પાકીટમાં રાખો આ છોડના પાન, તમારૂં પાકીટ હંમેશા ભરેલુ રહેશે.

Astrology

મિત્રો, તુલસીને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને અતિપ્રિય હોય છે. જ્યારે પણ આપણે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરતા હોઈએ છીએ ત્યારે તુલસીના પાનનો ભોગ અવશ્ય ચડાવવામાં આવે છે. તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુની પૂજા સંભવ જ નથી. એટલે તુલસીના પાન સાથે ભગવાન વિષ્ણુનો વાસ જોડાયેલો છે અને જા ભગવાન વિષ્ણુ હોય છે ત્યાં માતા લક્ષ્મી પણ અવશ્ય બિરાજમાન હોય છે. ઘરના આંગણામાં રહેલું તુલસીનો છોડ ઘરમાં ઘણી બધી રીતે ખુશીઓ લઈને આવે છે.

તુલસીના પાનનો એક નાનકડો ઉપાય કરવાથી તમે પણ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો. પાંચની સંખ્યામાં તુલસીના પાન લો અને તેને તમારા પાકીટમાં રાખી દો. તુલસી સાથે ભગવાન વિષ્ણુ જોડાયેલા છે અને ભગવાન વિષ્ણુ જ્યાં હોય ત્યાં માતા લક્ષ્મી અવશ્ય હોય જ. એટલા માટે પાકીટમાં પાંચ તુલસીના પાન રાખી દેવાથી તમારૂં પાકીટ કદી પણ ખાલી નહીં થાય. તુલસી નો બીજો ઉપાય વેપાર ધંધામાં પણ કરી શકાય છે. વેપાર-ધંધામાં પણ જો કોઈ મુશ્કેલીઓ આવતી હોય તો પણ તુલસીના પાન ખૂબ જ ઉપયોગી છે.

વેપાર ધંધા માં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે એક તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં પાંચ તુલસીના પાન મૂકી દો. હવે આ લોટો ઘરના મંદિરમાં ત્રણ દિવસ સુધી રાખો. ત્રણ દિવસ બાદ તમારી ઓફિસે કે દુકાને લઈ જઈ તેમાં રહેલા પાણીનો છંટકાવ કરો. આ પ્રયોગ કરવાથી ગ્રાહક તમારી દુકાન તરફ આકર્ષિત થશે. માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી દુકાનમાં ચોરી પણ કરી શકતા નથી કારણ કે સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા વેપારના સ્થળનું રક્ષણ કરે છે.

આ બંને પ્રયોગ અઠવાડિયાના કોઈપણ દિવસે તમે કરી શકો છો અને આ પ્રયોગ કરવા માટે કોઈ વિધિ કે પૂજા-પાઠ કરવાની જરૂર નથી. બસ ખાલી તુલસી માતાનું ,ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું શ્રદ્ધાપૂર્વક નામ લઈને તમારા પાકીટમાં પાંચ તુલસીના પાન હંમેશા માટે રાખો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી અવશ્ય તમારા ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. જય માતા લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *