જે સ્ત્રીઓને આ અંગ ઉપર વાળ હોય, શાસ્ત્રોમાં તેમનું ભાગ્ય આવું લખ્યું છે.

Astrology

મિત્રો, ઘણી સ્ત્રીઓને ચહેરાના આ ભાગ પર હોઠની ઉપર વાળ હોય છે જેને પુરુષની ભાષામાં મૂછ પણ કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં અને ખાસ કરીને સામુદ્રિકશાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણા શરીરના અંગો અને શરીરના અંગો પર આવેલા ખાસ પ્રકારના ચિહ્નો દ્વારા તે વ્યક્તિના સ્વભાવ તથા તેના ભવિષ્ય વિશે જાણી શકાય છે. આજે આપણે સ્ત્રીના ચહેરામાં હોઠની ઉપરના ભાગ પર વાળ હોય છે તેવી સ્ત્રીઓનો સ્વભાવ કેવો હોય છે અને તેનું ભાગ્ય કેવું હોય છે તેના વિશે જાણીશું.

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના મુખ ઉપર મૂછના વાળ સ્પષ્ટ રૂપથી દેખાતા હોય તેવી સ્ત્રી ગરમ મિજાજ એટલે કે ગુસ્સાવાળા સ્વભાવની હોય છે. આવી મહિલાઓ ફક્ત પોતાનું કહ્યું જ થાય એવા સ્વભાવની હોય છે. આવી સ્ત્રીઓ પતિ પર પોતાનો હુકુમ ચલાવવામાં માહિર હોય છે. ઘણીવાર તેઓ પોતાની વાત બીજા પર થોપવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આવી સ્ત્રી સમગ્ર પરિવારને પોતાની રીતે જ ચલાવે છે અને હંમેશા પોતાના મનનું ધાર્યું જ કરતી હોય છે. ખૂબ જલ્દી ગુસ્સે પણ થઈ જાય છે. અને તેમના આ ગુસ્સામાં ઘણીવાર સમગ્ર પરિવારનું સર્વનાશ પણ કરી કાઢે છે.

આપણા સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી સ્ત્રી ખૂબ જ બુદ્ધિશાળી હોય છે પરંતુ ગુસ્સાના કારણે ઘણીવાર પોતાના જ પગ પર કુહાડી મારી લેતી હોય છે અને પરિવારને બરબાદ કરી દેતી હોય છે. જીવનમાં પોતાનું મનનું ધાર્યું કરવાથી ચહેરા પર વાળ વાળી સ્ત્રીઓ જીવનમાં સફળતા પણ પ્રાપ્ત કરતી હોય છે અને ઘણીવાર તેમનો આ જિદ્દી સ્વભાવ તેના પતનનું કારણ પણ બને છે. જો કોઈ સ્ત્રીનું પેટ ઘડા જેવું હોય છે તેવી સ્ત્રી હંમેશા ગરીબ અને દરિદ્રતા ભરી પરિસ્થિતિમાં રહે છે. જે સ્ત્રીનું પેટ ખુબજ લાંબુ હોય છે તે પણ અશુભ માનવામાં આવે છે. કોઈ સ્ત્રીના જો દાંત મોટા હોય અને બહારની તરફ નીકળેલા હોય તેવી સ્ત્રીનું જીવન પણ હંમેશા દુઃખથી ભરેલું હોય છે. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *