5 બતાવે છે માઁ દુર્ગાએ તમારી માનતા સ્વીકારી લીધી છે.

Astrology

મિત્રો, માઁ દુર્ગા પોતાના ભક્તોને દરેક સમયે તેમની ભક્તિથી ખૂશ થઈને કેટલાક સંકેતો આપે છે. આપણા દૈનિક જીવનમાં પણ માતાજીના પ્રસન્ન થવાના ઘણા એવા સંકેતો આપણને મળે છે. આ સંકેતો માં જ આપણી મુશ્કેલીઓ અને પરેશાનીઓનું સમાધાન છુપાયેલું હોય છે. માતા દુર્ગા પણ આવા કેટલાક સંકેતો આપીને પોતાની પ્રસન્નતા અને કૃપા દ્રષ્ટિનો અનુભવ કરાવે છે. આ સંકેતો એ વાત તરફ ઇશારો કરે છે એ તમારા જીવનમાંથી હવે દુઃખનો સમય સમાપ્ત થવાનો છે અને સુખનો સમય શરૂ થવાનો છે. સૌથી પહેલો સંકેત એ છે કે જ્યારે પણ તમે માતાની પૂજા કરવા બેસો છો ત્યારે તમને એવું મહેસુસ થશે કે માતાની તસવીર કે મૂર્તિના ભાવ બદલાઈ રહ્યા છે, તસવીર કે મૂર્તિમાં માતાજીનો હસતો ચહેરો નજર આવશે કે પછી મૂર્તિ કે તસવીર હલતી તમને નજર આવશે. તમને એવું લાગશે કે માતાજી તમને કંઈક કહી રહ્યા છે.

સપનામાં જો તમે માતાજીની પૂજા કરતા હોય તેવું દેખાય તે માતાજીનો મોટો સંકેત છે. સપનામાં જો તમને કોઈ કન્યા દેખાય અને તમે તેની પૂજા કરી રહ્યા હોય એવું દેખાય તે પણ માતાજીનો એક સંકેત છે કે તેમની કૃપા દષ્ટિ તમારા પર પડી ચૂકી છે. આના સિવાય સપનામાં તમને જો કોઈ કન્યા તમારી સામે જોઇને હસતી દેખાય ખૂબ જ શુભ સંકેત છે જે બતાવે છે કે તમારા જીવનમાં દુઃખ હવે સમાપ્ત થવાના છે અને એક શુભ સવાર તમારા જીવનમાં આવવાની છે. આવું સપનું તો તમને આવે તો તમારા સામર્થ્ય અનુસાર કન્યાપૂજન તમારે કરવું જોઈએ. માતાજી નો ત્રીજો સંકેત એ છે કે જ્યારે તમે ધ્યાનમાં બેસો અથવા તો ઊંઘતા હોય ત્યારે તમને સંગીતની મધુર ધ્વનિ સંભળાય અને માતાજીના ભજનો નો અવાજ તમને સંભળાય તો સમજજો કે તમે ખૂબ જ ભાગ્યશાળી છો કારણકે માતાજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે.

માતાજીનો ચોથો સંકેત એ છે કે જ્યારે તમને સપનામાં ભૈરવજીના દર્શન થાય તે માતાજીની કૃપાનો ખૂબ જ મોટો સંકેત છે. પૌરાણિક કથામાં પણ એ વાતનો ઉલ્લેખ છે કે જ્યાં સુધી ભૈરવજીનાં દર્શન ન કરીએ ત્યાં સુધી માતાજીની પૂજા પૂર્ણ માનવામાં નથી આવતી. જ્યાં પણ માતાજીનું મંદિર છે ત્યાં ભાઈ બાબાનું મંદિર પણ અવશ્ય હશે. સપનામાં જો તમને માતાજીનું મંદિર દેખાય અથવા તો પોતાને સપનામાં માતાજીની પૂજા કરતા હોય એવું દેખાય તે સંકેત દર્શાવે છે કે તમારી ભક્તિ માતાજીએ સ્વીકારી લીધી છે. સપનામાં જો તમે સ્વયંને મંદિરમાં જતા જુઓ છો, માતાની પૂજા કરતાં જુઓ છો તો સમજી લેજો કે તમારા દિવસો હવે બદલાવવાના છે અને તમારી ભક્તિ હવે રંગ લાવવાની છે.

આવા પ્રકારના સંકેતો જો તમને મળે છે તો તેનો અર્થ તમારે સમજી જવું જોઈએ અને તમારી પૂજા અર્ચના વધારી દેવી જોઈએ. જો કોઈ ભક્ત માતાજીની સંપૂર્ણ શ્રદ્ધાથી ભક્તિ કરી તો માતાજી પણ પ્રસન્ન થઈને તેમના ભક્તોને આવા કેટલાક સંકેતો દ્વારા પોતાની પ્રસન્નતા અને કૃપાદ્રષ્ટિ બતાવે છે. આવા સંકેતો તમને પણ મળે તો સમજી જજો કે માતાજી તમારી આજુબાજુમાં જ છે તમે તમારા જીવનના દિવસો હવે ટૂંક સમયમાં જ બદલાવા લાગશે. જય મા દુર્ગા, જય માં અંબે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *