નિર્વસ્ત્ર થઈને કદી ના સ્નાન કરે સ્ત્રીઓ, અનર્થ થઇ જશે.

Astrology

મિત્રો, હિન્દુ ધર્મમાં મનુષ્યની જીવનશૈલી વિશે ઘણા નિયમો છે. આ નિયમો આપણને દુર્ભાગ્યથી બચાવે છે. આપણા શાસ્ત્રોમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું નિષેધ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં નિર્વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ કારણકે તમારું આ કૃત્ય તમને પાપના ભાગીદાર બનાવી દે છે. તેના વિશે પદ્મ પુરાણમાં એક કથા પણ લખેલી છે. એકવાર ગોપીઓ પોતાના વસ્ત્રો ઉતારીને નદીમાં સ્નાન કરવા માટે ઉતરે છે ત્યાં નજીકમાં જ એક વૃક્ષ ઉપર ભગવાન કૃષ્ણ આ દ્રશ્ય જોઈ રહ્યા હોય છે.

ગોપીઓ જ્યારે સ્નાન કરવામાં મગ્ન બની ગઈ ત્યારે કૃષ્ણે તેમના વસ્ત્રો સંતાડી દીધા અને સ્વયં વૃક્ષ પર સંતાઈ ગયા. ગોપીઓ જ્યારે સ્નાન કરીને બહાર આવવા લાગી ત્યારે તેમને નદી કિનારે પોતાના વસ્ત્રો શોધવા લાગી. જ્યારે તેમને ક્યાંય પણ વસ્ત્ર ન મળ્યા ત્યારે તેઓ ચિંતિત થઈ ગઈ. ક્યારે ગોપીઓની નજર વૃક્ષ ઉપર સંતાઈને બેસેલા કૃષ્ણ પર પડી. શ્રીકૃષ્ણની જોઈને તે બધી ગોપીઓ ગભરાઈ ગઈ અને કૃષ્ણ અને કહેવા લાગી કે હે કાના અમને ગોપીઓને આ રીતે સ્નાન કરતા જોવામાં અને સહેજ પણ શરમ નથી આવતી? કૃષ્ણએ ગોપીઓ ને ઉત્તર આપ્યો,” મને શરમ કેમ આવે, આ રીતે નિર્વસ્ત્ર થઈને નાં કરવામાં તમને શરમ આવવી જોઈએ. ગોપીઓ કહેવા લાગી કે હે કાના અમારાથી ભૂલ થઈ ગઈ હવે અમને કૃપા કરીને એ કહી દો કે તમે અમારા વસ્ત્રો ક્યાં મુક્યા છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હે કન્યાઓ તમારા વસ્ત્રો આ વૃક્ષ ઉપર જ છે, જો પાછા લેવા હોય તો પાણીમાંથી બહાર નીકળી આવીને લઈ જાઓ. ગોપીઓ બોલી હે કાના અમે તો નિર્વસ્ત્ર છીએ પાણી માંથી બહાર કેવી રીતે આવીએ? ગોપીઓએ કહ્યું કે જ્યારે અમે નદીમાં સ્નાન કરવા માટે આવ્યા ત્યારે અહીં કોઈ હતું નહીં. આ વાત સાંભળીને ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે તમે એવું કેવી રીતે વિચારી લીધું કે અહીં કોઈ હતું નહીં? કારણકે હું તો દરેક ક્ષણ દરેક જગ્યાએ હાજર જ છું. એ સમયે મારા સિવાય અહીં આકાશમાં ઉડતા પક્ષીઓ, અને જમીન ઉપર ચાલવા વાળા જીવજંતુએ પણ તમને નિર્વસ્ત્ર જોયા છે. એટલું જ નહિ પણ જ્યારે તમે નિર્વસ્ત્ર થઈને પાણીમાં ઉતર્યા ત્યારે પાણીમાં મોજુદ જીવોએ પણ તમને નિર્વસ્ત્ર જોયા. જળમાં વિદ્યમાન વરૂણદેવે પણ તમને નિર્વસ્ત્ર જોયા અને સાથે તમારા પૂર્વજોએ પણ તમને આ અવસ્થામાં જોયા છે.

આટલું સમજાવીને ભગવાન શ્રીકૃષ્ણ તેમના વસ્ત્રો પાછા આપી દે છે. પદ્મપુરાણ સિવાય ગરુડ પુરાણમાં પણ નિર્વસ્ત્ર થઈને નહાવાની સખત મનાઈ છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્નાન કરે છે ત્યારે તેના પિતૃઓ તેની આસપાસ જ હોય છે. મિત્રો તમારા કપડાંમાંથી ટપકવા વાળા પાણીને ગ્રહણ કરે છે જેમાંથી તેમની તૃપ્તિ થાય છે. નિર્વસ્ત્ર થઈને નાં કરવામાં તમારા પિતૃઓ અતૃપ્ત રહે છે અને નારાજ થઈ જાય છે. જેથી પિતૃદોષ લાગે છે અને માણસનું તેજ, બળ, ધન ,સુખ બધું જ નષ્ટ થઈ જાય છે એટલા માટે કદી પણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું ન જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *