કાગડો આપે છે ધન અને મૃત્યુનો આ રીતે સંકેત, જો ધ્યાન આપવામાં આવે તો મળશે ખજાનો.

Astrology

મિત્રો, આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કાગડાને તેના અવાજના કારણે અશુભ પક્ષી માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ કાગડાને યમદૂત કહેવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે કાગડો યમલોક જઈને યમરાજને પૃથ્વીવાસીઓ વિશે યમરાજની સૂચિત કરે છે. વળી સુકુન શાસ્ત્ર અનુસાર કાગડાને મનુષ્યનું દૂત બતાવવામાં આવ્યો છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાગડો યમરાજને સાથે સાથે માણસોને પણ શુભ અને અશુભ સંકેતો આપે છે. ઈશ્વરે જે મનુષ્યને કુશાગ્ર બુદ્ધિ આપી છે તેમ ઈશ્વરે કાગડાને એવી દૈવી શક્તિ આપેલી છે જેથી તેઓ ભવિષ્યની કોઇ પણ ઘટનાની પહેલેથી જ ઓળખી લે છે. શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે કે આપણા પૂર્વજો કાગડા દ્વારા આપણાથી સંપર્ક કરે છે અને ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓથી આપણને સૂચિત કરે છે.

માનવામાં આવે છે કે કાગડાઓનું ઝુંડ જો તમારા ઘરની છત પર બેસે છે અને આપસમાં લડવા લાગે તો સમજવું કે ઘરના માલિક ઉપર વિપત્તિ આવવાવાની છે. બપોરના સમય પૂર્વ કે ઉત્તર દિશામાં કાગડાનો અવાજ સંભળાય તો સમજવું કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે. ઘરની છત ઉપર આવીને કાગડો દક્ષિણ બાજુ પર રાખીને બોલે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. આ એક મૃત્યુનો સંકેત છે. તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા હોય અને રસ્તામાં કાગડો પાણી પીતો નજર આવે તો સમજવું કે તમને ધનનો લાભ થવાનો છે અને તમે કોઈ કામ માટે જોઈ રહ્યા હોય તો તે કામ તમારું અવશ્ય સફળ થઈ જશે.

જો તમને કોઈ કાગડો મોઢામાં રોટલીનો ટુકડો કે માંસનો ટૂકડો લઈને જોવા મળે તો સમજી લેજો કે તમારી કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થવાની છે. તો કાગડો કોઈ વ્યક્તિના માથા પર આવીને બેસી જાય તો સમજવું કે તે વ્યક્તિના ખરાબ દિવસો શરુ થવાના છે અને એ પણ માનવામાં આવે છે કે તે વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. તમે રસ્તામાં જતા હોય અને કોઈ કાગડો તમારા પગમાં આવીને બેસી જાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. શ્રાધ્ધ પક્ષમાં આપણા પિતૃઓને તૃપ્ત કરવા માટે આપણે કાગડાને ભોજન આપીએ છીએ આપણે એ પ્રથા જ આપણને બતાવે છે કે કાગડો પૃથ્વીલોક અને સ્વર્ગલોકથી જોડાયેલું પક્ષી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *