જો તમને પણ સપનામાં આવે છે કે તમે કુવામાં પડી ગયા, શું મતલબ છે આવા સપનાનો? જાણો.

Astrology

 

મનુષ્યને જે પણ સપના આવતા હોય છે તેની પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે. દરેક સપનાનો કોઈકને કોઈક અર્થ હોય છે. જો તમને સ્વપ્ન આવે છે કે તમે કુવામાં પડી રહ્યા ચો કે પડી ગયા છો તો એની ચિંતા કરવી જોઈએ કે ના કરવી જોઈએ તે આ લેખમાં જણાવવામાં આવ્યું છે. આ માટે જે તે વ્યક્તિએ સમજવું જોઈએ કે પોતાના વાસ્તવિક જીવનમાં જો કૂવામાં પાડીયે તો તેનો મતલબ શું છે?

કૂવો એ ઊંડો તેમજ અત્યંત અંધકારમય હોય છે, સાથે જ તે ભૂગર્ભ જળાશય છે કે જે પૃથ્વીની ઊંડાઈમાં રહેલા પાણીને ખેંચે છે. અમુક કુવાઓમાં ઉપર ચઢવા માટે પગથિયાં આપેલા હોય છે. જેથી જો કોઈ વ્યક્તિ કૂવામાં પડી જાય તો તે પોતાનો બચાવ કરી શકે. આ સિવાય જો કોઈ વ્યક્તિ કુવામાં પડી જાય છે ત્યારબાદ તે મદદ માટે કોઈને બોલાવેએ છે. પણ તે ઊંડાણમાં હોવાથી કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી. અને તેને તેમાંથી નીકળવાનું મુશ્કેલ લાગે છે. તેથી જ આવું સપનું આવવું તે કોઈ સારી કે સુખદ ઘટના તો નથી જ.

કૂવામાં પડી જવાનું સ્વપ્ન આવવું તેના ઘણો સંબંધ ઘણી બધી વસ્તુઓ સાથે છે. તેનો મતલબ એ પણ થઇ શકે છે કે તમે કોઈ મોટી સફળતાની સ્થિતિમાંથી નીચે પડી ગયા છો અથવા એમ પણ મતલબ થાય છે કે તમે ભાવનાત્મક રીતે સ્થિત નથી ઉપરાંત તમને કાળજી અથવા ધ્યાન આપવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *