શાસ્ત્રોમાં લખ્યું છે, સ્ત્રીના આવા વાળ પતિને બરબાદ કરી દે છે.

Astrology

મિત્રો, સ્ત્રીને સમજવું સહેલું નથી. હંમેશાથી એક સ્ત્રી પુરુષ માટે કોયડાથી ઓછી નથી. સ્ત્રીઓ દેવીનું સ્વરૂપ હોય છે અને જીવનમાં પોતાના દરેક કર્તવ્યને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે. સ્ત્રીઓના સુંદર લાંબા વાળ તેમની સુંદરતામાં વધારો કરે છે સાથે તેમના સારા ભાગ્યને પણ દર્શાવે છે. સામુદ્રિકશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ સ્ત્રીના વાળના આધારે તેના સ્વભાવ અને તેના ભાગ્ય વિશે કહી શકાય છે પરંતુ સ્ત્રીઓ માટે ચિંતાનો વિષય ત્યારે બને છે જ્યારે તેમના વાળ શાસ્ત્રો મુજબ યોગ્ય ન હોય. આજે આપણે જાણીશું કે કેવા વાળ શુભ હોય છે અને કેવા વાળ અશુભ હોય છે.

જે સ્ત્રીને ઓછા અને પાતળા વાળ હોય છે તેમને જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ સ્ત્રીઓના તૂટેલા અને પાતળા વાળ શુભ માનવામાં નથી આવતા. આવી સ્ત્રીઓ જ્યાં પણ જાય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ જલ્દી આવતી નથી. આવા વાળવાળી સ્ત્રીઓ કોઈ બીમારીથી ગ્રસ્ત રહે છે. જે સ્ત્રીઓને લાંબા અને જાડા વાળ હોય તેને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે લાંબા અને જાડા વાળ શુભતાને દર્શાવે છે. આવી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.

જે સ્ત્રીઓને લાંબા અને વાંકળિયા વાળ હોય તે મહિલા ખૂબ જ સુંદર તો હોય જ છે અને સાથે સ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં લક્ષ્મીને ચુંબકની જેમ ખેંચીને ઘરમાં લાવે છે. જે સ્ત્રીના વાળ વારંવાર તૂટી જાય છે તે પણ શુભ લક્ષણ માનવામાં નથી આવતું. જે સ્ત્રીના વાળ વારંવાર તૂટે છે તે સ્ત્રીના ઘરમાં દેવું વધે છે અને પૈસા પણ પાણીની જેમ ખર્ચ થાય છે. ઘરમાં આમતેમ વાળ હોવા જોઈએ નહીં. ઘરમાં પડેલા વાળ ઘરમાં નકારાત્મકતા લાવે છે. ઘણીવાર સ્ત્રીઓ તેમના તૂટેલા વાળ બહાર ગમે ત્યાં ફેંકી દેતી હોય છે પરંતુ આ વાળ જ્યારે કોઈ ખરાબ વ્યક્તિના હાથમાં આવી જાય છે જેનો તે દુરુપયોગ કરે છે .કેટલાક તંત્ર-મંત્ર વિદ્યામાં તેનો ઉપયોગ કરીને તે તમારું વશીકરણ કરી શકે છે એટલા માટે પોતાના તૂટેલા વાળ કોઈ અજાણ્યા વ્યક્તિને આપવા ન જોઈએ કે બહાર ગમે ત્યાં ફેંકી પણ દેવા ન જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રાત્રે ઊંઘતી વખતે કદી પણ વાળ ખુલ્લા રાખીને સૂવું જોઈએ નહીં .આમ કરવાથી ખરાબ આત્માઓ તમારા પર હાવી થઈ શકે છે. પોતાના લાંબા અને જાડા વાળનું પ્રદર્શન પણ કરવું જોઈએ નહીં તેનાથી તમને કોઈની ભયાનક નજર લાગી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે તંત્ર-મંત્ર વિદ્યામાં વાળનો ઉપયોગ થતો હોય છે. એટલા માટે વાળને લગતી આ કેટલીક બાબતો આપણે અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *