મનુષ્યનું ભાગ્ય પહેલેથી જ લખાયેલું હોય છે?

Astrology

મિત્રો, મહાભારત યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ મનુષ્યને જીવનનો સાચો અર્થ અને મોક્ષ પ્રાપ્તિના માર્ગ વિશે વિસ્તૃતમાં અર્જુનને સમજ આપી હતી. ભગવદ્ ગીતામાં જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન મળી રહે છે .જીવનમાં કોઈ એવી મુશ્કેલી નથી જેમાંથી બહાર નીકળવાનો માર્ગ ભગવદ્ ગીતામાં ન હોય .અર્જુનને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે,” હે કેશવ તમારા કહ્યા અનુસાર જો ફળ ભાગ્યમાં લખ્યું હોય એ જ મળે છે તો પછી કોઈપણ પ્રાણીને કર્મ કરવાની શું જરૂર છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જવાબ આપે છે કે,” કર્મ કરવાની આવશ્યકતા શું છે એ જાણ્યા પહેલા એ જાણવું જરૂરી છે કે પ્રારબ્ધ એટલે કે ભાગ્ય શું છે? ભાગ્ય કેવી રીતે બને છે?

ત્યારે અર્જુન કહે છે કે,” હે કેશવ જે ભગવાનની ઇચ્છા હોય એ જ આપણું ભાગ્ય હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન એવું નથી તે સત્ય નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હું કોઈનું પ્રારબ્ધ નથી બનાવતો કે કોઈનું ભાગ્ય નથી લખતો. હું કોઈ પ્રાણીના કર્મ કે કર્મ ફળ માં દખલ પણ કરતો નથી. એટલા માટે કોઈ પણ પ્રાણીનું ભાગ્ય બનાવવામાં મારો કોઈ હાથ નથી હોતો. આ સાંભળીને અર્જુન ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેને ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું તો પછી સમસ્ત પ્રાણીઓનું પ્રારબ્ધ એટલે કે ભાગ્ય કોણ બનાવે છે?

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે પ્રાણીઓના પોતાના કર્મ જ તેનું ભાગ્ય નિશ્ચિત કરે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે પ્રાણી જેવા કર્મ કરશે તેનું તેવું જ ફળ મેળવશે. સારા કર્મ કરશે તો સારું ફળ મળશે અને ખરાબ કર્મ કરશે તો તેનું ફળ પણ ખરાબ જ મળશે. આ જ જે પ્રાણીઓના સારા અને ખરાબ કર્મોના સારા અને ખરાબ ફળનો હિસાબ છે તેને જ ભાગ્ય કહે છે. પોતાના પુણ્ય કર્મોનું ફળ સ્વરૂપે પ્રાણી સુખ મેળવે છે અને પોતાના પાપ કર્મોના ફળ સ્વરૂપે પ્રાણી દુઃખ ભોગવે છે.

આ સુખ અને દુઃખ દરેક પ્રાણીને આ જન્મમાં અને સંચિત કર્મનું ફળ તેને આગલા જન્મમાં જ ભોગવવું પડે છે. આ વિધિના વિધાનને ટાળી શકાતું નથી. એટલા માટે બેસી રહ્યા વગર નિરંતર પોતાના ધર્મ અનુસાર કર્મ કરતા રહેવું જોઈએ. મનમાં એ પાકો વિશ્વાસ રાખો કે જે નિયતથી તમે કર્મ કરશો અને તે નિયત અનુસાર તમને ફળ અવશ્ય મળશે. કર્મનું આ અટલ વિધાન છે તેમાં કદી પણ કોઈની સાથે અન્યાય નથી થતો. મિત્રો ભગવાન શ્રીકૃષ્ણનું આ જ્ઞાન અવશ્ય તમને ગમ્યું હશે. ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો.જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *