જૂતા ચંપલ ચોરી થઈ જવા શુભ હોય છે કે અશુભ? ઘરમાં ચંપલ પહેરવા વાળા અવશ્ય વાંચજો.

Astrology

મિત્રો, આજના જમાનામાં ઘરમાં ચંપલ પહેરવા એક ફેશન બની ગઇ છે. કેટલાક લોકો તો રસોડામાં, મંદિર માં જેવા પવિત્ર સ્થાનો પર પણ ચંપલ પહેરીને જવા લાગ્યા છે પરંતુ તેમને એ વાતની ખબર જ નથી કે તેમનાથી કેવડી મોટી ભૂલ થઈ રહી છે. વાસ્તુશાસ્ત્રમાં મનુષ્યને ઘરમાં ચંપલ પહેરવાથી સાવધાન કરવામાં આવ્યું છે નહીં તો તે અનર્થનું કારણ બની શકે છે. બુટ ચંપલ આપણા જીવનની મહત્વપૂર્ણ વસ્તુઓ છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ બુટ ચંપલને લગતા કેટલાક નિયમો હોય છે અને તે બધા જ નિયમો ધાર્મિક અને વૈજ્ઞાનિક આધારો પર બનાવવામાં આવ્યા છે. ઘણીવાર આપણે તે નિયમોનું ધ્યાન રાખતા નથી અને તેના ખરાબ પરિણામ આપણે ભોગવવા પડે છે.

પહેલી વાત તો એ છે કે બહારથી આવ્યા પછી બુટ ચંપલ કદી પણ ઘરમાં લાવવા જોઈએ નહીં. ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દૃષ્ટિકોણથી તે યોગ્ય નથી. આપણા ઘરમાં આપણા આરાધ્ય દેવી દેવતાઓની પૂજા થાય છે તેથી જો આપણે ઘરમાં ચંપલ પહેરીને આવી જઈએ છીએ તો તે આપણા દેવી-દેવતાઓનું અપમાન છે ની સાથે બહાર ની બધી જ નકારાત્મકતા ઘરમાં આવીને ઘરનું વાતાવરણ દૂષિત કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ચંપલમાં ગંદકી લાગેલી હોય છે જે રોગ અને બીમારીઓ ફેલાવે છે.

બીજી વાત એ છે કે જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર અનુસાર મનુષ્યના પગમાં શનિનો વાસ હોય છે. શનિ અનુશાસનના દેવતા છે એટલે પગમાં કદી તૂટેલા-ફૂટેલા ચંપલ પહેરવા ન જોઈએ. આપણા પગમાં બીજાએ પહેરેલા ચંપલ કદી પણ પહેરવા ન જોઈએ તેને અશુભ માનવામાં આવે છે અને દુર્ભાગ્યનું કારણ બને છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કોઈ ગરીબને જૂતા ચંપલ દાન કરી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં જૂતા ચંપલ આમતેમ ફેંકી દેવા જોઈએ નહીં તેનાથી શનિનો પ્રભાવ પડે છે. તેને તેમના નિશ્ચિત સ્થાન ઉપર વ્યવસ્થિત રીતે મુકવા જોઈએ. જૂતા ચંપલ મુકવા માટે વાયવ્ય દિશા કે નૈઋત્ય દિશા યોગ્ય માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે જૂતા ચંપલ કદી પણ મૂકવા જોઈએ નહીં.

જ્યા આપણે ઊંઘીએ છીએ તે પલંગની નીચે કે ખાટલાની નીચે જૂતા ચંપલ મુકવા ન જોઈએ તેનાથી રાત્રે આપણને ખરાબ સપના આવે છે. ઘણીવાર આપણા ચંપલ કોઈ જગ્યાએથી ચોરી થઈ જાય છે તું એવું માનવામાં આવે છે કે આપણા પર આવવા વાળું કોઈ મોટું સંકટ દૂર થઈ ગયું છે. આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ અને મુશ્કેલી તેની સાથે ચાલી જાય છે. પરંતુ જો એવું વારંવાર થવા લાગે એટલે કે તમારા જૂતા ચંપલ વારંવાર ચોરી થવા લાગે તો સમજવું કે શનિદેવ તમારાથી ક્રોધિત છે. રસોડામાં કદી પણ જૂતા ચંપલ પહેરીને જવું જોઈએ નહીં. જો તમારું રસોડું કે ઘર સ્વચ્છ હોય તો ઘરમાં જૂતા ચંપલ પહેરવાની જરૂર જ નથી. જો કોઈ કારણવશ તમે ઘરમાં ચંપલ પહેરો છો તો પણ રસોડામાં તો ભૂલથી પણ તે ચંપલ પહેરીને આવવું ન જોઈએ કારણ કે રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે જેથી આવી પવિત્ર જગ્યાએ ચંપલ પહેરીને જવું યોગ્ય નથી. આ કેટલીક મહત્વપૂર્ણ વાતો જૂતા ચંપલ બાબતે આપણે અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ. જય શનિદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *