પત્ની ત્યાગ, સમર્પણ,બલિદાનનું બીજું સ્વરૂપ હોય છે. પત્નીની મજાક ઉડાવવાવાળા લોકો અવશ્ય વાંચજો.

Astrology

મિત્રો, એક સ્ત્રી સાક્ષાત દેવીનું સ્વરૂપ હોય છે. જ્યારે તે કોઈની દીકરી બનીને કોઈના ઘરમાં જન્મ લે છે ત્યારે તેના દિવ્ય પગલાં થકી માતા-પિતાનું ઘર સ્વર્ગ બની જાય છે. એજ દીકરીના જ્યારે લગ્ન થાય છે અને કોઈની પત્ની બનીને સાસરે જાય છે ત્યારે તેના દિવ્ય પગલા થકી તેના સાસરીયાનું ઘર પણ તેના સૌભાગ્યથી ખીલી ઊઠે છે. પરંતુ તે પણ એક કડવી હકીકત છે કે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ પત્ની જ આપણા સમાજમાં સૌથી વધુ અત્યાચાર અને મજાકનો ભોગ બનતી હોય છે. આજે દરેક જગ્યાએ સોશિયલ મીડિયા પર પત્નીને એક મજાકનું પાત્ર બનાવી દેવામાં આવ્યું છે પરંતુ તેના ગુણો વિશે તથા સંસારમાં તેના મહત્વ વિશે ઘણું ઓછું જોવા અને વાંચવા મળે છે.

પત્ની જ્યારે પરણીને સાસરે આવે છે ત્યારથી જ તેના પરિવારની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લઈ લે છે. સવારે સૌથી પહેલા ઊઠવું અને રાત્રે પરિવારના સૌ લોકો શાંતિથી ઊંઘી જાય ત્યારબાદ જ ઊંઘવું એ પોતાનો ધર્મ સમજે છે. ઘરમાં કોઈપણ સભ્ય બીમાર હોય પછી તે પતિ હોય, બાળકો હોય કે સાસુ-સસરા હોય તેમને સંપૂર્ણ સેવા એક પત્ની સંપૂર્ણ નિષ્ઠાથી કરતી હોય છે. પરિવારની ખુશીઓ માટે પોતાની ખુશીઓનું બલિદાન આપી શકે તો તે માત્ર પત્ની છે. રસોઈ પણ ઘર પરિવારના લોકોને પૂછીને જ એક પત્ની બનાવે છે. શુ તેને પોતાની મનપસંદ વસ્તુ બનાવવાની ઈચ્છા થતી નહીં હોય? થતી હોય પરંતુ પોતાની ઈચ્છાઓને એક બાજુમાં મૂકીને પરિવારની ઇચ્છાને સદાય માન આપનાર એટલે પત્ની. બીમાર હોવા છતાં ચૂપચાપ ઘરના કામ કરે તેનું નામ પત્ની. પરિવારના કોઈ સભ્ય બીમાર હોય ત્યારે એક મિનિટની પણ રાહ જોયા વગર તેમને દવાખાને લઈ જાય છે અને જ્યારે પોતે બીમાર હોય ત્યારે એ તો મટી જશે એમ કહેનાર એટલે પત્ની.

પત્ની પોતે ભૂખી રહીને પતિ અને બાળકોને જમાડે છે. પતિના લાંબા આયુષ્ય માટે કેટલાય પ્રકારનાં વ્રત-ઉપવાસ એક પત્ની જ કરી શકે. જ્યારે પણ પતિ દુઃખી હોય ત્યારે તે પોતાના પતિને કદી પણ એકલો નથી છોડતી. સુખમાં ભલે પાછળ હોય પરંતુ પતિના દુઃખમાં તેની પત્ની હંમેશા આગળ રહે છે. દરેક સમયે તે પોતાના પતિની ચિંતા કરતી હોય છે. દરેક સમયે દરેક દિવસે તે પતિના અંદર રહેલી ખરાબ આદતોને છોડવાનું કહે છે અને તેને આ જ સારા ગુણના લીધે ઘણા પતિ તેને બોજ માની લેતા હોય છે. ઘરમાં બચત કરશે , પૈસા સંતાડીને રાખશે પરંતુ સ્ત્રી પોતાના પતિને એક આર્થિક મજબૂતી આપે છે. જ્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છતાં પણ તમને એ જ કહેશે કે ચિંતા ન કરો બધું સારું થઈ જશે. પતિના તમામ કામોને તે યાદ અપાવે છે અને તમને તે સમય સાથે ચાલવાનું પણ શીખવાડે છે.

દિવસમાં 10 થી 15 વાર ફોન કરીને તમારું ધ્યાન રાખે છે. ઘણા લોકો તેના આ વર્તનને બોજ સમજતા હોય છે પણ ભલા માણસ તે તમારી આટલી ચિંતા કરે છે એટલા માટે જ તમને વારંવાર પૂછે છે નહીં તો આ દુનિયામાં પત્ની સિવાય તમારો વિચાર કરવાનો પણ કોઈના પાસે ક્યાં સમય છે. પત્નીના મુખે પતિના હંમેશા વખાણ જ હોય છે. પતિ ગમે તેવો હોય પણ પત્ની હંમેશા તેને રાજાનો દરજ્જો આપે છે પરંતુ મોટાભાગના પતિ જાહેરમાં પણ પોતાની પત્નીની મજાક ઉડાવતા હોય છે. કદાચ પરિવારમાં તેના પર અત્યાચાર થતો હશે તો પણ પોતાના પરિવાર વિશે તે એક શબ્દ પણ બહાર કહેતી નથી. એટલું જાણી લો પત્ની ભગવાને તમને આપેલો વિશેષ ઉપહાર છે એટલા માટે તેનું મહત્વ જાણો અને તેનું સન્માન કરો. તેની ભાવનાઓને સમજો અને તેની ભાવનાઓને સન્માન આપો. તેને મજાક ન સમજશો. જે દીકરીને તેના પિતાએ ખૂબ જ લાડે કોડે મોટી કરીને તેની તમામ ઈચ્છાઓ પૂરી કરીને તમને સોંપી છે તે જ દીકરી જ્યારે પત્ની બને છે ત્યારે પોતાની તમામ ઈચ્છાઓ તથા ખુશીઓનો પોતાના પરિવાર માટે ત્યાગ કરી દે છે અને એના માટે પોતાનો પરિવાર જ તેની સૌથી મોટી ખુશી બની જાય છે. તમે નસીબદાર છો કે ભગવાને તમને જીવનસાથી તરીકે એક પત્ની આપી છે તો આપણે પણ તેની ઈચ્છાઓ અને ખુશીઓનું થોડું ધ્યાન રાખીએ. જે લોકો પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરતા હોય તેઓ પોતાની પત્ની માટે એક લાઈક અને શેર અવશ્ય કરજો. અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો “મેરી પત્ની મેરા અભિમાન”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *