મહાદેવની પૂજા કરતી વખતે આ 3 બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો.

Astrology

મિત્રો હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓ છે પરંતુ ભગવાન શિવના શ્રદ્ધાળુ ભક્તોની સંખ્યા ખૂબ જ વધુ છે. ભગવાન શિવની મૂર્તિ કે ફોટો ઘરમાં રાખવાથી ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકતી નથી. પરંતુ ભગવાન શિવજીની મૂર્તિ કે ફોટો ઘરમાં રાખવાના કેટલાક નિયમો પણ છે. ભગવાન શિવજીની મૂર્તિ કે ફોટો ઘરમાં સ્થાપિત કરતી વખતે કેટલીક બાબતોનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે.

ખોટી રીતે સ્થાપિત કરેલ ભગવાનની મૂર્તિ કે ફોટો જીવનમાં પરેશાનીઓનું કારણ બની શકે છે. શંકર ભગવાનની ક્રોધની મુદ્રાવાળી મૂર્તિ કે ફોટો કદી પણ આપણા ઘરમાં લગાવવી જોઈએ નહીં. ભગવાન શિવની આ મૂર્તિ કે ફોટો એ વિનાશનું પ્રતીક છે. જ્યાં ભગવાન શિવજીની ફોટો લગાવેલી હોય તે જગ્યા એકદમ સ્વચ્છ અને સાફ હોવી જોઈએ. જો આ જગ્યા અસ્વચ્છ હોય તો ઘરમાં દોષ વધી શકે છે અને ધનહાનિ થઈ શકે છે.

જે તસવીર કે મૂર્તિમાં ભગવાન શિવ માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેય સાથે હોય તે મૂર્તિ કે તસવીર ઘરમાં લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ઝઘડા થતા નથી અને ઘરના બાળકો આજ્ઞાકારી બને છે. ભગવાન શિવજીનું નિવાસસ્થાન કૈલાશ ઉત્તર દિશામાં છે તેથી ભગવાન શિવજીની ફોટો કે મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરવી જોઈએ. ઉત્તર દિશામાં ભગવાન શિવજીની મૂર્તિ એવી રીતે લગાવવી જોઈએ કે ઘરમાં આવવા જવાવાળા લોકો ભગવાન શિવના સરળતાથી દર્શન કરી શકીએ.

ભગવાન શિવજીની નંદી પર બિરાજમાન હોય તેવી તે ધ્યાન મુદ્રામાં હોય તેવી મૂર્તિ કે ફોટો ઘરમાં શાંતિ લાવે છે અને ઘરના બાળકોમાં એકાગ્રતા પણ વધે છે. તારા દાંપત્યજીવન માટે પણ ઘરમાં શિવજીનો સહ પરિવાર સાથેનો ફોટો લગાવવો જોઈએ. ભગવાન શિવની ઉભી મુદ્રા વાડી મૂર્તિ કે ફોટો ઘર કે ઓફિસમાં કદી પણ ન લગાવવો જોઈએ. ઘરમાં નટરાજની મૂર્તિ પણ ભૂલથી પણ ન લગાવવી જોઈએ. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *