જાણો બજરંગ બાણના પાઠ વિશે, બજરંગબલી બધી તકલીફો ને કરશે દૂર

Astrology

 

એમ કહેવાય છે કે રામ ભગવાનના ધનુષમાંથી છૂટેલું બાણ કોઈ દિવસ નિષ્ફળ જતું નથી. આમ જ હનુમાનજી ના બાણ માંથી નીકળેલું બાણ પણ ક્યારેય નિષ્ફળ જતું નથી. આ પાઠ કરવાથી પવનસુત તેમાં બંધાઈ જાય છે માટે જ અશક્ય કામ પણ પૂરું થઇ શકે છે. હનુમાનજી ભક્તોના કષ્ટને દૂર કરનારા છે. હનુમાનજી બધા ભક્તોના દુઃખ દર્દને દૂર કરનારા છે. એમાં પણ આ પાઠ કરવાનો પ્રયોગ ક્યારેય પણ નિષ્ફળ જતો નથી. તો ચાલો જાણીયે આ પાઠ વિશે

બજરંગ પાઠ કરવાની વિધિ – આ શરૂઆત મંગળવાર અથવા શનિવારના દિવસએ કરવી જોઈએ. તેથી જ શક્ય હોય તો મંગળવાર અથવા શનિવારના દિવસે આ પાઠની શરૂઆત કરવી. એકાંત સ્થાન પર જ પાઠ કરવો. પાઠ કરતી વખતે પ્રભુની મૂર્તિની સ્થાપના એક ઉનના આસાન પર કરવી. જે દિવસે પાઠ કરવાનો હોય એના આગળના દિવસે ઘઉં, અડદ, ચોખા, મગ તેમજ કાળા તલ પાણીમાં પલાળી રાખવા. અનુષ્ઠાન કરવાના દિવસે જે અનાજ પલાળ્યું તેને વાટીને તેનું એક મોટું કોડીયું બનાવવું. બને ત્યાં સુધી કોઈ કુંવારિકા પાસે કોડીયું બનાવડાવવું.

ત્યારબાદ તેની લંબાઈ પ્રમાણે લાલ દોરો લઈને તેમાંથી એક વાટ બનાવવી. ત્યારબાદ તેને કોડિયામાં મૂકી સુંગધિત તેલ ઉમેરી દીવો કરવો. દિવા માં એટલું તેલ ભરવું કે પાઠ થાય ત્યાં સુધી દીવો ચાલે. પછી ગૂગળનો ધૂપ કરી બજરંગ બાણનો પાઠ ચાલુ કરવો. પહેલા દિવસે આ પાઠ કાર્ય બાદ રોજ એક જ સમયે અને એક જ સ્થાન પર બેસીને આ પાઠ કરવો.સળંગ ૨૧ દિવસ સુધી આ પાઠ કરવાથી સારું ફળ મળે છે.

બજરંગ બાણનો પાઠ કરનારે તેના અનુષ્ઠાનના દિવસોના સમયે બ્રહ્મચર્યનું પાલન કરવું. જમવામાં માત્ર સાત્વિક ભોજન લેવું. ધ્યાન રાખવું કે બજરંગ બાણનો પ્રયોગ આપણે હંમેશા નથી કરવાનો. તેનું કારણ એ છે કે આ દિવ્ય પાઠમાં ઘણી બધી જગ્યા એ હનુમાનજીને શ્રીરામના સોગંદ આપવામાં આવ્યા છે. તેથી આ સોગંદના કારણે હનુમાનજી કાર્ય સિદ્ધ કરવા માટે બંધાઈ જાય છે. માટે જ સમજીવિચારીને જો જરૂર જણાય તો જ આનું અનુષ્ઠાન કરવું જોઈએ. હનુમાન ચાલીસાની જેમ નિત્ય ગમે તે સમયે કે ગમે તે સ્થાને બજરંગ બાણનો પાઠ ના કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *