મિત્રો, આજના જમાનામાં પતિને નામથી બોલાવું એક ફેશન બની ગઇ છે. સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં એક પત્ની સદા પોતાના પતિને માન-સન્માનથી બોલાવતી હતી. પરંતુ પશ્ચિમી દેશોના આંધળા અનુકરણના કારણે આજે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિને નામ લઇને બોલાવે છે. દરેક પત્ની પોતાના પતિને ભગવાન સમજવા જોઈએ અને દરેક પતિએ પોતાની પત્નીને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ સમજવું જોઈએ. જમાનો ગમે તેટલો આગળ વધી જાય પણ આપણા જુના રીવાજો તથા આપણા ધર્મ અને સંસ્કૃતિને હંમેશા યાદ રાખવા જોઈએ.
સ્કંદ પુરાણ અનુસાર પતિ ને નામ લઈને બોલાવવાથી પતિનું અપમાન થાય છે અને પતિના આયુષ્યમાં ઘટાડો થાય છે. પતિના લાંબા આયુષ્ય માટે સ્ત્રીઓએ કદી પણ પોતાના પતિને નામથી બોલાવવા જોઈએ નહીં. એટલા માટે જ આપણા વડીલો ગમે તેવી પરિસ્થિતી હોય પરંતુ પોતાના પતિનું નામ પોતાના મુખેથી લેતા ન હતા. પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિને હંમેશા આદરથી જ બોલાવે છે. પરંતુ અત્યારની આધુનિક સ્ત્રીઓ આવી વાતોને કામ વગરની વાતો કહીને તેના પર વિશ્વાસ કરતી નથી.
પતિને પરમેશ્વરનું રૂપ માનવામાં આવે છે એટલે કે શાસ્ત્રોમાં પતિને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. જૂના જમાનામાં પણ સ્ત્રીઓ પોતાના પતિને દેવતા સમાન પૂજતી હતી તેના કારણે જ તે પોતાના પતિને મોતના મુખમાંથી પણ લઈને આવતી હતી. એટલે કહેવાય છે કે જે પત્ની પોતાના પતિને પોતાના કર્મ, ધર્મ અને વચનથી તથા તન-મન-ધનથી પોતાના પતિને પૂજે છે તેના પતિમાં પણ દિવ્ય શક્તિ આવી જાય છે. કહેવાય છે કે જે પુરુષની પત્ની તેની પૂજા કરતી હોય તે ચિતા ઉપરથી ઊભો થઈને પણ પાછો આવી જાય છે.
પતિ પત્ની નો પ્રેમ એક દોરી વડે બંધાયેલો હોય છે અને તે દોરી ન છેડો પત્નીના હાથમાં હોય છે એટલા માટે જ પત્ની લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. કેટલીક પત્નીઓ ટીવી નું આંધળું અનુકરણ કરીને અને ઘણીવાર ગુસ્સામાં પોતાના પતિનું નામ લેવા લાગે છે પરંતુ તેમને ખબર નથી કે આમ કરવાથી તેમનું સૌભાગ્ય ખરાબ થઈ શકે છે. તમે માતા સીતાને પણ જોયા હશે તે ભગવાન રામનું નામ લીધા પહેલાં હંમેશા શ્રી લગાવીને તેમને સન્માન આપતા હતા. શાસ્ત્રોમાં જણાવેલ આ કારણોસર કોઈપણ પત્નીએ પોતાના પતિ ને નામ થી બોલાવવા જોઈએ નહીં.