મૃત્યુ પછી આવા લોકો બને છે ભૂત.

Astrology

મિત્રો, ઘણા લોકો ભૂત-પ્રેતમા વિશ્વાસ કરે છે તો ઘણા લોકો તેને માત્ર એક અંધવિશ્વાસ માને છે. પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, પ્રકાશ હોય છે ત્યાં અંધકાર પણ હોય છે પ્રેમ દેવ છે ત્યાં દાનવનુ અસ્તિત્વ પણ હોય છે. દરરોજ અસંખ્ય લોકોના મૃત્યુ થાય છે પરંતુ તે બધા ભૂત બનતા નથી. મુક્તિ એ જીવનની સચ્ચાઈ છે પરંતુ માણસ મોહ માયામાં એટલો બધો ડૂબી જાય છે કે તેની ઇચ્છાઓ કદી અંત જ નથી આવતો. માણસ પોતાની મોહમાયામાં એટલો બધો ફસાઈ જાય છે કે તેને પોતાના પાપ દેખાતા જ નથી. તેની ઈચ્છા જિંદગીભર પૂરી થતી નથી અને આવો માણસ મૃત્યુ પછી પણ પ્રેત આત્મા બનીને ભટક્યા કરે છે.

આવા માણસને મૃત્યુ પછી પણ શાંતિ મળતી નથી કારણકે જીવતા તેની ઈચ્છાઓ પૂરી કરવા માટે તે એટલો આંધળો બની જાય છે કે તેને જીવતા પણ શાંતિ મળતી નથી અને તેની ઈચ્છાઓ અધૂરી રહેતાં મૃત્યુ પછી પણ તેને શાંતિ મળતી નથી. તેના માટે માણસે પોતાના અંતર મનને તપાસવું પડશે. તેની આ મોહ માયા અને ઈચ્છાઓ ના કારણે તેને મુક્તિ મળતી નથી. તેને આત્મા અને પરમાત્માને સમજવું પડશે. આત્માને મનુષ્યનો અવતાર એટલા માટે જ મળે છે કે તે મુક્તિ મેળવી શકે અને મોક્ષ પ્રાપ્ત કરી શકે જેથી તેને જીવન-મરણના આ ચક્ર માંથી છુટકારો મળે. પરંતુ કેટલાક માણસો મોહ માયામાં અને લોભમાં એટલા બધા પાપ કર્મ કરી બેસે છે કે તેઓ માણસ તરીકે અવતાર લેવાનો પોતાનો ઉદ્દેશ જ ભૂલી બેસે છે અને પોતાની ઈચ્છાઓ પૂરી ન થતા ભૂત પ્રેત બની મૃત્યુ પછી પણ ભટક્યા કરે છે.

આત્માઓ બે પ્રકારની હોય છે. સારી આત્મા અને ખરાબ આત્મા. જે લોકો ભૂખ અને તરસથી મારે છે, શારીરિક સુખથી વંચિત રહીને મૃત્યુ પામે છે, ગુસ્સો, લોભ ,વાસના જેવી ભાવનાઓને લઈને મૃત્યુ પામે છે તે માણસ નિશ્ચિત પણે ભૂત બનીને ભટકે જાય છે. મૃત્યુ પછી આવા ભૂત શાંતિ મેળવવા માટે તથા પોતાની વાસનાઓ પૂરી કરવા માટે ઘણા માણસોને પરેશાન પણ કરે છે. ઘણા લોકો નાની ઉંમરમાં પોતાના સંતાનો કે પરિવારજનોને છોડીને મૃત્યુ પામે છે તેમનો જીવ પણ પોતાના સંતાનો તે પરિવારના સભ્યોમાં અટકેલો રહે છે જેથી તેમને મુક્તિ મળતી નથી અને તેઓ પણ ભૂત બને છે પરંતુ તેઓ કોઈ માણસો કે પરિવારના સભ્યોને હેરાન કરતા નથી. આવા ભૂત પોતાના સંતાનો અને પરિવારજનોને પોતાની મોજૂદગીનો અહેસાસ કરાવવા માગતા હોય છે.

લોભી માણસો પોતાની ઈચ્છાઓ પૂરી ન થતા ભૂત બને છે અને આવા ભૂત હંમેશા મૃત્યુ પછી પણ પોતાનો પુરો કરવા માટે માણસોને હેરાન કરતા હોય છે. આવા ભૂત માણસના શરીરમાં પ્રવેશ કરીને પોતાની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. અને આવા ખરાબ લોકો જ્યારે મૃત્યુ પછી ભૂત બને છે ત્યારે કોઈપણ માણસના શરીરમાં પ્રવેશ કરીને તેમના દ્વારા મૃત્યુ બાદ પણ ખરાબ કર્મો કરે છે. જ્યારે સારી આત્માઓ ફક્ત સારા માણસો માં પ્રવેશ કરે છે. અને આ સારી આત્માઓ તે માણસને કોઈપણ પ્રકારનું નુકશાન નથી પહોંચાડતી. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *