આવા લોકો કદી તમારી કદર નહીં કરે, ખોટી ભીખ માગવાની છોડી દો.

Astrology

મિત્રો, આ કળિયુગ છે, અહીં ખરાબ લોકોની સાથે ખરાબ થાય કે ન થાય પરંતુ સારા માણસોની સાથે ખરાબ અવશ્ય થશે. એક વાત સમજી લેજો કે કેટલાક લોકો પોતાના મતલબ માટે જ તમારી સાથે સંબંધ બનાવે છે અને જ્યારે પોતાનું કામ થઈ જાય ત્યારે સાચા લોકોનું દિલ તોડી દે છે. આવા લોકો સમજે છે કે તેમનાથી ચાલાક આ દુનિયામાં કોઈ નથી પરંતુ તમે નિરાશ થતા નહીં કારણ કે હકીકતમાં તેઓ પોતાની જ કિસ્મત ફોડી દે છે. આવા લોકોને જવું હોય તો જવા દો, સંબંધોમાં પ્રેમ સારો લાગે છે ભીખ માંગવી નહીં. જ્યારે તમને એવું લાગે કે તમે કોઈ વ્યક્તિ દ્વારા ટાળવામાં આવો છો તો પછી તેમને કદી પરેશાન ન કરો. જેમને તમને કષ્ટ આપ્યું છે, ચિંતા ન કરતા તેમને પણ કષ્ટ મળશે અને વિશ્વાસ રાખજો તમને તે જોવાનો મોકો પણ મળશે.

અરે! પોતાનું તો તે કહેવાય જે બીજા કોઇ માટે તમને નજર અંદાજ ના કરે. આ જમાનો એવો છે કે જો તમે ચૂપચાપ સહન કરતા રહેશો તો તમે સારા લાગશો અને જો બોલશો તો તમારાથી ખરાબ કોઈ નથી હોતું. એટલું યાદ રાખજો કે દરેક સંબંધોની પોતાની સીમા હોય છે અને જ્યારે વાત આત્મસન્માનની હોય તો ત્યાં સંબંધને પૂરો કરી દેવો જ યોગ્ય છે. બીજા ઉપર વધુ પડતી આશા અને ઉમ્મીદ રાખવી માણસને કમજોર બનાવી દે છે એટલા માટે પોતાના દમ પર જીવવાનું શરૂ કરો કારણ કે તમારી પાસે તમારો સૌથી મોટો સાથી અને હમદર્દ તમે પોતે જ છો. આજના સમયમાં કિસ્મત અને પોતાના લોકોનો કોઈ ભરોસો નથી હોતો બંને ગમે ત્યારે પલટી શકે છે. કોઈની પાસેથી ઉમ્મીદ રાખવી ખોટું નથી પરંતુ આપણે ખોટા વ્યક્તિ પાસે ઉમ્મીદ લગાવીને બેસી જઈએ છીએ.

આપણે જીવનમાં જે વ્યક્તિને હદથી વધારે સ્થાન આપીએ છીએ તે જ વ્યક્તિ આપણને સૌથી વધુ દુઃખ પણ આપે છે. યાદ રાખજો જે દિવસથી તમે કોઈ વ્યક્તિને પોતાની આદત બનાવી લો છો તે દિવસથી જ તે વ્યક્તિ તમને ગમે ત્યારે બરબાદ કરી શકે છે. જીવનમાં પ્રેમ ખૂબ જ જરૂરી હોય છે પરંતુ પોતાની ઇજ્જતથી વધારે જરૂરી નથી હોતો. કોઈ તમને શરીર પર જખમ આપે તો ચાલશે પરંતુ તમારા આત્મસન્માન ને ઠેસ પહોંચાડે તે બિલકુલ સહન ન કરતા. જિંદગીમાં કોઈના પર દબાણ ન કરો કે તેઓ તમને યાદ કરે કેટલાક દિવસો ખામોશ રહીને જુઓ કે તેમના જીવનમાં તમારી કેટલી કિંમત છે. એક વાત યાદ રાખજો કે પોતાની ઝૂંપડીમાં રાજ કરવું બીજાના મહેલોમાં ગુલામી કરવાથી ઘણું સારું હોય છે.

જીવનમાં જે લોકો તમારી કદર નથી કરતા તેવા લોકો સાથે રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. અરે! જે પોતાનું છે જ નહીં તેમના પર કેમ હક જતાવો છો અને જે તમારી તકલીફ ના સમજે તેને તમારું દર્દ કેમ બતાવો છો? સવાર થયા પહેલા ફૂલોને પણ ખબર નથી હોતી કે તેમને મંદિર જવાનું છે તે કોઈની કબર પર એટલે જિંદગી જેવી પણ છે તેને હસીને જીવો કારણ કે ચિંતા કરીને તમે કંઈ જ બદલી શકવાના નથી. વિશ્વાસ કરવામાં એટલા પણ આંધળા ન
બની જાઓ કે કોઈનો અસલી રંગ પણ તમને ન દેખાય.

યાદ રાખજો જરૂરતથી વધારે સારા બનશો તો લોકો તમારો જરૂરતથી વધારે ઉપયોગ કરી જશે. જે તમારી ભાવનાઓની કદર ન કરે તેમના પાછળ પાગલ થવું તે પ્રેમ નથી પરંતુ મુર્ખતા હોય છે. એટલું યાદ રાખજો કે અહીંયા કોઈ તમારો સાથ નઈ આપે, તમારે લડવું પણ જાતે જ પડશે અને પોતાનો સાથ પણ પોતે જ આપવો પડશે. તમે જેટલા ડરશો લોકો તમને એટલા વધારે ડરાવશે અને જો તમે હિંમત કરશો તો મોટામાં મોટા લોકો પણ તમારી આગળ માથું નમાવશે. કબીરજીએ પણ કહ્યું છે કે એવા ઘરે કદી ન જવું જોઈએ જ્યા તમારું સન્માન ન જળવાય પછી ભલે ને ત્યાં સોનુ વરસે કે કંચન. એટલે આજથી જ જે લોકોને તમારી કદર નથી તેવા લોકો પાસે ભીખ માંગવાનું છોડી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *