મિત્રો, વાલ્મિકી રચિત રામાયણમાં માતાસીતા દ્વારા પિંડદાન કરીને તેમના સસરા પિતા દશરથજીની આત્માને મોક્ષ પ્રાપ્ત થવાનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા ચૌદ વર્ષના વનવાસ ગયા હતા તે સમયે ખૂબ જ દુઃખ અને ચિંતાઓના કારણે રાજા દશરથનુ મૃત્યુ થાય છે ત્યારબાદ પિતૃપક્ષના સમયે તેમનું શ્રાદ્ધ કરવા માટે જરૂરી સાધનસામગ્રી રહેવા માટે નગરમાં ગયા પરંતુ તેમને પાછા ફરતી વખતે થોડું મોડું થઈ ગયું. બીજી બાજુ શ્રાદ્ધ માટેનો સમય પસાર થઇ રહ્યો હતો ત્યારે સીતાજી ખૂબ જ ચિંતિત થાય છે. અને ગયાજી નામના સ્થળે નદીના કિનારે માતા સીતા વિચારવા લાગ્યા અને તેમને નદીના પાણી સાથે વટવૃક્ષ, કેતકીના ફૂલ અને ગાયને સાક્ષી માનીને પોતાના વાળની મદદથી રાજા દશરથના મોક્ષ માટે પિંડદાન કર્યું.
થોડીવાર પછી જ્યારે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ પિંડદાન માટેની જરૂરી સામગ્રી લઇને પરત આવે છે ત્યારે સીતાજીએ તેમને કહ્યું કે તમારા આવવાની મોડું થઈ ગયું એટલે મેં સ્વયં મારા હાથે પિંડદાનનું કાર્ય પૂરું કર્યું છે. આ સાંભળીને રામ-લક્ષ્મણે વિચાર્યું કે કોઈપણ સામગ્રી વગર પિંડદાન કેવી રીતે થઈ શકે? એટલા માટે ભગવાન શ્રીરામે સીતાજી પાસે તેનું પ્રમાણ માગ્યું. ત્યારે પિતાએ કહ્યું કે આ કેતકીના ફૂલ, નદીનું પાણી અને વટવૃક્ષ મારા દ્વારા કરેલા પિંડદાનના સાક્ષી છે. પરંતુ માતા સીતાની આ વાત પર ફાલ્ગુ નદી, ગાય અને કેતકીના ફૂલ ત્રણે સાથ ન આપ્યો અને માત્ર વટવૃક્ષ એ માતા સીતાની વાતને સંમતિ આપી.
અંતે માતા સીતાએ સ્વર્ગીય રાજા દશરથનું ધ્યાન કર્યું. અને પોતે કરેલા પિંડદાનના સાક્ષી બનવા માટે વિનંતી કરી ત્યારે રાજા દશરથે સીતાજીની વિનંતીનો સ્વિકાર કરીને શ્રીરામ અને લક્ષ્મણજીને કહ્યું કે અંત સમયે સીતાજીએ જ મારું પિંડદાન કરીને મોક્ષ અપાવ્યો છે ત્યારબાદ રામ અને લક્ષ્મણ અને સીતાજીની વાત પર વિશ્વાસ કર્યો પરંતુ ફાલ્ગુ નદી, કેતકીના ફૂલ અને ગાય દ્વારા શ્રીરામ સામે ખોટું બોલવા બદલ સીતામાતા ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપે છે કે ફાલ્ગુ નદી માત્ર નામની જ નદી બનીને રહેશે, આ નદીમાં ક્યારેય પણ પાણી નહીં રહે. આજ કારણે ગયાજી સ્થળે આજે પણ ફાલ્ગુ નદી સદાય સુકી રહે છે.
માતા સીતાએ ગાયને એ શ્રાપ આપ્યો કે તમે પૂજનીય થઈને પણ લોકોનું એઠું અન્ન ગ્રહણ કરશો અને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો કે ભગવાનની પૂજામાં તારા ફુલને ક્યારેય પણ આપવામાં નહીં આવે અને અંતે માતા સીતાએ વટવૃક્ષને આશીર્વાદ આપ્યા કે તે વર્ષો સુધી અમર રહેશે અને લોકોને છાયો આપતું રહેશે તેમજ પતિવ્રતા સ્ત્રીઓ તેમની પૂજા અને સ્મરણ કરીને પતિના દીર્ઘાયુ માટે કામના કરશે. માતા સીતાના શ્રાપના કારણે આજે પણ ગાયોને એઠું અન્ન ગ્રહણ કરવું પડે છે અને કેતકીના ફૂલોને પૂજા-પાઠ માટે વર્જિત માનવામાં આવે છે. ફાલ્ગુ નદીના કિનારે આવેલા સીતા કુંડમાં પાણીના અભાવને કારણે આજે પણ લોકો દ્વારા તેમના વાળ અને રેતથી પિંડદાન કરવામાં આવે છે. જયશ્રીરામ.