ્રયોગો પણ લખ્યા છે જેને કરવાથી આપણા જીવનના દુઃખ સમાપ્ત થઈ શકે છે. આ પ્રયોગથી તમને અચાનક એટલા બધા ધનની પ્રાપ્તિ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.
ઘણા લોકોને ખૂબ જ મહેનત કર્યા પછી પણ તેનું યોગ્ય ફળ મળતું નથી અને હંમેશા નિરાશા જ હાથમાં આવે છે. ઘરમાં હંમેશા પૈસાની તંગી જ બની રહે છે. આ મંત્ર બોલવાથી કોઇ પણ સમસ્યા હશે તેનુ તાત્કાલિક નિવારણ થઈ જશે. આ મંત્ર બોલવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અને એટલું બધું ધન પ્રાપ્ત થાય છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આ મંત્રને દરરોજ અગિયાર દિવસ સુધી કે પછી ૨૧ દિવસ સુધી તેનો જાપ કરવાનો છે. જો આટલા દિવસ સુધી તમે તેનો જાપ ન કરી શકો તો ત્રણ દિવસ સુધી પણ તેનો જાપ કરી શકાય છે. પરંતુ જેટલા ઓછા દિવસ નો જાપ કરશો એટલા ઓછા ધનની પ્રાપ્તિ થશે.
“ૐ હ્રીં શ્રીં ક્લીં નમઃ ધ્વઃ ધ્વઃ સ્વાહા”
આ મંત્ર એટલો ચમત્કારિક અને એટલો શક્તિશાળી છે કે તેનો ૧૧ દિવસ જાપ કરવાથી તમારા જીવનમાં અકસ્માતે અઢળક ધનપ્રાપ્તિ થશે. તમારા તમામ દુઃખ અને ધનને લગતી સમસ્યાઓ માત્ર આ 1 મંત્રના જાપથી દૂર થઈ જશે. રાવણ પોતે આ મંત્રનો નિયમિત જાપ કરતો હતો. જેટલો વધારે આ મંત્રનો જાપ કરશો તેટલું વધારે તેનું ફળ મળશે. આ મંત્ર બોલવાથી તમારા જીવનમાં અચાનક જ ધનપ્રાપ્તિ થશે. આ મંત્ર બોલનાર વ્યક્તિની જીવનની તમામ નિર્ધનતા સમાપ્ત થઈ જાય છે. હર હર મહાદેવ.