આ 3 સ્ત્રીઓ તુલસીને જળ ના ચઢાવે, રિસાઈ જાય છે લક્ષ્મી, મહાપાપ લાગે છે.

Astrology

મિત્રો, તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. પ્રાચીન ગ્રંથોમાં પણ તુલસીનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તુલસીનો છોડ પૃથ્વી પરની બધી જ પવિત્ર વનસ્પતિમાંથી એક છે. તુલસીનો છોડ ઘરમાં હોવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાંથી રોગ અને બીમારીઓ દૂર રહે છે એટલા માટે જ પ્રાચીન ઋષિ-મુનિઓએ તુલસીના છોડની પૂજા કરવા સૂચન કરેલું છે. તુલસીના પાન ખાવાથી પણ ઘણા બધા પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. મનુષ્યના સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ ગુણકારી ઔષધિ છે. શાસ્ત્રોમાં તુલસીના છોડથી જોડાયેલી કેટલીક એવી વાતો છે જે તુલસીનો છોડ લગાવવાથી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

તુલસીનો છોડ કોઈપણ ગુરુવારના દિવસે લગાવી શકાય છે. તુલસીનો છોડ વાવવા માટે કારતક મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારતક મહિનામાં તુલસીના છોડની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. રોજ સવારે તુલસીના છોડને પાણી આપીને તેની પરિક્રમા કરવી જોઈએ આજે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો સળગાવવો સર્વોત્તમ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીને લઈને કેટલાક વિશેષ નિયમો પણ બતાવવામાં આવ્યા છે જેનું ધ્યાન રાખવાથી ખરાબમાં ખરાબ ભાગ્ય પણ બદલાઇ જાય છે. જેમ કે તુલસીના પત્તા હંમેશા સવારના સમયે જ તોડવા જોઈએ. રવિવારના દિવસે તુલસીના છોડના નીચે દીવો ન સળગાવવો જોઈએ. ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો ને તુલસી અવશ્ય અર્પિત કરવી જોઈએ. ભગવાન ગણેશ અને માતા દુર્ગાને તુલસી કદી પણ ન ચડાવવી જોઈએ.

તુલસીના પાન કદી પણ વાસી થતા નથી એટલા માટે પૂજામાં તુલસીના જુના પત્તાનો પણ ઉપયોગ કરી શકાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન અન્નમાં તુલસીના પાન રાખવાથી ગ્રહણનો પ્રભાવ આપણા જીવન પર પડતો નથી. ભગવાન કૃષ્ણને તુલસી અતિ પ્રિય છે એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણને કોઈ પણ ભોગ તુલસી વગર નથી ચઢાવવામાં આવતો. જે પરિવારના લોકો ભગવાન શ્રીકૃષ્ણને માને છે તેમના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ અને તેમની ભગવાન શ્રીકૃષ્ણ સાથે તુલસીની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ.

તામસિક કામ કરવાવાળા લોકોએ પોતાના ઘરમાં તુલસીનો છોડ ન રાખવો જોઈએ અર્થાત જે લોકોના ઘરમાં માંસનો ઉપયોગ થતો હોય તેવા ઘરમાં તુલસીનો છોડ ના હોવો જોઈએ. ભગવાન વિષ્ણુના ભક્તોને મધ્યપાન વર્જિત છે એટલા માટે જે ઘરમાં દારૂ પીવામાં આવે છે તેવા ઘરમાં પણ તુલસીનો છોડ ન હોવો જોઈએ. આવા ઘરમાં તુલસીનો છોડ રાખવાથી લાભની જગ્યાએ નુકસાન થાય છે. જો તમે આ કઠોર નિયમોનું પાલન નથી કરી શકતા તો ઘરમાં તુલસીનો છોડ કદી ન લગાવો. તુલસીના છોડને દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ. હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ જે બુધની દિશા પણ કહેવાય છે.

જો કોઈ સ્ત્રીને માસિકધર્મ ચાલી રહ્યો હોય તો તેને પણ તુલસીની પૂજા ન કરવી જોઈએ. તુલસી એક પવિત્ર છોડ છે અને તેની પૂજા એક પતિવ્રતા સ્ત્રી જ કરી શકે છે. જે સ્ત્રી અને પુરુષ સાથે સંબંધ રાખે છે એટલે કે ચરિત્રહીન સ્ત્રી જો તુલસીની પૂજા કરે તો તેને ખરાબ ફળ મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે સ્ત્રી દુષ્ટ હોય અને બીજા લોકો સાથે કપટ કરવાવાળી હોય, બીજા લોકોનાં મનમાં વિષ નાખવાવાળી હોય તેવી દ્વારા જો તુલસીની પૂજા કરવામાં આવે તો તેને તેના ગુણોની જેમ નકારાત્મક ફળજ પ્રાપ્ત થશે. જય મા લક્ષ્મી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *