સ્ત્રી નાની ઉંમરમાં વિધવા કેમ બને છે? જાણો શાસ્ત્રો મુજબ તેનું કારણ.

Astrology

મિત્રો, હિન્દુ પરંપરામાં કોઇપણ સ્ત્રી માટે વિધવા બનવું અભિશાપથી ઓછું નથી. સમાજથી પીડિત આવી સ્ત્રીના મનમાં એ જ પ્રશ્ન આવે છે કે હું જ કેમ? મારો શું વાંક હતો? આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્ત્રીઓ દ્વારા એવા કેટલાક કાર્યો કરવામાં આવી છે જે તેના પતિના મૃત્યુનું કારણ બની શકે છે. ગરુડ પુરાણમાં એવા ત્રણ કર્મો વિશે લખવામાં આવ્યું છે જે એક સ્ત્રીના વિધવા બનવાનું કારણ બને છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે પણ કોઇ વિવાહિત સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથ કે પછી વટસાવિત્રીનું વ્રત કરે છે કે પછી કોઈ એવું વ્રત કરે છે જેનો એક માત્ર ઉદ્દેશ છે પતિનું લાંબું આયુષ્ય હોય. તેને તે વ્રત પૂરી નિષ્ઠાથી કરવું જોઈએ.

ગરુડ પુરાણ અનુસાર જે સ્ત્રી વ્રતના નિયમોનું પાલન નથી કરતી અને વિધિવિધાનનું ઉલ્લંઘન કરે છે કે પછી કોઈ સ્ત્રી વ્રત દરમિયાન ચોરીછૂપીથી ભોજન કે પછી પાણી ગ્રહણ કરી લે છે અને આવું કર્યા પછી પણ પોતાને કરેલા આ કાર્યને આસાનીથી છુપાવી લે છે તો પછી આવી સ્ત્રીના પતિનું આયુષ્ય ઘટવું એ નિશ્ચિત છે. તેનું આ કૃત્ય ભવિષ્યમાં તેના પતિના મૃત્યુનું કારણ બની શકે છે. શાસ્ત્રોમાં તો એ પણ કહેવામાં આવ્યું છે કે વ્રત દરમિયાન જો કોઈ સ્ત્રી ભોજન વિશેના વિચારને પણ પોતાના મનમાં લાગે છે તો તેને આવવાવાળા ઘણા જન્મો સુધી પતિના સુખથી વંચિત રહેવું પડી શકે છે.

હવે આપણે સ્ત્રીઓ દ્વારા થતી બીજી ભૂલ વિશે જાણીશું. જે સ્ત્રી વાત વાત પર પોતાના પતિના ખોટા સોગંદ ખાતી હોય, દરેક વાત ઉપર જૂઠું બોલતી હોય, પતિ માટે અપશબ્દોનો ઉપયોગ કરતી હોય તેવા કૃત્ય ને પણ ગોર પાપ ની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. જેનું ફળ તેના પતિનું અકાલ મૃત્યુ બની શકે છે. ગરુડ પુરાણમાં સાફ લખવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી પોતાના પતિ માટે સંપૂર્ણ નિષ્ઠાથી વ્રત કરે છે પરંતુ બીજી બાજુ પોતાના પતિનું અપમાન કરે છે અને તેના માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે તો તેના દ્વારા કરવામાં આવતા વ્રતનું ફળ નિષ્ક્રિય થઇ જાય છે. આવી સ્ત્રીને હંમેશા માટે પતિના સુખથી વંચિત રહેવું પડે છે.

ગરુડ પુરાણમાં વર્ણિત સ્ત્રી દ્વારા થતી ત્રીજી ભૂલ વિશે જાણીશું. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ સ્ત્રી માંસનું સેવન કરે છે તો તેના પતિ પર નિયમિત રૂપથી કોઈના કોઈ પરેશાની આવતી રહે છે અને આ તેની નાની ભૂલ તેના પતિનું યુવાવસ્થામાં મૃત્યુનું કારણ બની શકે છે. આ ત્રણ ભૂલો કર્યા પછી કોઈ પણ સ્ત્રીને યુવાવસ્થામાં જ પોતાના પતિને ગુમાવવાનો વારો આવી શકે છે. આ ત્રણ ભૂલો શિવાય જો કોઈ સ્ત્રીના દિવસે પોતાનું માથું ધોવે છે તો તેના પતિ અને તેના સંતાન માટે સંકટ ઊભું થઈ શકે છે. તેના સિવાય જે સ્ત્રી મંગળસૂત્ર અને સિંદૂર નથી લગાવતી તેમનું આ કૃત્ય પણ તેમના પતિનો જીવ લઈ શકે છે. એક પતિનું જીવન હંમેશા તેની પત્નીના હાથમાં હોય છે. પત્ની દ્વારા કરવામાં આવતા આવા કૃત્યોથી પતિના આયુષ્યમા ઘટાડો થાય છે. આના સિવાય જો કોઈ સ્ત્રી પોતાના પતિ હોવા છતાં પરપુરુષ સાથે સંબંધ રાખતી હોય તેવી સ્ત્રીના પતિનું પણ યુવાવસ્થામાં મૃત્યુ થાય છે. આ કેટલીક બાબતો એક વિવાહિત સ્ત્રી એ અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *