મૃત્યુ બાદ બાળકોને અગ્નિસંસ્કાર કેમ નથી આપવામાં આવતો, શાસ્ત્રોમાં જણાવેલ આ છે કારણ.

Astrology

મિત્રો ,આપણા હિન્દુધર્મમાં માણસના મૃત્યુ બાદ તેને અગ્નિ સંસ્કાર આપવાની પ્રથા છે. પરંતુ તમે જાણો છો કે નવજાત બાળકને મૃત્યુ બાદ અગ્નિસંસ્કારની બદલે દફનાવવામાં આવે છે. નવજાત શિશુ અને સન્યાસી માણસને દફનાવવામાં આવે છે. ગરુડ પુરાણમાં વર્ણિત કથા અનુસાર જેમાં ગરુડે ભગવાન વિષ્ણુને પૂજા બાદ ભગવાન વિષ્ણુએ કહ્યું હતું, હે ગરુડ કોઈ સ્ત્રીનો ગર્ભપાત થઈ જાય અથવા તો જન્મ બાદ બે વર્ષ સુધીના બાળકનું મૃત્યુ થાય તો તેને અગ્નિસંસ્કાર ને બદલે તેને દફનાવવા જોઈએ.

ગરૂડ પુરાણ અનુસાર બે વર્ષ સુધી માણસ આ સંસારની દુનિયાદારી અને મોહ માયાથી દૂર હોય છે. આવી સ્થિતિમાં તેના શરીર માં બિરાજમાન આત્માને તેના શરીરનો મોહ નથી હોતો. એટલા જ માટે બે વર્ષથી ઓછી ઉંમરનું માણસ જ્યારે દેહ ત્યાગ કરે છે ત્યારે આસાનીથી તે પોતાના શરીરનો ત્યાગ કરી દે છે. અને પુનઃ તે શરીરમાં પ્રવેશ કરવાનું કોશિશ નથી કરતો. પરંતુ જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય છે તેમ તેમ મોહમાયામાં બંધાતો જાય છે. અને શરીરમાં મોજુદ આત્માને તે શરીરથી મોહ થવા લાગે છે. અને એટલા જ માટે મોટી ઉંમરના વ્યક્તિની આત્મા મૃત્યુ બાદ ત્યાં સુધી પોતાના શરીરમાં પુનઃ પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે જ્યાં સુધી તેનું શરીર સળગાવી દેવામાં ન આવે.

ગરુડ પુરાણ અનુસાર જ્યારે શરીરની સળગાવી દેવામાં આવી છે ત્યારે તે અગ્નિ દ્વારા મુક્ત થઈ જાય છે. અને શરીર સળગી ગયા બાદ આત્માને કોઈ લગાવ રહેતો નથી. બે વર્ષના બાળક ને પોતાના શરીરથી કોઈ મોહ કે લગાવ નથી હોતો. તેથી જ તેમનું મૃત્યુ થયા બાદ સળગાવવાની બદલે દફનાવવાની પ્રથા છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સંત પુરુષોને પણ સળગાવવાની બદલે દફનાવવામાં આવે છે. કારણ કે આવા સંત પુરુષ દરેક પ્રકારની મોહમાયાથી દૂર હોય છે. એટલે સંત પુરૂષને પણ પોતાના શરીરથી કોઈ લગાવ નથી હોતો. આવા મનુષ્યના મૃત્યુ બાદ તે ખૂબ જ સરળતાથી વૈકુંઠધામ પહોંચી જાય છે તેમના શરીરમાં તેમની આત્મા નો જીવ રહી જતો નથી.

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ જણાવ્યું છે કે જ્યારે કોઈ બાળકનું મૃત્યુ થઈ જાય ત્યારે તેની આત્માની શાંતિ માટે દૂધનું દાન કરવું જોઈએ. કોઈ બે વર્ષના શિશુના અવસાન બાદ વસ્ત્ર પણ દાન કરી શકાય છે. આમ કરવાથી મૃતક બાળકની આત્માને જલદીથી બીજું શરીર મળી જાય છે. ભગવાન વિષ્ણુએ ગરુડ અને એ પણ જણાવ્યું હતું કે જ્યાં બાળકને દફનાવવામાં આવી હોય તે જગ્યાને ગોબરથી લીંપણ કરી દેવું જોઈએ અને ગંગાજળથી પવિત્ર કરી દેવું જોઈએ. અને ત્યારબાદ તે જગ્યા પર તુલસીનો એક છોડ વાવવો જોઈએ. અને જ્યાં તુલસીનો છોડ હોય છે તેઓ ભગવાન વિષ્ણુએ સ્વયં નિવાસ કરે છે. જેથી મૃત આત્માને જલ્દી મુક્તિ મળી જાય છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુને બતાવેલા કારણ અનુસાર બાળકને સળગાવવાની બદલી દફનાવવામાં આવે છે.”ૐ નમો નારાયણ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *