મિત્રો, આપણા ધર્મમાં લગ્ન સોળ સંસ્કારમાંથી એક છે. વિવાહિત જિંદગીમાં એકબીજાના સુખદુઃખ એકબીજા સાથે વહેંચવા જોઇએ. આમ કરવાથી બન્ને વચ્ચે પ્રેમ વધે છે. પરંતુ પ્રાચીનકાળથી જ કહેવામાં આવે છે કે સ્ત્રીઓને સમજવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. સ્ત્રીઓના મનમાં ક્યારેય શું ચાલી રહ્યું હોય છે તેને સમજવું મુશ્કેલ હોય છે. એક સ્ત્રીના મનની વાત એક સ્ત્રી જ જાણી શકે છે. સ્ત્રી ઘરને સ્વર્ગ પણ બનાવી શકે છે અને નર્ક પણ બનાવી શકે છે. આપણા ધર્મગ્રંથોમાં સ્ત્રીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે મહિલાઓનું સન્માન કરવું ખૂબ જ આવશ્યક છે. આચાર્ય ચાણક્ય નીતિ અનુસાર જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાંથી લક્ષ્મી ચાલી જાય છે. જે ઘરમાં સ્ત્રીઓ સાથે અત્યાચાર કે મારપીટ કરવામાં આવતી હોય તેવા ઘરમાં હંમેશા ગરીબી વાસ કરે છે.
સ્ત્રીઓને યુધિષ્ઠિર દ્વારા શ્રાપ મળ્યો હતો કે તેઓ પોતાના પેટમાં કોઈ પણ વાત રાખી ન શકે. એકના એક દિવસે તે વાત હંમેશા બીજાને કહી દે છે અને પાછળથી પસ્તાય છે. પરંતુ કેટલીક વાતો એવી છે કે સ્ત્રીઓ પોતાના પતિથી પણ અપાવે છે કારણ કે તેમને એવું લાગે છે કે જો એ વાતની ખબર તેમના પતિને પડી જશે તો બંને વચ્ચે દૂરી આવી શકે છે. કોઇપણ સ્ત્રી પોતાના પતિને પોતાના જૂના પ્રેમ વિશે કદી પણ કહેતી નથી. તેમને એ વાતનો ડર રહે છે કે તેમના પતિને એ વાત વિશે ખબર પડવાથી તેમના પતિનો તેમના પ્રત્યે પ્રેમ અને સન્માન ઓછો થઈ જશે. એટલા માટે દરેક સ્ત્રી પોતાના ભુતકાળને ભૂલીને નવી જિંદગી માટે આગળ વધે છે. પરંતુ જે સ્ત્રી વિવાહ કર્યા પછી પણ પોતાના જૂના પ્રેમ ને ભૂલતી નથી તે પોતાને અને પોતાના પતિને પણ બરબાદ કરી દે છે.
લગ્ન પછી પતિ પત્નીમાં એકબીજાની ઘણી વાતોમાં સહમત નથી હોતા. બંનેમાંથી કોઇ એકને જતું કરવું પડે છે. એવામાં સ્ત્રીઓ જ પોતાની વાતની જતી કરતી હોય છે ભલે તે પતિની વાત સાથે સંમત હોય કે ન હોય તે પોતાની ઈચ્છા પતિ સામે પ્રકટ કરતી નથી પરંતુ પતિનું કર્તવ્ય હોય છે કે તે પતિની મનની ઇચ્છા ને સમજે. આમ કરવાથી પતિ-પત્ની નો સંબંધ વધારે મજબૂત બને છે. વારંવાર પત્નીનું અપમાન કરવાથી પત્ની હંમેશા દુઃખી રહે છે અને તેથી કોઈ ત્રીજા વ્યક્તિનું જીવનમાં આગમન થઇ શકે છે. મોટાભાગની સ્ત્રીઓ પોતાની બીમારીને પોતાના પતિથી છુપાવતી હોય છે. તેઓ એવું નથી ઇચ્છતી કે નાની નાની બાબતોને લઈને પોતાના પતિને પરેશાન કરે. પરંતુ પત્ની પણ એ જવાબદારી હોય છે કે પત્નીનું ધ્યાન રાખે અને કામનો તણાવ પોતાની પત્ની પર ન નાખે.
સ્ત્રીઓ પૈસાને લઈને ખૂબ જ સમજદાર હોય છે. સ્ત્રીઓ ઘરખર્ચમાં થી થોડા પૈસા બચાવીને હંમેશા પોતાની પાસે રાખી લે છે. જ્યારે જરૂર પડે ત્યારે સ્ત્રીઓ આ પૈસાનો ઉપયોગ ઘરમાં જ કરે છે. સમય આવે ત્યારે બચાવેલા પૈસાથી તેઓ પતિને મદદ પણ કરે છે. ઘણીવાર સ્ત્રીઓ આ બચત કરેલા પૈસા વિશે પોતાના પતિને પણ કહેતી નથી પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે પતિની મદદ તે પૈસાથી અવશ્ય કરે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે કોઈ પણ સ્ત્રીએ પોતાના પતિની આર્થિક સ્થિતિ વિશે બીજા કોઈને ન કહેવુ જોઈએ. આચાર્ય ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રીઓ પોતાના પતિથી આ કેટલીક બાબતો હંમેશા છુપાવતી હોય છે.