મૃત્યુ પહેલાં જોવા મળતા લક્ષણો.

Astrology

મિત્રો, આપણા જીવનમાં જો કોઈ વાત નિશ્ચિત હોય તો તે છે આપણુ મૃત્યુ. એટલે કે જેને પણ જન્મ લીધો છે તેને એક ના એક દિવસે આ પૃથ્વીલોક છોડીને જવું જ પડશે પરંતુ સૌથી મોટી વિડંબના એ છે કે મનુષ્ય આ સત્યને જીવનભર સ્વીકાર કરતો નથી અને એ વિચારે છે કે તેનું મૃત્યુ કોઈ દિવસે અચાનક જ થઈ જશે પરંતુ તે વાત સત્ય નથી. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મૃત્યુ આવે તેના પહેલા માણસને અવશ્ય તેના લક્ષણો જોવા મળે છે. પરંતુ અજ્ઞાનતાના કારણે મનુષ્ય તેને સમજી શકતો નથી. આજે આપણે શિવપુરાણમાં લખેલા મૃત્યુ પહેલાના કેટલાક લક્ષણો વિશે જાણીશું.

શિવ પુરાણમાં ભગવાન શિવે માતા પાર્વતીને મૃત્યુ પહેલાં મળતાં કેટલાક સંકેતો વિશે કહ્યું હતું. પતિઃ શિવપુરાણ અનુસાર માતા પાર્વતીના પૂછવા પર ભગવાન શિવ કહે છે કે જ્યારે મનુષ્યનું શરીર સફેદ કે પીળો પડી જાય અને ઉપરથી કેટલાક લાલ ડાઘ દેખાય તો મનુષ્ય સમજી જવું જોઈએ કે તેનું મૃત્યુ છ મહિનાની અંદર થઈ જશે. જે મનુષ્યના મનમાં બેચેની રહે તથા જે મનુષ્યને વાદળી રંગની માખીઓ આવી ને ઘેરી લે તેનું મૃત્યુ એક મહિનાની અંદર થઈ જાય છે. શિવ પુરાણમાં ભગવાન શિવે કહ્યું છે કે જે મનુષ્યના માથા પર ગીધ, કાગડો અથવા કબુતર આવીને બેસી જાય મનુષ્ય એક મહિનાની અંદર જ મરી જાય છે.

જે મનુષ્યનું મોં, આંખ, કાન, નાક જીભ કામ કરવાનું બંધ કરી દે તેનું મૃત્યુ પણ છ મહિનાની અંદર જ થઈ જાય છે. જે મનુષ્યને સૂર્ય કે ચંદ્ર માંની આસપાસ નો પ્રકાશ કાળો કે લાલ દેખાવા લાગે તે મનુષ્યના મૃત્યુ પંદર દિવસની અંદર જ થઈ જાય છે. તારા કે ચંદ્રમાં પણ દેખાવાના બંધ થઈ જાય તેવા મનુષ્યનું મૃત્યુ એક મહિનાની અંદર થઈ જાય છે. ત્રિદોષ એટલે કે વાત, પિત્ત ,કફ માં જેનું નાક વહેવા લાગે તેનું જીવન પંદર દિવસથી વધારે નથી ચાલતું. જેનું મોં અને કંઠ વારંવાર સુકાવા લાગે તેનું એક મહિનાની અંદર મૃત્યુ થઈ જાય છે. જે વ્યક્તિને જળ, તેલ, ઘી અને દર્પણમાં પોતાનો પડછાયો ન દેખાય તો તેને સમજવું જોઈએ કે તેની પાસે છ મહિનાથી ઓછો સમય છે સાથે મનુષ્ય જ્યારે પોતાના પડછાયામાં તેનું માથું ન દેખાય અથવા તો તે મનુષ્યનો પડછાયો જ ન પડે તેવો મનુષ્ય એક મહિનો પણ જીવી શકતો નથી.

જે મનુષ્યને રાત્રે ઇન્દ્ર ધનુષ અને બપોરે ઉલ્કાઓ પડતી હોય તેવું દેખાય અને ગીધ અને કાગડા તેને આસપાસ સતત જોવા મળે તેવા મનુષ્યનુ મૃત્યુ ખૂબ જ નજીક હોય છે. ભગવાન શિવે પણ કહે છે કે જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુની એકદમ નજીક આવી જાય અને ખાટલો પકડી લે અને વારંવાર પોતાના સ્વજનોને મળવાની જિજ્ઞાસા પ્રકટ કરે છે ત્યારે સમજી જવું જોઈએ કે તે મનુષ્ય પાસે હવે થોડોક જ સમય છે એ તમે પણ જોયું હશે કે જ્યારે કોઈ વૃદ્ધ માણસો મૃત્યુ નજીક આવી જાય છે ત્યારે તે પોતાના સ્વજનોને પોતાની આસપાસ જોવા માંગે છે. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *