શ્રીકૃષ્ણ કહે છે, આ 7 સંકેતો બતાવે છે ઈશ્વર તમારાથી નારાજ છે.

Astrology

મિત્રો, આપણા જીવનમાં બદલાવ આવ્યા કરે છે. સુખ અને દુઃખ આપણા જીવનના બદલાવની કડી છે. સુખનું સ્થાન દુઃખ અને દુઃખનું સ્થાન સુખ લે છે. અને જીવનમાં સુખ દુઃખનું આ ચક્ર ચાલ્યા કરે છે. આ ચક્રને જ આપણું ભાગ્ય કહે છે. આપણા ભાગ્યની ડોર ભગવાનના હાથમાં હોય છે. જીવનમાં કેટલીક વ્યક્તિઓને અન્ય વ્યક્તિઓ કરતાં વધુ દુઃખ અને પરેશાનીઓ મળતી હોય છે. પરંતુ ઈશ્વર પરેશાનીઓ સાથે તેની સામે લડવાની શક્તિ પણ તે વ્યક્તિને સૌથી વધારે આપે છે. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે કેટલાક એવા સંકેતો છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે ઈશ્વર આપણાથી નારાજ છે.

જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ અને એમાં ગમે તેટલી મહેનત કરીએ છતાં આપણને તે કામમાં અસફળતા મળે છે પરંતુ આવા સમયે આપણે ધીરજ ગુમાવી જોઈએ નહીં, ઈશ્વર આપણી પાસે તેના કરતાં પણ વધુ સારું કાર્ય કરાવવા માગતા હોય છે. ઈશ્વર દ્વારા મળતો બીજો સંકેત એ છે કે લગાતાર મળતી અસફળતાઓ ના કારણે ઘણા લોકો તમારો સાથ છોડી દેશે, ઘણીવાર મિત્રો અને સગા-સંબંધીઓ પણ આપણો સાથ છોડી દે છે એ વખતે આપણને એવું લાગે છે કે ઈશ્વરે પણ આપણો હાથ છોડી દીધો છે પરંતુ મિત્રો આવા સમયે ઈશ્વર આપણને એકલા રાખીને આપણી ભૂલોને યાદ કરાવે છે આજે રાખો જેથી આપણે તે ભૂલો સુધારીને સફળતા પ્રાપ્ત કરી શકીએ.

ઈશ્વર દ્વારા મળતો સંકેત એ છે કે એવો પણ કોઈ સમય આવે કે જ્યારે ઈશ્વર તમને ખૂબ જ દુઃખ અને તકલીફો આપશે જેથી તમારું જીવન અત્યંત કષ્ટમય બની જશે, લોકો તમારી ઉપેક્ષા અને નિંદા કરવા લાગશે જેથી તે માણસ અંદરથી તૂટી જાય છે. પરંતુ મિત્રો ઈશ્વર દ્વારા લેવાતી તે આપણી કસોટી છે. કોઈ પણ સફળ માણસ ઈશ્વર પહેલાદ પરીક્ષા અવશ્ય લે છે. દરેક સફર મનુષ્યને તકલીફોનો સામનો અવશ્ય કરવો પડ્યો છે ત્યારબાદ જ તે સફળ થયા છે. જેથી ઈશ્વરની આ પરીક્ષામાં ધીરજ રાખીને સત્કાર્યો કરતા રહેવું જોઈએ.

આ મુશ્કેલીઓનો સામનો કરીને ધીરે-ધીરે તમે શાંતિનો અનુભવ કરવા લાગશો, સકારાત્મક વિચારોનું પરિણામ તે થશે કે તમે દરેક પરિસ્થિતિને સારી રીતે સમજવા લાગશો અને તમે એ જાણી જશો કે ઈશ્વરે જે પણ કંઈ કર્યું છે તેનું પરિણામ ખૂબ જ સારું મળશે. વ્યક્તિમાં સકારાત્મકતા આવવાથી તે દુનિયા અને દુનિયાદારીને સારી રીતે સમજવા લાગે છે. લોકોની નિંદા હાસ્ય અને વાતોથી હવે તમને કોઈ જ ફરક નહીં પડે.

ઈશ્વર દ્વારા મળતો બીજો સંકેત એ છે કે ઈશ્વર દ્વારા લેવામાં આવેલી આ કઠિન પરીક્ષાઓમા સફળ થઈને તમે એ બધું જ મેળવી લેશો જેની તમે કલ્પના કરી હતી. આ સમય તમારી સમજદારી નો સમય હશે કારણકે કઠિનાઈ ઓ વેઠીને સફળતા મેળવવાનો માણસ કોઈક વાર અભિમાની થઈ જાય છે અથવા તો લાપરવાહ બની જાય છે. આવી પરિસ્થિતિમાં તમારી સમજદારીથી કામ લેવું પડશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જેને ઈશ્વરના આ સંકેતોને સમજી પોતાના જીવનમાં સદ્માર્ગે કામ કર્યા છે તેનો સાથ ઈશ્વર સદાય આપે છે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *