પિતા: જો શબ્દો સમજી ગયા તો આંસુ રોકી નહીં શકો, વાંચીને તમારા વિચાર બદલી જશે.

Astrology

મિત્રો, જીવનમાં પિતાનું મહત્વ કેટલું હોય છે તે સમજવા માટે અંત સુધી વાંચવા નમ્ર વિનંતી. કહેવાય છે કે માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે પણ ઘરના અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતુ કે નથી બોલવામાં આવતું. હંમેશા સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણી કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ. બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પરંતુ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પરંતુ પિતાને તો રડી પણ શકાતું નથી

જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ પણ નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા ચંપલ જોઈને તો તેમનો પ્રેમ નજરે ચડે, તેમની ફાટેલી ગંજી જોઈએ તો સમજાય કે આપણા નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘો જ વાપરશે. સંતાનો સો કે બસ્સો રૂપિયા પાર્લર કે સલુનમાં જઈને બિલ કરશે પણ તેમના જ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો નાવાના સાબુથી દાઢી કરી લેશે. અને ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે. પિતા જ્યારે માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે શું કરવું તેનો ડર લાગે છે કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈ સાધન નથી હોતું.

પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે. પિતા ઘરનું અસ્તિત્વ હોય છે, જે ઘરમાં પિતા હોય તે ઘર તરફ કોઇપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી કારણ કે ઘરના કર્તાહર્તા જીવંત છે. કોઈપણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સૌથી નજીક લાગે કારણ કે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે પણ ગૂપચૂપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. કોઈ પણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે પણ મરણ ના પ્રસંગે પિતાએ જ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દિકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરત ને મૂકી દેતા પિતા કેટલા મહાન હોય છે ખરું ને? પિતા વિનાનું ઘર શું છે એનો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ અંગૂઠા વિના ખાલી આંગળીઓના ઉપયોગથી આપના દરેક કામ કરી જુઓ પિતાની કિંમત સમજાઈ જશે. શ્રી પુત્રે પિતા માટે ખુબ સરસ લખ્યું છે કે પિતાની હાજરી સુરજ જેવી હોય છે, સુરજ ગરમ જરૂર પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે. આપણે પણ આપણા પિતા ને આપણાં માટે ઘણું બધું કરતાં જોયા હશે.તમારા પિતા વિશે તમારે શું કહેવું છે? પોતાના પિતા માટે એક વાક્ય કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. દરેક પિતાના સન્માન માટે વધુ ને વધુ share કરજો જેથી દુનિયાના દરેક પિતા સુધી આપણે તેમનું આ સન્માન પહોંચાડી શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *