માસિકધર્મ વખતે છૂઆછૂતનુ કાળું સત્ય.

Astrology

મિત્રો, આપણા સૌના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે માસિક ધર્મ એટલે કે પીરિયડ્સ દરમિયાન શુ સ્ત્રીઓ અછૂત બની જાય છે? કેમ સ્ત્રીઓને મહામારી દરમિયાન રસોડામાં મંદિરમાં જવા દેવામાં નથી આવતી? આમ તો બધા જ ધર્મો અને પૌરાણિક કથાઓ અનુસાર સ્ત્રીઓને સમાજમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. હિન્દુ માન્યતા પ્રમાણે પણ સ્ત્રીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ જ્યારે આ જ દેવી મહિનાના એ કઠિન દિવસો માંથી ગુજરે છે તો તેને પોતાના જ પરિવારમાં અછૂત બનાવી દેવામાં આવે છે. આનું કારણ શું છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે આપણી પૌરાણિક કથાઓ તરફ ધ્યાન દોરવું પડશે.

મહિલાઓ માટે માસિકધર્મનો નિયમ ભગવાન શિવે પાર્વતી ના કહેવાથી બનાવ્યો હતો. ત્યાં ભાગવત પુરાણ અનુસાર એકવાર દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં બેઠા હતા. એ સમયે દેવગુરુ બૃહસ્પતિ ત્યાં પધાર્યા. અહંકારવશ ગુરુ બૃહસ્પતિના સન્માનમાં દેવતાઓના રાજા ઈંદ્ર ઊભા થયા નહીં. બૃહસ્પતિએ તેને પોતાનું અપમાન સમજ્યું અને દેવતાઓને છોડીને તેઓ કોઈ અન્ય સ્થાન પર ચાલ્યા ગયા. જેના પછી દેવતાઓને વિશ્વરૂપને પોતાના પુરોહિત બનાવવા પડ્યા પરંતુ વિશ્વરૂપ દેવતાઓ થી છુપાઈને રાક્ષસોને યજ્ઞભાગ આપતા હતા જે જાણીને ક્રોધિત થઈને ઈન્દ્રએ વિશ્વરૂપની હત્યા કરી દીધી. ગુરુ હત્યાના પાપમાંથી નીકળવા માટે ઈન્દ્ર ભગવાન વિષ્ણુના કઠોર તપ કર્યા અને આ રીતે ઇન્દ્રના પાપને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું. જે વૃક્ષો, પાણી, જમીન અને સ્ત્રીઓને આપવામાં આવ્યું. કહેવાય છે દરેક માં બનવાવાળી સ્ત્રીઓમાં માસિક ધર્મ દેવરાજ ઈન્દ્રે કરેલા તે પાપનો જ ભાગ છે અર્થાત્ સદીઓથી સ્ત્રીઓ એ પાપની સજા ભોગવી રહી છે જે તેમને કર્યું જ નથી. પરંતુ પરિવારમાં કે મંદિરમાં જવા માટે તેમણે અછૂત માનીને વર્જિત કરવામાં આવી ન હતી પરંતુ પ્રાચીકાલની સ્ત્રીઓ કર્મને જ પોતાનો ધર્મ માનતી હતી અને ઈશ્વર પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા રાખતી હતી.

પ્રાચીનકાળમાંથી જ સ્ત્રીઓ મંદિરમાં ગયા વગર એક દિવસ પણ રહી શકતી ન હતી એટલા માટે ઋષિમુનિઓ અને દેવતાઓને તેમને મહામારી દરમિયાન થવાવાળી પીડાની ચિંતા થઈ એટલા માટે તેમને ઘરના કામોમાંથી, પતિ સાથેના સહવાસથી અને મંદિરમાં જઈને પૂજા પાઠ કરવાથી વર્જિત કરી દેવામાં આવી જેથી તેમને ઘરમાં યોગ્ય આરામ મળી શકે પરંતુ વેદ કે શાસ્ત્રોમાં એ વાતનો ક્યાંય પણ ઉલ્લેખ નથી કે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન અપવિત્ર બની જાય છે. અને પછી ધીમે ધીમે આ પરંપરા ધર્મમાં પરિવર્તિત બની ગઈ અને બધી જ સ્ત્રીઓ તેને પોતાનો ધર્મ સમજીને માસિક ધર્મના નિયમોનું પાલન કરવા લાગી. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી વધારે માત્રામાં લોહીનો સ્ત્રાવ થઈ જાય છે એટલા માટે સાફ સફાઈનું ધ્યાન રાખતા આવો નિયમ બનાવી દેવામાં આવ્યો કારણ કે એ જમાનામાં સેનેટરી પેડ જેવી કોઈ વસ્તુની શોધ થઇ ન હતી. વૈજ્ઞાનિક રીતે જોઇએ તો પણ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓમાં ઇન્ફેકશનનો ખતરો વધી જાય છે અને ખૂબ જ પીડાના કારણે તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.

ખરેખર તો માસિક ધર્મ એ વાતનો સંકેત છે કે તેઓ દુનિયામાં એક નવો જન્મ આપવા માટે સક્ષમ છે એટલા માટે આ દુનિયામાં લોકોનો એક અંધવિશ્વાસ માત્ર છે જે લોકો સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન અછૂત સમજીને તેમને બહિષ્કાર કે ઘૃણાની દૃષ્ટિથી જુએ છે. સ્ત્રીઓની પરિસ્થિતિ વિશે તમે શું માનો છો તેના માટે તમને એક સવાલ આપવામાં આવ્યો છે જેના ઓપ્શન પણ આપવામાં આવેલા છે. માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?(A) તેમને ઘરનાં કામમાંથી મુક્ત કરી દેવી જોઈએ(B) તેમને આરામ કરવાની સલાહ આપતા તેમની સાથે સન્માનભર્યું વર્તન કરવું જોઈએ.(C) તેમની પૂજા પાંચ જેવા કાર્યોમાં બિલકુલ પણ સામેલ ન કરવી જોઈએ કારણ કે તે અપવિત્ર બની ગઈ છે(D) ઓપ્શન A અને ઓપ્શન B બંને સાચા છે. આ આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી સ્ત્રીઓને આ છૂઆછૂત માંથી બહાર કાઢીને તેમને સાચા અર્થમાં દેવીનું સ્વરૂપ આપી શકાય. હર હર મહાદેવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *