સવારે ઉઠીને બોલી દો મહાદેવના આ 2 શબ્દો, ગરીબીનો નાશ થઈ જશે.

Astrology

મિત્રો, દેવોના દેવ મહાદેવની શક્તિથી તેમના તમામ ભક્તો તથા સમસ્ત ત્રિલોક પરિચિત જ છે. મહાદેવની કૃપાથી મહાદેવના ભક્તો પણ દુનિયાથી એક કદમ આગળ જ હોય છે. મહાદેવની કૃપાથી ઘરમાં વ્યાપેલી દરિદ્રતાનો નાશ થઈ જાય છે અને તેમની કૃપા આપણું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે. મહાદેવનો આ મંત્ર બોલવા માત્રથી જ તમારા આજુબાજુ રહેલી નકારાત્મક શક્તિઓ નો વિનાશ થઈ જાય છે.

જીવનમાં કોઈ પણ એવી મુશ્કેલી નથી જે મહાદેવજીનું શ્રદ્ધાથી નામ લેવાથી દૂર ન થાય. મહાદેવ ખુદ બ્રહ્માંડના સંરક્ષક, અનાદિ અને અનંત છે. મહાદેવનો વાસ સમસ્ત સંસારના કણ કણ માં થયેલો છે. તેમનો આ 2 મંત્ર બોલવા માત્રથી જ તમારા તમામ અટકેલા કામો પાર પડી જશે અને મહાદેવની કૃપાથી તમામ ખરાબ શક્તિઓ તથા મુશ્કેલીઓ તમારાથી દૂર ભાગી જશે.

‘ૐ નમઃ શિવાય’ આ ખૂબ જ સરળ મંત્ર છે પરંતુ મહા શક્તિશાળી મંત્ર છે.ૐ શબ્દમાં સમસ્ત બ્રહ્માંડ સમાયેલું છે. આ શબ્દના ઉચ્ચારણ માત્રથી બ્રહ્મા, વિષ્ણુ,મહેશ ત્રિદેવનું સ્મરણ થઈ જાય છે. આ મંત્ર જ્યારે ભગવાન શિવ સાથે જોડાઈ જાય છે ત્યારે સમસ્ત સૃષ્ટિની સકારાત્મક ઉર્જાઓની કૃપા તમારા ઉપર બની જાય છે. આ મંત્રનો જાપ કરતી વખતે તમારો મૂકો ઉત્તર દિશામાં હોય તો ખૂબ જ સારું પરિણામ મળે છે.

“ૐ જૂં સઃ”
મહાદેવને પ્રસન્ન કરવા વાળો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી અને અભેદ છે. કોઈપણ પ્રકારની તનાવ ,બીમારી દુર્ઘટનાની,માનસિક કષ્ટ કે હાનિ વગેરે થી બચવા માટે નિયમિત સવારે બે શબ્દોનો મંત્રનો ઉચ્ચારણ કરવું ખૂબ જ જરૂરી છે. આ મંત્ર બોલવા માત્રથી જ મનમાં અપાર શાંતિનો અનુભવ થાય છે. ભગવાન શિવના ભક્તો નિયમિત આ મંત્રનું ઉચ્ચારણ કરતા હોય છે. આ બે શબ્દનો પ્રભાવશાળી મંત્ર મહાદેવની કૃપાથી તમારું જીવન બદલી શકે છે. એકવાર પ્રેમ તથા સંપૂર્ણ શ્રદ્ધાથી અવશ્ય બોલજો, ‘હર હર મહાદેવ’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *