રસ્તામાં આ 7 વસ્તુ દેખાય તો તરત જ રસ્તો બદલી દેજો.

Astrology

મિત્રો, રસ્તા પર જતી વખતે તમે કોઈ વસ્તુને ઓળંગી છે જેને ઓળંગતા પહેલાં તમે એક ક્ષણવાર માટે ઊભા થઈ ગયા હોય, શું એ ચીજવસ્તુઓ કોઈ કાળું વસ્ત્ર કે શણગારની ચીજવસ્તુઓ હતી? તમે બિલકુલ સાચા છો મિત્રો આવી ચીજવસ્તુઓ આવતાં એક વખત જરૂર વિચાર કરવો જોઈએ. આપણા વિષ્ણુ પુરાણમાં પણ આવી સાત ચીજ વસ્તુઓનો ઉલ્લેખ થયેલો છે.

શ્રી વિષ્ણુ પુરાણમાં જણાવ્યું છે કે રસ્તામાં જતી વખતે કોઈ પ્રાણીઓના મૃતદેહ અથવા તો તેના હાડકા પડ્યા હોય તો તેને કદાપિ ઓળંગવા ન જોઈએ. જો કદાચ ભુલથી તેને ઓળંગી લો તો ઘરે જઈને તરત જ સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કરવાનું કારણ આપણા ધર્મ શાસ્ત્રોમાં લખેલું છે કે કોઈપણ મૃતદેહ પાસે નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે. જો મનુષ્ય તેના સંપર્કમાં આવે તો તે અ પવિત્ર બને છે અને સાથે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર રસ્તામાં પડેલા વાળ મેં કદી પણ ઓળંગવા ન જોઈએ. વાળની અંદર કોઈપણ મનુષ્યના નકારાત્મક વિચારો રહેલા હોય છે. આવા નકારાત્મક શક્તિઓથી ભરેલા વાળને ઓળંગવાથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. ભીષ્મ પિતામહે પણ કહ્યું હતું કે જો ભોજનમાં વાળ પડી જાય તો તે ભોજન કદી પણ ગ્રહણ ન કરવું જોઈએ. જો વાળને ઓળંગવામાં આવે તો વાળને ત્યાગ કરવા વાળાનો ભાર વાળને ઓળંગવા વાળાના માથા પર ચડી જાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર રસ્તામાં પડેલી રાખને પણ ઓળંગી ન જોઈએ. કોઈ યજ્ઞ હવન ની રાખ રસ્તામાં ફેંકવામાં આવે છે. અગ્નિદેવની કૃપાથી ઉત્પન્ન થયેલી આ રાખ ખૂબ જ પવિત્ર હોય છે. જો કોઈ વ્યક્તિ આ રાખને ઓળંગે છે તો તે પાપનો ભાગી બની જાય છે.

રસ્તામાં પડેલી તાંત્રિકવિધિમાં પ્રયોગ કરેલી વસ્તુઓને પણ કદી પણ ઓળંગવી ન જોઈએ. તાંત્રિક વિધિ માં તાંત્રિક રસ્તામાં લીંબુ,મીઠાઈ, શણગાર ,ઢબુડી વગેરે જેવી ચીજવસ્તુઓ કોઈ સમશાન જગ્યા પર કોઈ આત્માને ધરાવેલી હોય છે અને જો એ આત્મા પહેલા તમે તેને ઓળંગી લો છો તો તે આત્મા તમારાથી રુષ્ઠ થઈ જાય છે. અને ત્યારબાદ તે આત્મા તમારી પાછળ પડી જાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિએ સ્નાન કરેલું પાણી જો રસ્તામાં પડ્યું હોય તો તેને કદી પણ ઓળંગવુ ન જોઈએ. વિષ્ણુપુરાણમાં તેને કષ્ટદાયી બતાવવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે કે સ્નાન કરવાથી આપણા તન અને મનની અશુદ્ધિઓ જળ માં ભળી જાય છે આવું જળ ઓળંગવા વાળા મનુષ્યના જીવનમાં ગરીબી વધી જાય છે. મિત્રો વિષ્ણુપુરાણમાં દર્શાવેલી આ કેટલીક ચીજવસ્તુઓ જો તમને રસ્તામાં દેખાય તો તેને ઓળંગવાની ભૂલ કદી પણ ન કરતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *