મિત્રો, પેટમાં કે આંતરડામાં ઇન્ફેકશનના કારણે અથવા ખાવામાં કોઈ એવી વાસી ચીજ આવી ગઈ હોય ત્યારે અને ગંદું પાણી પીવાથી કોઈ પણ માણસને જાડા થઈ શકે છે. ઉનાળામાં ગરમીમાં લૂ લાગવાથી પણ ઝાડા થઈ શકે છે. ઝાડા થઈ જવાથી ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. ખૂબ જ વધારે પ્રમાણમાં અને પાતળા ઝાડા થઈ જવાથી ઘણીવાર દવાખાને દાખલ પણ થવું પડે છે. ઘણા લોકો આ બીમારીને ખૂબ જ હળવાશથી લે છે અને ઘણીવાર ઘણા લોકોના મૃત્યુ પણ થઈ જાય છે. આજે આપણે એક એવા ઘરેલું નુસખા વિશે જોઈશું છે સો ટકા અસરદાર છે.
પાતળો ઝાડો ત્યારે ખતરનાક બની જાય છે જ્યારે એક દિવસમાં ૨૦ થી ૩૦ વાર પાણીની જેમ ઝાડો થવા લાગે. ઘણીવાર ઝાડાની સાથે ઉલટી પણ થવા લાગે છે. જો આ સમસ્યા થાય તો તેનો તરત જ આ ઘરેલુ ઉપાય કરવો જોઈએ. તેનો ઇલાજ કરવામાં સહેજ પણ મોડું કરવું જોઈએ નહીં. આજે આપણે એવા પ્રયોગ વિષે જોઈશું જે કરવાથી પાણીની જેમ પાતળા ઝાડા પણ 10 મિનિટમાં જ બંધ થઈ જશે.
એક કપ દૂધમાં અડધું લીંબુ નીચોવીને તરત જ પી જાઓ. યાદ રાખો દૂધમાં લીંબુ નીચોવીને તરત જ પીવાનું છે. કારણકે વધુ સમય પડી રાખશો તો તે ફાટી જશે. આ પીધા પછી પાંચથી દસ મિનિટ માટે સીધા ઊંઘી જાઓ. ફક્ત પાંચથી દસ મિનિટમાં જ પાતળો ઝાડો બંધ થઈ જશે. પાણીની જેમ પાતળો ઝાડો થાય છે ત્યારે શરીરમાંથી ખૂબ જ વધારે પાણી નીકળી જાય છે જેના કારણે ડીહાઇડ્રેશન થઈ જાય છે. ડીહાઇડ્રેશનને દૂર કરવા માટે જ્યારે પણ તમને પાતળો ઝાડો થાય ત્યારે ઝાડા કર્યાની તરત પછી થોડું પાણી લઈ તેમાં એક ચમચી ખાંડ અને એક ચપટી મીઠું નાખીને બરાબર હલાવી તેને પી જાવ. આમ કરવાથી શરીરમાં કમજોરી નહીં આવે.
દિવસ દરમિયાન તમને જો પાતળો ઝાડો થઈ જાય તો તેને તમે સહન કરી શકો છો પરંતુ રાત્રે જો આ સમસ્યા થાય તો ખૂબ જ હેરાનગતિ સહન કરવી પડતી હોય છે. આ પ્રયોગ કરીને તમે આ હેરાનગતિ માંથી તરત જ છુટકારો મેળવી શકો છો. ઝાડાની સમસ્યામાંથી ખૂબ જ જલ્દી છુટકારો તમારી નાભિ પર ડુંગળીનો રસ લગાડવાથી પણ મળે છે. પેટના દુખાવામાં પણ રાહત મળશે અને ઉંઘ પણ સારી આવશે.