જો તમારા દાંત વચ્ચે જગ્યા છે તો એકવાર અવશ્ય વાંચો.

Astrology

મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણા શરીર પરના ચિહ્નો દ્વારા મનુષ્યનું ભવિષ્ય તથા તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. આપણા હિન્દુ ધર્મમાં શુભ અશુભ અને શુકન-અપશુકનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આપણું જ્યોતિષશાસ્ત્ર એટલું સમૃદ્ધ છે જેમાં દરેક વસ્તુ પાછળના અર્થ ને વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. આપણી આસપાસ જેટલી પણ ઘટનાઓ બને છે તેનો સંબંધ આપણા નજીકના ભવિષ્ય સાથે અવશ્ય જોડાયેલો હોઈ શકે છે. આપણા શરીર પરના ઘણા ચિહ્નો અને તલનો કઈક ના કઈક અર્થ થતો હોય છે. ભગવાને દરેક મનુષ્યની બનાવટ અલગ-અલગ કરેલી છે. રંગ-રૂપ, સ્વભાવ, જીવનશૈલી વગેરે એકબીજાથી જુદી જુદી છે. સામુદ્રિકશાસ્ત્ર આપણી વૈદિક સંસ્કૃતિનો એક હિસ્સો છે. જેમાં આપણા શરીર પરના ચિહ્નો અને અંગોની બનાવટનું અધ્યયન કરીને મનુષ્યનું ભૂત ભવિષ્ય અને વર્તમાન કહેવામાં આવે છે.

આપણા શરીરના કેટલાક નિશાન આપણા માટે શુભ હોય છે અને કેટલાક નિશાન આપણા માટે અશુભ પણ સાબિત થાય છે. જેમ કે ગોળ ચહેરાવાળા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમને સારી નોકરી, સફળતા અને સારો લાઈફ પાર્ટનર પણ મળે છે. મધ્યમ ઊંચાઈ હોવી પણ શુભ માનવામાં આવે છે. અણીદાર નાક અને તેના પર તલનું હોવું પણ શુભ માનવામાં આવે છે. જે લોકોના કાન સામાન્ય લોકો કરતાં થોડાં મોટાં હોય છે તે લોકો પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. મોટા અને પહોળા કપાળ વાળા લોકો પણ જિંદગીમાં ખૂબ જ આગળ વધે છે અને ભાગ્યશાળી હોય છે.

માથામાં ટાલ હોવી સુંદરતાની દૃષ્ટિએ સારું નથી માનવામાં આવતું પરંતુ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો જે માણસને માથામાં ટાલ હોય છે તેઓ વધુ ભાગ્યશાળી માનવામાં આવે છે. કપાળમાં બંને એકદમ વચ્ચે આવેલો તલ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે લોકોના દાંતોના વચ્ચે જગ્યા હોય છે તેઓ સૌથી વધુ સૌભાગ્યશાળી હોય છે, નોકરીમાં સૌથી ઊંચા પદ ઉપર આવા લોકો હોય છે. એ રીતે જ જેમના દાંત થોડા બહાર નીકળેલા હોય છે તેઓ થોડા જિદ્દી અને વધુ બોલવા વાળા લોકો હોય છે પણ ભાગ્યશાળી પણ હોય છે. જેમની હથેળી કોમલ અને લાલ રહેતી હોય અને હથેળીની રેખાઓ સ્પષ્ટ દેખાતી હોય તે વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. લાંબી અને પાતળી આંગળીઓ પણ ભાગ્યની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે. જે સ્ત્રી અથવા પુરૂષોની નાભિ ઉંડી હોય છે તેઓ પણ ભાગ્યશાળી હોય છે. આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ ઈ આ કેટલીક બાબતો થી આપણે ભાગ્યશાળી માણસોની ઓળખ કરી શકીએ છીએ. તમારા શરીર પર આવી કોઈ નિશાની હોય તો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *