ઘરના મંદિર પર આ વસ્તુ કદી ના હોવી જોઈએ, ગરીબી આવે છે.

Astrology

મિત્રો, ઘરનું મંદિર ઘરનું અતિ પવિત્ર સ્થાન છે. ઘરના મંદિરમાં સાક્ષાત ભગવાનનો વાસ હોય છે. ઘરના મંદિર સાથે ઘરના તમામ લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય. ઘરના મંદિરમાં પૂજા-પાઠ કરવાથી ભગવાનની કૃપાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થાય છે. જેથી ઘરના મંદિરની કેટલીક બાબતો આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ઘરનું મંદિર રસોડાની આજુબાજુમાં કે નીચે ન હોવું જોઈએ એનાથી માતા લક્ષ્મી અપ્રસન્ન થઈ જાય છે તથા ઘરમાં અશાંતિ આવે છે. કારણ કે રસોડામાં ગંદા વાસણો હોય છે જેનાથી ઘરમાં અશાંતિ વ્યાપે છે. જો તમારા ઘરનું મંદિર રસોડામાં કે રસોડા ની આજુબાજુ હોય તો તરત જ ત્યાંથી તેની જગ્યા બદલી દેવી જોઇએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંદિર સીડીઓની નીચે કદી પણ ન હોવું જોઈએ કારણકે સીડીઓ વડે બધા લોકો ઉપર નીચે જાય છે જેના કારણે આપણા પગ મંદિર તરફ લાગે છે. આવું કરવું શુભ માનવામાં નથી આવતું. દેવી દેવતાનું અપમાન થાય છે. આમ કરવાથી ઘરમાં ભયંકર ગરીબી આવી છે એટલા માટે ઘરનું મંદિર સીડીઓની નીચે ન રાખવું જોઈએ. સુવાના રૂમમાં મંદિર કદાપિ ન હોવું જોઈએ. સુવાના રૂમમાં મંદિર હોય તો ઘરમાં ઝઘડા, કલેશ થવા લાગે છે. એકજ રૂમનું મકાન હોવાથી મજબૂરીમાં જો સુવાના રૂમમાં મંદિર રાખવું પડે તો મંદિરને એક પડદો અવશ્ય રાખવો જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મંદિર ઘરના બાથરૂમની આજુબાજુ કે ઉપર નીચે પણ ન હોવું જોઈએ. આમ કરવું ઘરની ખુશહાલી અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં નથી આવતું. જો બાથરૂમની આજુબાજુ આ મંદિરની સ્થાપના કરેલી હોય તો ઘરમાં માંગલિક કાર્યોમાં રૂકાવટ આવે છે. સુખ-સમૃદ્ધિ આવતી પણ અટકી જાય છે. ઘરમાં જૂનો પુરાણો સામાન રાખ્યો હોય તેવી જગ્યાએ પણ મંદિરની સ્થાપના કરવી જોઈએ નહીં. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા બનશે. જુના પુરાના સામાન ની સાથે મંદિર રાખવાથી દેવી-દેવતાઓનું અપમાન થાય છે. જેથી આવી જગ્યાએ પણ ઘરનું મંદિર હોવું ન જોઈએ.

ઘર નું મંદિર હંમેશા પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં અથવા ઇશાન ખૂણામાં હોવું જોઈએ. ધનુ મંદિર આ દિશામાં રાખવાથી ઘરમાં જ્ઞાનની વૃદ્ધિ તથા આત્માની શુદ્ધિ થશે અને ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે. ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે. ઘર નું મંદિર આપણા ઘરનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી પવિત્ર સ્થાન હોવાથી ત્યાં સ્વચ્છતા અવશ્ય રાખવી જોઈએ અને આ કેટલીક બાબતોનું આપણે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કારણકે મિત્રો ત્યાં આપણા ઘરમાં સાક્ષાત ભગવાન બિરાજમાન થતા હોય છે. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *