મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવેલું છે કે લોટ એટલો જ બાંધવો જોઇએ જેટલી તમારે જરૂર હોય અને સમય પહેલાં જો લોટ બાંધીને મૂકી રાખવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. આમ જોવા જઈએ તો અડધા કલાક પહેલાં તમે લોટ બાંધીને રાખી શકો છો. પરંતુ મિત્રો ત્રણથી ચાર કલાક પહેલા લોટ બાંધીને રાખવો તે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. આવા લોટ થી બનતી રોટલી જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં પણ નકારાત્મક ઉર્જા બનવા લાગે છે.
ઘણા લોકો સમય ન હોવાને કારણે એક જ વખતમાં આખા દિવસનો લોટ બાંધીને મૂકી દેતા હોય છે અને આખો દિવસ તેમાંથી રોટલી બનાવતા રહીએ છીએ. મિત્રો આ કાર્ય અશુભ માનવામાં આવે છે. આવું કાર્ય કરવાથી પાપ લાગે છે અને અન્નદેવનું અપમાન થાય છે. લોટ બાંધ્યા પછી તેને ગોળ આકારમાં રાખવો નહીં તે પિંડ નો આકાર ધારણ કરી લે છે. એટલે લોટ બાંધ્યા પછી તરત જ તેમાં આપણી આંગળીઓની છાપ પાડી લેવી. એકી સાથે વધુ લોટ બાંધી તેનો ફરીથી ઉપયોગ કરવાથી માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી નારાજ થાય છે.
લોટ બાંધતી વખતે આપણે તેમાં પાણી તો નાખીએ છીએ પરંતુ શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે લોટ બાંધતી વખતે તેમાં એક ચમચી દૂધ નાખવું જોઈએ જેથી માતા અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા પર બની રહે છે. રોટલી બન્યા પછી પાટલી અને વેલણ હંમેશા રસોડામાં છુપાવીને રાખવા જોઈએ. પહેલી રોટલી હંમેશા ગાય માટે અલગ કાઢી રાખવી જોઈએ કારણ કે પહેલી રોટલી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત કરવામાં આવેલી છે. મિત્રો અન્નપૂર્ણા દેવીના આશીર્વાદ મેળવવા માટે લોટ બાંધતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ