ચિંતા કરવાનું છોડી દો, બસ મારી આ વાત યાદ રાખો.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણે કહે છે મનુષ્યના નાનકડા મનમાં ખૂબ જ મોટી મોટી ચિંતાઓ હોય છે. માતા-પિતાની ચિંતા, સંતાનની ચિંતા, પત્નીની ચિંતા, કામની ચિંતા, ભવિષ્યની ચિંતા વગેરે વગેરે. મનુષ્યનું મન ચિંતાનું પટારો છે પરંતુ ધીમેધીમે આ જ ચિંતા ચીતા બનીને વ્યક્તિને સમાપ્ત કરી દે છે. ભગવાન કહે છે કે તમે આ સંસારમાં આવ્યા તેના પહેલા પણ આ સંસાર હતો જ અને જ્યારે આ સંસાર છોડીને તમે જશો તેના પછી પણ આ સંસાર રહેશે અર્થાત્ તમારા આવ્યા પહેલા અને તમારા ગયા પછીનો સમય તમારા હાથમાં છે જ નહીં. તો તમારા હાથમાં શું છે?

તમારા હાથમાં છે એ સમય જે તમે અત્યારે હાલ જીવી રહ્યા છો. હવે આ સમયનું તમે શું કરશો? ચિંતા કરીને નષ્ટ કરી દેશો? ભગવાન કહે છે કે આ સમયે તમારે ચિંતન કરવું જોઈએ. ચિંતન એ વાતનું કરવું જોઈએ કે આ સમયનો વધુમાં વધુ કેવી રીતે સદુપયોગ કરી શકાય. કેવી રીતે વધુને વધુ મહાન કાર્યો કરી શકાય, શુભ કર્મ કરી શકીએ, બધા લોકોમાં આનંદ વહેંચી શકીએ. ભગવાન કહે છે કે યાદ રાખજો કે ચિંતા તમને ચિતા સુધી લઈ જશે અને ચિંતન મનને કુંદન બનાવી દે છે. હવે એ દરેક મનુષ્યે નક્કી કરવાનું છે કે જે વસ્તુ તમારા હાથમાં જ નથી એવી પરિસ્થિતિની ચિંતા કરીને ચિતા સુધી પહોંચવું છે તે ચિંતન કરીને આ જીવનને સ્વર્ગ બનાવવું છે.

ભગવાન કહે છે કે મુશ્કેલીઓતો દરેકના જીવનમાં હોય છે, ખુદ ભગવાન પણ જીવનની આ મુશ્કેલીઓમાંથી બચી શક્યા ન હતા. ઘણા લોકો આ મુશ્કેલીઓમાં વ્યર્થ ચિંતા કરીને ચિતા સુધી પહોંચી જાય છે તો ઘણા મનુષ્ય ચિંતન કરીને સમસ્યાઓના અંધકારમાંથી પણ પ્રકાશ શોધી લેતા હોય છે. ભગવાન કહે છે કે તમે કોઈ દિવસ સુરંગમાંથી પસાર થયા હશો. તે ખૂબ જ ભયાનક અનુભવ હોય છે. મનમાં એવું જ થવા લાગે છે કે જો આ સુરંગમાં બંધ થઈ ગયા તો શું થશે? આમાંથી કેવી રીતે નીકળીશું? સર્વત્ર બસ અંધકાર જ હોય છે. પરંતુ તમે ધ્યાનથી એ સુરંગની છેડે જોશો તો ત્યાં સદા પ્રકાશ હોય છે. અને તે પ્રકાશ સુધી તે જ પહોંચી શકે છે જે સુરંગના છેડે સુધી પહોંચી શકે છે.

અને આ સુરંગ જેવું જ આપણું જીવન હોય છે. આ રીતે જ આપણે જીવનમાં ઘણીવાર સ્વયંને નિરાશાની સુરંગમાં મેળવીએ છીએ જ્યાં આપણને એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ સૂઝતો નથી. જાણે એવું જ લાગે છે કે જીવન અને આનંદ બધું સમાપ્ત થઈ જશે. પરંતુ આવી પરિસ્થિતિમાં તે સૂરંગની જેમ આ નિરાશાને સમાપ્ત કરવા વાળો પ્રકાશ તેને જ મળે છે જે નિરંતર વ્યર્થ ચિંતાઓ કર્યા વગર આગળ વધતો રહે છે. ભગવાન કહે છે કે જો તમારા જીવનમાં પણ કોઈ નિરાશા આવે અથવા કોઈ સમસ્યા આવે તો તેનું એક જ સમાધાન છે નિરંતર પ્રયત્ન કરતા રહેવું. પ્રયત્ન કરતા રહો તમને સફળતા અવશ્ય મળશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *