જો તમને આવો અહેસાસ થાય તો સમજી લેજો આત્મા તમારી આસપાસ જ છે.

Astrology

મિત્રો, આપણે સૌ ભૂત-પ્રેત આત્માની ઘણી જગ્યાએ વાતો સાંભળીએ છીએ. જે પણ લોકોને આ શક્તિઓનો અહેસાસ થયો છે તેઓ ભૂતપ્રેત માને છે અને ઘણા લોકો તેને ફક્ત એક અંધશ્રદ્ધામાં માને છે. આમ જોવામાં આવે તો દિવસ હોય ત્યાં રાત પણ હોય છે, સત્ય છે તો અસત્ય પણ છે એટલે જ્યાં ભગવાન છે ત્યાં શેતાન પણ હશે જ. આજે આપણે એવી કેટલીક વાતો વિષે જોઈશું જેમનો અહેસાસ જો તમને થાય તો સમજી લેજો કે કોઈ આત્મા તમારી આસપાસ જ હાજર છે. પહેલી વાત છે બલ્બ કે લાઈટનું ચાલુ થવું અને બંધ થવું. આત્મા એ પણ ઉર્જાનું એક સ્વરૂપ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આત્મા ઇલેક્ટ્રિસિટી એટલે કે લાઈટને કંટ્રોલ કરી શકે છે. બની શકે છે કે તમને સાંભળવામાં થોડું અજીબ લાગે પરંતુ આ એક સત્ય છે જે આપણા આધ્યાત્મિક ગ્રંથો અને મનોવૈજ્ઞાનિકોએ કહેલું છે. એટલે અચાનક જ કોઈ જગ્યાએ બલ્બ ચાલુ અને બંધ થવા લાગે તો ત્યાં આત્મા હોવાનો સંકેત છે.

જ્યારે ચાલુ ઘડિયાળ કોઈ નિશ્ચિત સમયે વારંવાર બંધ થઈ જાય એ પણ તમારી આસપાસ આત્મા હોવાનો એક સંકેત જ છે. કોઈ જગ્યાએ તમને અજીબો ગરીબ અવાજ અને સંગીત સંભળાવા લાગે તે પણ ત્યાં આત્માની મોજૂદગી હોવાનો એક સંકેત છે. જ્યારે એક જ અવાજ વારંવાર તમને સંભળાય અને તમને એવું મહેસુસ થાય કે કોઈ તમને બોલાવી રહ્યું છે તો સમજી જજો કે કોઈ ના કોઈ જરૂર છે. તમારા રૂમનુંતાપમાન અચાનક જ વધી જાય અને તમારું શરીર અચાનક ઠંડુ પડવા લાગે તો તે તમારા માટે સંકેત છે કે ત્યાં તમારા સિવાય બીજું કોઈ પણ છે. તમે કોઈ જગ્યાએ ગયા હતા અને અચાનક જ ફૂલોની ખુશ્બુ આવવા લાગે એ એક અજીબ પ્રકારની જ દુર્ગંધ આવવા લાગે અને આ જ પ્રકારની અજીબ દુર્ગંધનો અહેસાસ તમને વારંવાર થતો હોય તો સમજી લેજો કે તમારી આસપાસ કોઈ ખરાબ શક્તિ હાજર છે. તમારી આસપાસ જો પતંગિયાનું ટોળું ઉડતું જોવા મળે તો સમજી લેજો કે તમારું કોઇ સ્વજન છે આ દુનિયામાંથી ચાલ્યુ ગયુ છે તે બીજી દુનિયા માટે નીકળી ગયા છે કારણકે પતંગિયા ચીની માન્યતા અનુસાર મૃત્યુ પામેલા લોકોનું પ્રતીક હોય છે.

જો તમને એ વ્યક્તિઓના ચહેરા દેખાવા લાગે છે આ દુનિયા છોડીને જઇ ચુક્યા છે તો સમજી લેજો કે તે વ્યક્તિઓ તમારી સાથે વાત કરવા માગે છે કે કંઈ કહેવા માંગે છે. તમને ઘણીવાર તમારી સામેથી કોઈ નો પડછાયો ખૂબ જ ઝડપથી પસાર થતો દેખાય છે અને અચાનક જ તે પડછાયો ગાયબ થઈ જાય છે આ બધું એ વાતનો સંકેત છે કે કોઈ તમારી સાથે સંપર્ક કરવા માંગે છે. તમે એકલા બેઠા હોય અને તમને કોઇનો સ્પર્શ થાય એવું મહેસુસ થાય અથવા તો તમારા પગને કોઈ સ્પર્શ કરી રહ્યું છે એવો અહેસાસ થાય તો સમજી લેજો કે કોઈ તમારી આસપાસ જ છે. જ્યારે તમને અજીબ પ્રકારના સપના આવવા લાગે, કોઈ પરિચિત કે અપરિચિત વ્યક્તિ સપનામાં વારંવાર તમને આવે તો સમજી લેજો કે તે વ્યક્તિ કોઇ તકલીફમાં છે અને તમારી સહાયતા મેળવવા માંગે છે.

જ્યારે તમને પોતાના જ અવાજમાં કોઈની વાતો સંભળાવવા લાગે જ્યારે તમને કોઈ વાતો કરી રહ્યું હોય પરંતુ અવાજ તમારો હોય એવું મહેસુસ થાય તો સમજી લેજો કે કોઈ આત્મા તમારી સાથે વાત કરવા માંગે છે. જ્યારે તમે કોઈ જગ્યાએ હોય તે પછી તમારું ઘર હોય કે બહાર કોઇપણ જગ્યાએ અને ત્યાં તમારા શરીરના રુવાટા અચાનક જ ઉભા થઈ જાય તો ત્યાં તમારી આસપાસ કોઈ અન્ય શક્તિ હોવાનો આ સંકેત છે. આ કેટલાક આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક સંકેતો દ્વારા આપણે જાણી શકીએ છીએ જેનો અહેસાસ થવા પર આપણે સૌએ સમજી જવું જોઈએ કે આપણી આસપાસ કોઈ આત્મા કે કોઈ ખરાબ શક્તિ હાજર છે. જય મહાકાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *