જો તમારા ઘરમાં પણ આવા ચિત્રો હોય તો આજે જ કાઢી દેજો નહિ તો મુસીબતોનો પાર નહિ રહે.

Astrology

વસ્તુ અનુસાર જે લોકોના ઘરમાં અમુક પ્રકારના ચિત્રો હશે તે ઘરના નસીબમાં ઘણા અવરોધો આવી શકે તેમ છે. સાથે જ તે ઘરની પ્રગતિને પણ અવરોધરૂપ બને છે. ઘણા લોકો પોતાના ઘરને ખુબ જ સુંદર વસ્તુઓથી સજાવે છે. કયારેજ ફૂલોથી તો ક્યારેક તોરણોથી, શિલ્પોથી તેમજ ચિત્રોથી પણ. આ બધા ચિત્રોમાં નટરાજ શિવ ચિત્ર, મહાભારતના દ્રશ્યનું ચિત્ર, મધદરિયામાં ડૂબતી હોડી અથવા જહાજનું ચિત્ર, કાંટાવાળા છોડનું ચિત્ર ઉપરાંત કોઈ સમાધિસ્થાનના ચિત્રનો સમાવેશ થાય છે. તો ચાલો કાનીયે આ ચિત્રો વિશે.

શિવજીનું નટરાજવાળું ચિત્ર ન રાખવું જોઈએ. કારણકે નટરાજના આ ચિત્રમાં પ્રભુ શિવ તાંડવની મુદ્રામાં નૃત્ય કરે છે. તેને વિનાશનું પ્રતિક માનવામાં આવે છે માટે જ તેને ઘરમાં ન રાખવું જોઈએ. તેની સાથે જ મહાભારતનું ચિત્ર છે જે પણ ન રાખવું જોઈએ. આ ચિત્ર કુરુક્ષેત્રના ભયંકર યુદ્ધને દર્શાવે છે. તેના લીધે ઘરમાં કલેશ પણ થઇ શકે છે. બીજું એક ચિત્ર છે મધદરિયે ડુબતું જહાજ. મધદરિયે ડૂબતા જહાજનું ચિત્ર એ વ્યક્તિના આખા સૌભાગ્યને ડૂબાડી દે છે. તેથી જ આ ચિત્ર પણ ના રાખવું જોઈએ.

વાસ્તુ પ્રમાણે જંગલી પશુ-પક્ષીઓનું ચિત્ર પણ ઘરમાં ના રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેનારા લોકોના સ્વભાવ પર આ ચિત્રની અસર પડે છે. તેના લીધે પરિવારજનોના સ્વભાવ ઉગ્ર બને છે. સાથે જ કાંટાળા છોડ પણ ન રાખવા જોઈએ તેના થી જીવન પણ કંટકથી ભરેલું બની જાય છે એટલે કે મુશ્કેલ બની જાય છે. વાસ્તુ પ્રમાણે ઘરમાં ફુવારાનું ચિત્ર પણ ન રાખવું જોઈએ. આ ચિત્રના લીધે પૈસા જેટલા ઝડપથી આવે છે એટલા જ ઝડપથી જતા રહે છે. માટે જ ભૂલથી પણ આવી તસવીરો ઘરમાં ના લગાવતા. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ ચિત્રો ઘરમાં લાગવા માટે વર્જિત માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *