મિત્રો, આધુનિક બનતા સમાજે જિંદગી પહેલાં કરતાં સરળ બનાવી દીધી છે ઘણા બધા પ્રકારની બુરાઈઓને પણ જન્મ આપ્યો છે. પહેલાના જમાનામાં સંતાન પોતાના માતા-પિતાની દરેક આજ્ઞાનું પાલન કરતી હતી જ્યારે એ જ સંતાન આજે માતા-પિતા પર અત્યાચાર કરવાનું કામ કરી રહી છે. એટલું જ નહિ પણ આપણા સમાજમાં એવી સંતાનો પણ જોવા મળે છે જે પોતાના માતા-પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. આ કેટલું દુઃખ દાયક અને શરમજનક કૃત્ય કહેવાય એ તમે જ વિચારી શકો છો. જે સંતાનની માતા પિતા પોતાની સંપૂર્ણ જિંદગી લગાવીને પાલન પોષણ કરીને મોટા કરે છે અને એ જ સંતાન માતા પિતાના ઘડપણમાં તેમને ધુત્કારીને ઘરમાંથી બહાર કાઢી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આજના જમાનામાં મોટા ભાગના સંતાનો જોડે માતા-પિતાને આપવા માટે ન તો સન્માન છે કે ન તો સહારો જેના તે ઘરડા માતા-પિતા હકદાર છે. આજે આપણે માતા-પિતા ને ઘરમાંથી કાઢી મુકવા વાળી સંતાનને નરકમાં કઇ સજા પ્રાપ્ત થાય છે તેના વિશે જાણીશું.
ગરુડ પુરાણમાં જણાવાયું છે કે માતા-પિતા આ સંસારમાં ભગવાન સમાન છે. માતા-પિતાને પીડા પહોંચાડવી એ ભગવાનને કષ્ટ પહોંચાડવા સમાન છે. એટલા માટે હંમેશાં મન લગાવીને આ ભગવાન રૂપે માતા-પિતાની સેવા કરવી જોઈએ એ જ આપણો સર્વોપરી ધર્મ છે. વાલ્મીકિ રામાયણમાં એક શ્લોક છે જા ભગવાન રામ માતા સીતા સાથે વાત કરતાં કહે છે, હે સીતે માતા-પિતા અને ગુરુ ધરતી પરના પ્રત્યક્ષ દેવતા છે અને તેમનો તિરસ્કાર કરીને બીજા ભગવાનની પૂજા કરવી તે અનુચિત છે. આ ત્રણ વ્યક્તિઓની આરાધના કરવાથી ત્રણે લોકની આરાધના થઇ જાય છે. માતા પિતા સમાન પવિત્ર અને પૂજનીય આ સંસારમાં કોઈ નથી.
માતા પિતાને દુઃખ પહોંચાડવું અને તેમના પર અત્યાચાર કરવો એ મહાપાપ છે. પુરાણમાં કહેવામાં આવી છે જે લોકો પોતાના વૃદ્ધ મા-બાપનુ અપમાન કરે છે કે પછી પોતાના ઘરમાંથી કાઢી મૂકે છે તેવા પાપીઓને નરકની આગમા ડુબાડવામાં આવે છે અને એવું ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી તેમના શરીરની ચામડીની ખાલ ના ઉતરી જાય. ગરુડ પુરાણમાં એ પણ ઉલ્લેખ મળે છે કે પોતાનાં માતા-પિતાનું અનાદર કરવા વાળા લોકોને કાલસૂત્રની સજા મળે છે અર્થાત માતા-પિતાનું અનાદર કરવા વાળાને નર્કમાં ચાબુક વડે માનવામાં આવે છે અને બે ધારવાળી તલવારથી તેમના શરીર પર ઘા કરવામાં આવે છે.
જે લોકો પોતાનાં માતા-પિતાનું ધ્યાન રાખે છે અને તેમની આંખોમાં કદી પણ આંસુ આવવા દેતા નથી તેમના પર હંમેશા ભગવાનની કૃપા બની રહે છે અને જીવનમાં કદી પણ પરેશાની આવતી નથી. કારણ કે તેમના માથા પર હંમેશા ભગવાન રૂપી માતા-પિતાના આશીર્વાદ રહે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં માતા-પિતાની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે. માં બાળકોની મમતા છે તો પિતા પણ બાળકોનો સહારો છે અને આ બંનેની મહેનતથી જ સંતાન મોટું થઈને સફળ બને છે. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે માતાને વારંવાર અબુધ પ્રશ્નો પૂછ્યા કરતું હોય છે અને માં તેના તમામ પ્રશ્નોનો જવાબ આપતી હોય છે પરંતુ એ જ મા જ્યારે વૃદ્ધ થાય છે, જ્યારે તેની સમજવા વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે અને તેને દેખાવાનું ઓછું થઈ જાય છે અને તે જ માં પોતાની સંતાનને કોઈ પ્રશ્ન વારંવાર પૂછે છે તો તેની સંતાન ક્રોધિત થઈ જાય છે અને પોતાની જ માં ને પાગલ કહેવા લાગે છે.
જે પણ સંતાન ઘડપણમાં પોતાના માતા-પિતા સાથે આવો વ્યવહાર કરે છે તેમને નર્કમાં જુદા જુદા પ્રકારની યાતનાઓ સહન કરવી પડે છે એટલે જે માતા-પિતાએ તમને મોટા કરવામાં અને સફળ બનાવવામાં પોતાનું સંપૂર્ણ જીવન લગાવી દીધું તેમની આંખોમાં કદી પણ આંસુ ન આવવું જોઈએ, તેમને કદી પણ કોઈ કષ્ટ ન આપવું જોઈએ .એ જ તમારા સૌથી મોટા ભગવાન છે જેમને દુઃખી કરવા ભગવાનને દુઃખ પહોંચાડવાથી ઓછું નથી. માતૃદેવો ભવઃ,પિતૃદેવો ભવઃ.